Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Road Accident : ડ્રાઈવરની બેદરકારીના કારણે કન્ટેનર અને મિની ટ્રક વચ્ચે અકસ્માત, 6 ના મોત

આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં શુક્રવારે એક કન્ટેનર અને મિની ટ્રક વચ્ચે અકસ્માત (Road Accident) સર્જાયો છે. આ અકસ્માત (Road Accident)માં છ લોકોના મોત થયા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ બની હતી. બંને વાહનોના...
road accident   ડ્રાઈવરની બેદરકારીના કારણે કન્ટેનર અને મિની ટ્રક વચ્ચે અકસ્માત  6 ના મોત

આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં શુક્રવારે એક કન્ટેનર અને મિની ટ્રક વચ્ચે અકસ્માત (Road Accident) સર્જાયો છે. આ અકસ્માત (Road Accident)માં છ લોકોના મોત થયા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ બની હતી. બંને વાહનોના ચાલકો અને ત્રણ અન્ય લોકોની ઘટનાસ્થળે જ મોત થઇ ગઈ જ્યારે એક અન્યને હોસ્પિટલમાં લઈ જતા મોત થયું હતું. અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટના સમયે એક વાહનમાં 10 લોકો સવાર હતા જ્યારે બીજા વાહનમાં એક ચાલક અને એક સહાયક બેઠો હતો. ઘટનાની તપાસ ચાલુ છે.

Advertisement

મછલીપટ્ટમના DSP સુભાનીએ કહ્યું કે, "લાકડીઓ લઈ જતા ટ્રેક્ટરને ઓવરટેક કરતા સમયે મિની ટ્રક કન્ટેનર સાથે અથડાયો હતો. પાંચ લોકોની ઘટનાસ્થળે જ મોત થઇ ગયા જ્યારે અન્ય હોસ્પિટલ લઇ જતા મૃત્યુ પામ્યા હતા. વિસ્તૃત જાણકારી હજુ પ્રાપ્ત થઇ નથી.

Advertisement

મિની ટ્રકને ભારે નુકસાનન થયું...

આ અકસ્માત (Road Accident) બાદનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે મિની ટ્રક અને કન્ટેનર બંનેનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત છે. અકસ્માત (Road Accident)નું કારણ મિની ટ્રકના ચાલકની બેદરકારી અથવા ઉતાબળ હોવાનું માનવામાં આવે છે. અહીં એક ટ્રેક્ટર લાકડાઓ લઈને જઈ રહ્યું હતું. આ ટ્રેક્ટરને ઓવરટેક કરવા માટે મિની ટ્રકના ચાલકે પોતાનું વાહન સામેની લેનમાં મુક્યું હતું, પરંતુ સામેથી આવતા કન્ટેનર પર ધ્યાન આપ્યું નહતું. તે સમયસર ટ્રેક્ટરને ઓવરટેક કરી શક્યો નહતો. આવી સ્થિતિમાં મિની ટ્રક સામેથી આવતા કન્ટેનર સાથે અથડાઈ હતી. જોરદાર ઝડપે ટક્કર થઇ હતી. જેના કારણે અકસ્માત (Road Accident)નો ભોગ બનેલા 12 લોકોમાંથી છના મોત થયા છે અને અન્ય ગંભીર રીતે ઘાયલ છે.

Advertisement

આ પણ વાંચો : Kuwait Fire : કુવૈતથી એર્નાકુલમ પહોંચ્યા 45 ભારતીયના મૃતદેહ…

આ પણ વાંચો : Delhi : 15 કલાક પછી પણ ચાંદની ચોકની આગ ન ઓલવાઈ, કરોડોનો સામાન બળીને ખાખ Video

આ પણ વાંચો : ગઠબંધનમાં વધતી તકરારના કારણે Maharashtra ની રાજનીતિ ગરમાઈ, BJP સરકાર પડી ભાંગે તેવી શક્યતા!

Tags :
Advertisement

.