RR VS GT : શું રાજસ્થાનના વિજયરથને રોકી શકશે યુવા શુભમનની ગુજરાત ટાઈટન્સ?
RR VS GT : IPL 2024 ની 24 મી મેચમાં વર્ષ 2022 ના બે ફાઇનલિસ્ટ GT અને RR ફરી એક વખત આમને સામને આવવા માટે તૈયાર છે. રાજસ્થાન હજી સુધી આ ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યું નથી, ગુજરાતની ટીમ ચોક્કસપણે રાજસ્થાનના આ વિજય રથને રોકવાનો પ્રયાસ કરશે. ગુજરાત ટાઇટન્સ 5 માંથી 3 મેચ હાર્યા બાદ હાલ 7 માં નંબરે છે. ગુજરાત ટાઇટન્સ રાજસ્થાનને હરાવીને જીતના પાટા પર પાછા ફરવાનો પ્રયાસ કરશે. આ મેચ રાજસ્થાનના આંગણે સવાઇ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાશે.
હેડ ટુ હેડ ( RR VS GT )
IPL માં અત્યાર સુધી ગુજરાત ટાઈટન્સ ( GT ) અને રાજસ્થાન રોયલ્સ ( RR ) 5 મેચમાં સામસામે આવી ચુક્યા છે. જેમાં વર્ષ 2022 માં ફાઇનલમાં આ બંને ટીમો અમદાવાદમાં મેદાનમાં ટકરાઇ હત, જેમાં ગુજરતની ટીમનો સરળ વિજય થયો હતો. GT અને RR વચ્ચે રમાયેલ આ 5 રમતોમાંથી ગુજરાતે 4 માં જીત મેળવી છે જ્યારે રાજસ્થાન 1 મેચમાં વિજયી બન્યું છે. HEAD TO HEAD મુકાબલામાં ગુજરાતનું પલડું ચોક્કસપણે ભારે છે. પરંતુ આજની મેચ રાજસ્થાનના આંગણે રમાઈ રહી છે, એટલે રાજસ્થાન પાસે પણ મેચ જીતવાની યોગ્ય તક રહેશે.
RR VS GT વચ્ચે રમાયેલ મેચ : 05
GT જીત્યું : 04
RR જીત્યું : 01
પિચ રિપોર્ટ ( SAWAI MANSINGH STADIUM )
Aaj hum aur aap, SMS mein padosiyon ke saath. 💗😍 pic.twitter.com/u50CUen5Ub
— Rajasthan Royals (@rajasthanroyals) April 10, 2024
રાજસ્થાનના જયપુરમાં આવેલ આ સવાઇ માનસિંહ સ્ટેડિયમ મુખ્યત્વે બોલર્સ અને બેટ્સમેન બંને માટે મદદગાર સાબિત થાય છે. આ સ્ટેડિયમમાં PAR SCORE 160 થી 170 ની આસપાસ રહે છે. આ ગ્રાઉંડમાં જે ટીમ ટોસ જીતે તેમની પાસે એક એડવાંટેજ રહે છે, કારણ કે આ મેદાનમાં જે ટીમ પ્રથમ બોલિંગ કરે તે મોટાભાગે વિજયી બને છે. લક્ષ્યાંકનો પીછો કરતી ટીમોએ આ સ્ટેડિયમમાં 55 માંથી 35 મેચ જીતી છે.
IPL Matches રમાઈ - 55
પ્રથમ બેટિંગ કરનારી ટીમ વિજેતા બની - 20
પ્રથમ બોલિંગ કરનારી ટીમ વિજેતા બની - 35
આ સ્ટેડિયમમાં સૌથી વધુ રન - 217/6 (સનરાઇઝર્સ હૈદરાબાદ) VS રાજસ્થાન રોયલ્સ
આ સ્ટેડિયમમાં સૌથી ઓછા રન - 59 (રાજસ્થાન રોયલ્સ) VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
સૌથી વધુ રન ચેઝ હાંસલ - 193/4 (દિલ્હી કેપિટલ્સ) VS રાજસ્થાન રોયલ્સ
RR VS GT સંભવિત PLAYING 11
Drop your Royals XI for tonight 👇💗 pic.twitter.com/r5P4vOtpII
— Rajasthan Royals (@rajasthanroyals) April 10, 2024
રાજસ્થાન રોયલ્સ સંભવિત PLAYING 11 : યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (C&WK), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, નંદ્રે બર્ગર, અવેશ ખાન
ગુજરાત ટાઈટન્સ સંભવિત PLAYING 11 : શુભમન ગિલ (C), મેથ્યુ વેડ (WK), સાઈ સુધરસન, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, ઉમેશ યાદવ, સ્પેન્સર જોન્સન, દર્શન નલકાંડે, મોહિત શર્મા
આ પણ વાંચો : IPL Points Table 2024 : ટોપ પર RR, 7 માં ક્રમે GT, આ ટીમોનું લગભગ પત્તુ કટ