રોશનભાભીએ Show ના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ નોંધાવી જાતીય સતામણીની ફરિયાદ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં શ્રીમતી રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રી બંસીવાલે નિર્માતા અસિત મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ વિરુદ્ધ શોના સેટ પર કથિત જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે અને લગભગ 15 વર્ષ બાદ શો છોડી દીધો છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ શોની જોરદાર ફેન ફોલોઈંગ છે. ચાહકો દરેક પાત્ર વિશે વધુને વધુ જાણવા માંગે છે. ત્યારે આ શો માંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શોની નજીકના સૂત્રોએ જણાવ્યું કે, જેનિફરે બે મહિના પહેલા જ શોનું શૂટિંગ બંધ કરી દીધું હતું. તેણીએ 7 માર્ચે શો માટે છેલ્લું શૂટ કર્યું હતું અને દાવો કર્યો હતો કે, "સોહેલ અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ દ્વારા અપમાનિત" થતાં તેણીએ સેટ છોડવો પડ્યો હતો. મળી રહેલી માહિતી અનુસાર અભિનેત્રીએ ખુલાસો કર્યો, "હા, મેં શો છોડી દીધો છે. એ સાચું છે કે મેં આ વર્ષે 6 માર્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો મારો છેલ્લો એપિસોડ શૂટ કર્યો હતો. મારે સેટ છોડવું પડ્યું કારણ કે શ્રી સોહિલ રામાણી અને અન્ય એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજના હાથે મને અપમાનનો સામનો કરવો પડ્યો."
જ્યારે તારક મહેતાના સેટ પર તેના છેલ્લા દિવસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, "7 માર્ચે મારા લગ્નની વર્ષગાંઠ છે. અને તે જ્યારે આ ઘટના બની ત્યારે હોળી હતી. મને સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર દ્વારા ચાર વખત સેટ છોડવાનું કહેવામાં આવ્યું હતું. મારી કારને પાછળ ઉભી રાખીને રોકવાનો પ્રયાસ કર્યો અને મને સેટની બહાર જવા દીધી નહીં. મેં તેમને કહ્યું કે મેં 15 વર્ષથી શોમાં કામ કર્યું છે અને તેઓ મને બળજબરીથી રોકી શકતા નહોતા અને જ્યારે હું જઇ રહી હતી ત્યારે સોહિલે મને ધમકી આપી હતી. જે બાદ મેં અસિત કુમાર મોદી, સોહેલ રામાણી અને જતીન બજાજ વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ નોંધાવ્યો હતો.
ભૂતકાળમાં તેની સાથે બનેલી અન્ય ઘટનાઓનું વર્ણન કરતાં, જેનિફરે કહ્યું, "ભૂતકાળમાં ઘણી એવી ઘટનાઓ બની છે, જેને મેં એવું વિચારીને છોડી દીધી હતી કે વસ્તુઓ બદલાશે." જાતીય સતામણીના મામલે કેસ નોંધાવનાર જેનિફરે દાવો કર્યો કે, "અસિત મોદીએ મારી સાથે કઇવાર સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. શરૂઆતમાં મેં મારી નોકરી ગુમાવવાના ડરથી તેના તમામ નિવેદનોને અવગણ્યા હતા, પરંતુ હવે વધારે થઇ ગયું છે. તેણે મને સેટ પર જબરદસ્તીથી રોકવાનો પ્રયાસ કર્યો અને ગેટ બંધ કરી દીધો. તેઓ આમ કરતા હતા અને મને બહાર જવા દેતા ન હોતા. મેં ફરિયાદ મોકલી હતી. એક મહિના પહેલા અધિકારીઓને મેલ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. હું જાણું છું કે મને જલ્દી ન્યાય મળશે."
આ પણ વાંચો - વિવાદોમાં સપડાઈ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ ફિલ્મ, આસારામ બાપુ ટ્રસ્ટે મોકલી નોટિસ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ