Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લૂંટેરી દુલ્હને લગ્નના સપના બતાવી વિકલાંગ યુવકના ખિસ્સા કર્યા ખાલી, જાણો કેવી રીતે બનાવ્યો શિકાર

અમદાવાદમાં લગ્નવાંચ્છુક યુવકના સપનાઓને તોડીને એક યુવતીએ લાખો રૂપિયાનો ચુનો લગાડ્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ મુંબઈમાં રહેતા અને અગાઉ અમદાવાદમાં રહેતા 29 વર્ષીય વિકલાંગ યુવક સાથે આ ઘટના બની છે. યુવક કોપરની બંગડી બનાવવાનું કામકાજ કરે છે, બે વર્ષ પહેલાં અમદાવાદના ઇસનપુર ખાતે યુવક છૂટકમાં કટલરીનો વેપાર કરતો હતો, તે સમયે અમરાઇવાડીના વિશ્વનાથ નામના વ્યક્તિ સાથે પરિચય થયો હતો. વિàª
લૂંટેરી દુલ્હને લગ્નના સપના બતાવી  વિકલાંગ યુવકના ખિસ્સા કર્યા ખાલી  જાણો  કેવી રીતે બનાવ્યો શિકાર
અમદાવાદમાં લગ્નવાંચ્છુક યુવકના સપનાઓને તોડીને એક યુવતીએ લાખો રૂપિયાનો ચુનો લગાડ્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ મુંબઈમાં રહેતા અને અગાઉ અમદાવાદમાં રહેતા 29 વર્ષીય વિકલાંગ યુવક સાથે આ ઘટના બની છે. યુવક કોપરની બંગડી બનાવવાનું કામકાજ કરે છે, બે વર્ષ પહેલાં અમદાવાદના ઇસનપુર ખાતે યુવક છૂટકમાં કટલરીનો વેપાર કરતો હતો, તે સમયે અમરાઇવાડીના વિશ્વનાથ નામના વ્યક્તિ સાથે પરિચય થયો હતો. વિશ્વનાથે યુવકને લગ્ન કરાવનાર સુરેશભાઈ સાથે મુલાકાત કરાવી હતી. ગત 12 ઓગસ્ટ 2020માં પોતાના ઘર પાસે રહેતા હરીદાસ, રાજુ તથા દિલીપ નામના વ્યક્તિઓ સાથે મુલાકાત કરાવી લગ્ન બાબતની વાતચીત થઈ હતી.
રાજુભાઈએ યુવકને મહારાષ્ટ્રમાં અકોલા ખાતે એક છોકરી હોવાનું જણાવતા યુવકે લગ્નનો ખર્ચ પૂછતા રાજુએ લગ્ન થઈ જાય અને છોકરી તમારા ઘરે આવે ત્યાં સુધીનો 2 લાખ 30 હજારનો ખર્ચ થશે અને છોકરી અમદાવાદ આવી જાય પછી પૈસા આપવાનુ જણાવ્યું હતું. રાજુ યુવકને અને વિશ્વનાથ, સુરેશ, હરિદાસ તેમજ દિલીપભાઈ એક સાથે અકોલા ખાતે છોકરી જોવા ગયા હતા. જ્યાં રાજુએ પોતાના પરિચીત નરેશભાઈને ફોન કરી બોલાવતા તેણે છોકરી બતાવતા પહેલા રૂપિયા 11,000 શુકન પેટે પડાવ્યા હતા. બાદમાં યુવકને નરેશભાઈ નામના વ્યક્તિના ઘરે લઈ જવાયો હતો જ્યાં સુમિત્રા નામની યુવતી અને તેના પરિવાર સાથે મુલાકાત કરાવી હતી.
યુવકે સુમિત્રા પાટીલ સાથે મુલાકાત કરી પોતે અપંગ હોવાનુ જણાવી પોતે કટલરીનો વેપાર કરે છે તેવું જણાવતા સુમિત્રાએ હું મારી મરજીથી તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું તેમ કહ્યું હતું. તે સમયે પણ નરેશભાઈએ યુવતીના હાથમાં 1,100 આપવાનું કહેતા યુવકે પૈસા આપ્યા હતા.બીજા દિવસે આ તમામ લોકો બાપુનગર આવ્યા હતા અને પૈસાની વાત કરી હતી. જેથી યુવકે બાપુનગર ચાર રસ્તા ખાતે 20,000 રૂપિયા રોકડા આપ્યા હતા. બાદમાં ફોટો કોપી કઢાવી પછી કોર્ટમાં લગ્ન કરવા જઈએ તેમ કહી સામેવાળાઓએ 2.20 લાખ લઈ લીધા હતા અને ભાગી ગયા હતા અને ફોન બંધ કરી દીધો હતો.
તમામ શખ્સોએ ફોન ઉપાડી અન્ય 30,000 રૂપિયા અમારા ખાતામાં નાખો તો અમે છોકરીને લઈને ફરીથી આવીશું તેવુ જણાવ્યું હતું. યુવક મહારાષ્ટ્ર ખાતે પણ ગયો જ્યાં તેની પાસે વધુ રૂપિયાની માંગણી કરી યુવતીને 15 દિવસ પછી તમારી સાથે મોકલીશું તેમ કહી ભરોસો અને વિશ્વાસ આપ્યો હતો. જેથી યુવકે લગ્ન કરવાના ઇરાદે 3.88 લાખ રૂપિયા આરોપીઓને ચૂકવ્યા હતા. સુમિત્રા પાટીલે યુવકને ફોન કરી હું દિવાળી પછી આવું છું, તમે મને કપડાં ખરીદવા અને જ્વેલરી ખરીદવા પૈસા આપો તેવુ કહીને પૈસા પડાવ્યા અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.
યુવતી ઘરે ન આવતા યુવકે પૈસા પરત માંગતા તમામ આરોપીઓએ ફોન ઉપર ગાળો બોલી જાનથી મારવા મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં પગ મૂકીશ તો તને મારી નાખીશું. આ મામલે યુવકે મલકાપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જે મામલે યુવતીએ 15 દિવસ પછી આવી જઈશ તેવું કહેતા સમાધાન થયું હતું. પરંતુ ઘણાં દિવસો સુધી રાહ જોવા છતાં પણ યુવતી ન આવતા આરોપી નરેશ, કલ્યાણીબહેન, સુમિત્રા પાટીલ અને તેનો બનેવી સંજય, વિમળા માસી અને સંજય અકોલા વાળો નામના શખ્સોએ 3.88 લાખ પડાવી લગ્ન ન કરી છેતરપિંડી આચરતા બાપુનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
Advertisement
Tags :
Advertisement

.