Pakistan ના પંજાબમાં દુઃખદ Road Accident, 5 બાળકો સહિત એક જ પરિવારના 13 લોકોના મોત...
Pakistan Road Accident : પાકિસ્તાન (Pakistan)ના પંજાબ પ્રાંતમાં શનિવારે એક મિની ટ્રક ખાડામાં ખાબકી જતાં તેમાં મુસાફરી કરી રહેલા પાંચ બાળકો સહિત એક પરિવારના ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં અન્ય નવ લોકો ઘાયલ થયા છે. બચાવ કાર્યમાં લાગેલા અધિકારીઓએ અકસ્માત (Accident)ની માહિતી આપી છે. અકસ્માત (Accident)ને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માત (Accident) બાદ સ્થાનિક લોકોએ પણ લોકોને મદદ કરી હતી.
આ ટ્રક ખૈબર પખ્તુનખ્વાથી પંજાબ આવી રહી હતી...
રેસ્ક્યુ-1122 અનુસાર, આ મિની ટ્રક ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાંથી પંજાબના ખુશાબ જિલ્લા તરફ આવી રહી હતી, ત્યારે આ અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માત (Accident) લાહોરથી લગભગ 250 કિલોમીટર દૂર ખુશાબના પેંચ પીર વિસ્તારમાં થયો હતો. મળતી માહિતી મુજબ, એક વળાંક પર મિની ટ્રક રસ્તા પરથી સરકીને ખાડામાં પડી જતાં આ અકસ્માત (Accident) થયો હતો.
આ કારણે અકસ્માત સર્જાયો...
એક અધિકારીએ જણાવ્યું કે, "પાંચ બાળકો સહિત 13 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે." નવ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.'' કેટલાક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મિની ટ્રકના ડ્રાઈવરે વધુ ઝડપને કારણે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે આ અકસ્માત (Accident) થયો હતો.
CM નવાઝે દુઃખ વ્યક્ત કર્યું...
પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે આ દુર્ઘટનામાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. નવાઝે અધિકારીઓને સૂચના આપી છે કે અકસ્માત (Accident)માં ઘાયલ લોકોને વધુ સારી સારવારની સુવિધા પૂરી પાડવામાં આવે.
આ પણ વાંચો : Video : Taiwan ની સંસદમાં જોરદાર હંગામો, સાંસદોએ એકબીજા સાથે કરી છૂટા હાથની મારામારી…
આ પણ વાંચો : Kyrgyzstan Riots: 10 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ પર Kyrgyzstani લોકોએ કર્યો હુમલો
આ પણ વાંચો : India-Russia વચ્ચે મોટો કરાર થવા જઈ રહ્યો છે, રશિયામાં ભારતીયોને વીઝા ફ્રી એન્ટ્રી મળશે…