Uttarakhand: ભૂસ્ખલન થવાના કારણે કેદારનાથ ધામ તરફ જતો રસ્તો બંધ
ચોમાસાની સાથે આવેલા વરસાદે ઉત્તરાખંડ(Uttarakhand)માં હાહાકાર મચાવ્યો છે. એક તરફ ડુંગરાળ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓ ઉભરાઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ ભૂસ્ખલન ( landslides)ને કારણે, રસ્તાઓ પર કાટમાળ જમા થઈ ગયો છે. જેના કારણે સામાન્ય જનજીવન ભારે પરેશાન થઈ ગયું...
ચોમાસાની સાથે આવેલા વરસાદે ઉત્તરાખંડ(Uttarakhand)માં હાહાકાર મચાવ્યો છે. એક તરફ ડુંગરાળ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓ ઉભરાઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ ભૂસ્ખલન ( landslides)ને કારણે, રસ્તાઓ પર કાટમાળ જમા થઈ ગયો છે. જેના કારણે સામાન્ય જનજીવન ભારે પરેશાન થઈ ગયું છે, જ્યારે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે માહિતી મળી રહી છે કે ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ (Kedarnath Dham) તરફ જતો રસ્તો પથ્થરનો કાટમાળ પડવાને કારણે બંધ થઈ ગયો છે.
ગુપ્તકાશી-ગૌરીકુંડ હાઈવે સંપૂર્ણ રીતે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો
મળતી માહિતી મુજબ, ઉત્તરાખંડમાં ચૌકી ફાટા નીચે તરસાલી પાસે પહાડી પરથી રસ્તા પર ખડકો અને કાટમાળ પડ્યો છે. જેના કારણે કેદારનાથ ધામ તરફ જતો ગુપ્તકાશી-ગૌરીકુંડ હાઈવે સંપૂર્ણ રીતે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના કારણે લગભગ 60 મીટર લાંબો રસ્તો ક્ષતિગ્રસ્ત થયો છે. સાથે જ રોડ પર મોટો પથ્થર પડી જવાથી રસ્તો બંધ થઈ ગયો છે.
Uttarakhand | The Guptkashi-Gaurikund highway leading to Kedarnath Dham has been completely blocked for traffic due to falling of rocks and debris from the hill near Tarsali under Chowki Phata. About 60 meters of the road damaged. pic.twitter.com/W0ENUIm6x4
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 11, 2023
Advertisement
પથ્થરો પડતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
ગુપ્તકાશી-ગૌરીકુંડ હાઈવે પર આ ભૂસ્ખલનની માહિતી મળતાની સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા રસ્તાના સમારકામ તેમજ કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ પ્રશાસનનું કહેવું છે કે રોડ પર પડેલા કાટમાળને કારણે જાવડી અને તિલવારા પોલીસ ચોકીઓમાંથી મુસાફરોને માર્ગ નાકાબંધી અંગે માહિતી આપવામાં આવી રહી છે. આ સાથે મુસાફરોને સલામત સ્થળે રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.
હવામાન વિભાગનું રેડ એલર્ટ
તમને જણાવી દઈએ કે આ પહેલા કોટદ્વાર, ઉત્તરાખંડ, કોટદ્વાર-દુગડ્ડા નેશનલ હાઈવે અને પૌરી જિલ્લામાં સિદ્ધબલીથી અમસૌરમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે રસ્તા પર પાણી જમા થઈ ગયા હતા. જેની સફાઈ માટે 6 જેસીબી મશીન કામે લાગ્યા હતા. હાલમાં, હવામાન વિભાગે ઉત્તરાખંડમાં 10 થી 14 ઓગસ્ટ સુધી વરસાદ માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે.