Ahmedabad ના સ્પર્શ બંગલોમાં ત્રાટક્યા લૂંટારા, 3 મકાનોમાંથી....
- અમદાવાદના દાંતલિયા ગામમાં શખ્સોએ કરી ચોરી
- સ્પર્શ બંગ્લોમાં આવેલ 5 મકાનોને બનાવ્યા ટાર્ગેટ
- રોકડ રકમ, દાગીના, મોબાઈલ સહિતની ચોરી
- પોલીસ દ્વારા CCTV કેમેરા તપાસ શરૂ કરી
- સ્પર્શ બંગલોમાં ભાજપ નેતા હાર્દિક પટેલનું છે મકાન
Ahmedabad crime : અમદાવાદ (Ahmedabad crime) ના દાંતલિયા ગામમાં સ્પર્શ બંગ્લોમાં સોમવારે વહેલી સવારે પ્રવેશેલા લૂંટારાઓએ 5 મકાનને ટાર્ગેટ બનાવતા ચકચાર મચી ગઇ છે. લૂંટારાઓએ બંગલા નંબર 47, 30 અને 33માં ચોરી કરી હતી. પોલીસે કહ્યું કે લૂંટારાઓએ 3 મકાનમાં રૂ 9.35 લાખની લૂંટ અને ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો.પોલીસે કહ્યું કે આ લૂંટ કેસમાં દાહોદની ગેંગ હોવાની શક્યતા છે. આરોપીઓએ લૂંટ બાદ તાંત્રિક વિધિ પણ કરી હતી.
સોસાયટીના 3 મકાનોને ટાર્ગેટ બનાવ્યા
અમદાવાદના દાંતલિયા ગામમાં સ્પર્શ બંગ્લોમાં સોમવારે વહેલી સવારે 3થી 4 વાગ્યાની વચ્ચે 8થી 10 લૂંટારા પ્રવેશ્યા હતા અને સોસાયટીના 5 મકાનોને ટાર્ગેટ બનાવ્યા હતા. આ મકાનોમાંથી લૂંટારાઓએ લાખો રુપિયાની લૂંટ ચલાવી હોવાનું જાણવા મળ્યું છે. લૂંટારાઓના આતંકથી સ્થાનિકોમાં ભારે રોષ અને ભય જોવા મળ્યો છે.
આ પણ વાંચો---Jail : રાખડી બાંધીને સાગઠિયાના બહેને આપી ચિઠ્ઠી...!
વૃદ્ધાને બંધક બનાવી
લૂંટારાઓએ એક મકાનમાં રાત્રીના સમયે પ્રવેશીને 80 વર્ષના વસંતબેન ચૌહાણ નામની વૃદ્ધાને બંધક બનાવી હતી અને અંદાજે 10 લાખ રુપિયાની મતાની ચોરી કરી હતી. વૃદ્ધાએ જણાવ્યું કે એક જણાએ આવીને મારુ મોંઢુ દાબાવી સોનાની કંઠી અને બંગડી કાઢી લીધી હતી અને મને બુમો પાડવાની ના પાડી હતી એટલે હું બોલ્યા વગર પડી રહી. એક જણે કબાટ ખોલીને બધુ લેવા લાગ્યો અને પછી જતા રહ્યા. પછી મે બુમો પાડી એટલે બધા દોડી આવ્યા હતા. મે 2 જણાને જોયા અને બીજા આગળ ઉભા હતા અને બધા ભાગીને જતા રહ્યા
સીસી ટીવી કેમેરામાં લૂંટારા જોવા મળ્યા
સોસાયટીના ચેરમેને જણાવ્યું કે અમારી સોસાયટીમાં સીસી ટીવી કેમેરા લગાવેલા છે અને ઓસ્ટ્રેલિયામાં રહેતા સોસાયટીના એક મેમ્બરે સીસી ટીવીમાં જોતાં કંઇક દેખાયું હતું જેથી તેમણે વોચમેનને ફોન કર્યો હતો એટલે અમે બધા તુરત જ દોડી આવ્યા હતા. સીસી ટીવીમાં વહેલી સવારના ગાળામાં 8થી 10 લૂંટારા જોવા મળે છે. અમારી સોસાયટીમાં ઘણા પ્રતિષ્ઠીત લોકો, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ રહે છે.
સૌથી વધુ ચોરી 47 નંબરના મકાનમાં થઇ
ઉલ્લેખનિય છે કે સ્પર્શ બંગલોમાં ભાજપના નેતા હાર્દિક પટેલનું પણ મકાન છે. સૌથી વધુ ચોરી 47 નંબરના મકાનમાં થઇ હોવાનું જાણવા મળે છે. લૂંટારાઓએ લાખો રુપિયાની રોકડ અને મતાની લૂંટ ચલાવી હતી. પોલીસે સીસી ટીવીના આધારે લૂંટારુઓની તપાસ શરુ કરી હતી.
આ પણ વાંચો----દક્ષિણનો દરિયાકાંઠો બન્યો DRUGS પેડલરોનું નવું સરનામું, ATS દ્વારા તપાસ કરાઈ શરૂ