ભારે વરસાદના કારણે રાજ્યમાં રસ્તાઓ બંધ તો ક્યાંક વીજળી ગુલ..!
છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં પડી રહેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે ઠેર ઠેર તારાજીના દ્રષ્યો જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છ તથા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદથી...
છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં પડી રહેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે ઠેર ઠેર તારાજીના દ્રષ્યો જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છ તથા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદથી 218 રસ્તા બંધ છે જ્યારે એસટી બસના 104 રુટ બંધ કરાયા છે. રાજ્યના 23 ગામમાં વીજળી ગુલ થઇ ગઇ છે.
ભારે વરસાદથી 218 રસ્તા બંધ કરી દેવાયા
રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને 2 જુલાઇથી સુધી ભારે વરસાદ રહેવાની વકી છે. હાલ તો ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. રાજ્યમાં ભારે વરસાદથી 218 રસ્તા બંધ કરી દેવાયા છે જેમાં 9 સ્ટેટ હાઈવે છે જ્યારે પંચાયત હસ્તકના 198 રોડ બંધ કરવામાં આવ્યા છે. સૌથી વધુ નવસારી જિલ્લામાં 67 રસ્તા હાલ બંધ છે જ્યારે વલસાડમાં 54, તાપીમાં 22, સુરતમાં 25 માર્ગ બંધ છે. વરસાદના કારણે ડાંગમાં 14 અને જૂનાગઢમાં 13 માર્ગ બંધ છે.
23 ગામમાં વીજળી ગુલ
બીજી તરફ ભારે વરસાદથી રાજ્યમાં 23 ગામમાં વીજળી ગુલ થઇ ગઇ છે. પાણી ભરાવાના કારણે ક્યાંક અગમચેતીના ભાગરુપે વીજળી બંધ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ જાફરાબાદના 10, અંજારમાં 9, ભુજમાં 1 ગામમાં વીજળી ગુલ છે જ્યારે ઉનામાં 2, જુનાગઢના 1 ગામમાં વીજળી ગુલ થઇ ગઇ છે. પાણી ઓસરતાં વીજ પુનસ્થાપનનું કાર્ય શરુ કરવામાં આવશે.
STના 32 રૂટની 104 ટ્રીપ વરસાદના કારણે બંધ
વરસાદના કારણે એસટી સેવાને પણ અસર થઇ છે. રસ્તાઓ પર પાણીનો અવિરત પ્રવાહ જોવા મળતાં એસ.ટી.વિભાગે અગમચેતીના ભાગરુપે રાજ્યમાં 32 રુટ બંધ કરી દીધા છે. STના કુલ 32 રૂટની 104 ટ્રીપ વરસાદના કારણે બંધ કરી દેવાઇ છે જેમાં જામનગર જિલ્લામાં સૌથી વધુ 64 ટ્રીપ રદ કરાઈ છે જ્યારે જુનાગઢ જિલ્લામાં 31, દ્વારકા જિલ્લામાં 5 ટ્રીપ રદ કરાઈ છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 2 રૂટ પર 4 ટ્રીપ રદ કરી દેવાઇ છે.
Advertisement