Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rishabh Pant : IPL ના ઇતિહાસમાં જે રસલ અને ગેલ ન કરી શક્યા તે રિષભ પંતે કરી બતાવ્યું

Rishabh Pant : ગંભીર અકસ્માત (Serious Accident) માંથી બહાર આવેલા રિષભ પંતે બુધવારની રાત્રીએ દિલ્હીના મેદાન પર સુનામી (Tsunami) લાવી દીધી હતી. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે IPL 2024ની 40મી મેચમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે બેટિંગમાં આવ્યા બાદ...
rishabh pant   ipl ના ઇતિહાસમાં જે રસલ અને ગેલ ન કરી શક્યા તે રિષભ પંતે કરી બતાવ્યું

Rishabh Pant : ગંભીર અકસ્માત (Serious Accident) માંથી બહાર આવેલા રિષભ પંતે બુધવારની રાત્રીએ દિલ્હીના મેદાન પર સુનામી (Tsunami) લાવી દીધી હતી. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે IPL 2024ની 40મી મેચમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે બેટિંગમાં આવ્યા બાદ એક પણ બોલરને છોડ્યો નહોતો. મેચમાં રિષભ પંતે (Rishabh Pant) વિસ્ફોટક બેટિંગ કરી અને બોલરોને ધોઇ નાખ્યા હતા. જોકે, પંતે તેની વિસ્ફોટક ઇનિંગ્સમાં એક પછી એક સિક્સ ફટકારી હતી, પરંતુ આજે તેના સિક્સર કરતાં તેના ચોગ્ગાની વધુ ચર્ચા થઈ રહી છે.

Advertisement

ગુજરાત સામે પંતનું જોવા મળ્યું તોફાન

દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત બુધવારે રાત્રે ગુજરાત ટાઇટન્સ સામે IPL 2024ની 40મી મેચમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. ગુજરાત ટાઈટન્સ સામે મેચ વિનિંગ ઇનિંગ્સ રમતી વખતે પંતે 43 બોલમાં 5 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગાની મદદથી અણનમ 88 રન બનાવ્યા હતા. આ દરમિયાન પંતે ગુજરાતના ઝડપી બોલર મોહિત શર્માનો સામનો કર્યો હતો. તેણે આ ગુજરાત ટાઈટન્સ બોલરને એટલો હરાવ્યો કે IPL ના ઈતિહાસમાં કોઈ પણ બેટ્સમેન કોઈ બોલરને આટલી મેચમાં હરાવ્યા નહીં હોય. હા, પંતે આ દરમિયાન આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો રેકોર્ડ પણ તોડ્યો હતો. આ પહેલા IPLના ઈતિહાસમાં એક જ બોલર સામે એક મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કિંગ કોહલીના નામે હતો. વિરાટે IPL 2013માં ઉમેશ યાદવ સામેની મેચમાં 17 બોલમાં 52 રન બનાવ્યા હતા. આ પછી ઘણા બેટ્સમેનોએ એક બોલરને નિશાન બનાવ્યો, પરંતુ કોહલીનો રેકોર્ડ કોઈ તોડી શક્યું નહીં. પરંતુ હવે 11 વર્ષ બાદ રિષભ પંતે ઈતિહાસ રચીને વિરાટ કોહલીના આ રેકોર્ડને તોડી નાખ્યો છે. મોહિત શર્મા સામેની આ મેચમાં રિષભ પંતે 18 બોલમાં 62 રન બનાવ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ બોલર સામેની મેચમાં બેટ્સમેને બનાવેલા આ સૌથી વધુ રન છે.

Advertisement

IPL મેચમાં બોલર સામે બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન

62(18) - રિષભ પંત vs મોહિત શર્મા, 2024
52(17) - વિરાટ કોહલી vs ઉમેશ યાદવ, 2013
51(16) - હાશિમ અમલા vs લસિથ મલિંગા, 2017
48(18) - કેએલ રાહુલ vs ડેલ સ્ટેન, 2020
47(15) - કિરોન પોલાર્ડ vs સેમ કુરાન, 2019
47(18)- કિરોન પોલાર્ડ vs અમિત મિશ્રા, 2014

આ સિવાય રિષભ પંતે એક મેચમાં બોલર સામે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. DC vs GT મેચમાં પંતે મોહિત શર્મા સામે કુલ 7 સિક્સર ફટકારી હતી. અગાઉ રસેલ, અય્યર, કોહલી, પોલાર્ડ અને ગેલ જેવા મહાન ખેલાડીઓએ કોઈપણ એક બોલર સામે સૌથી વધુ 6 છગ્ગા ફટકાર્યા હતા.

Advertisement

IPL મેચમાં બોલર સામે બેટ્સમેન દ્વારા સૌથી વધુ છગ્ગા

7 - પંત vs મોહિત, 2024 (18 બોલ)
6 - રસેલ vs શમી, 2017 (9 બોલ)
6 - એસ ઐયર vs માવી, 2019 (10 બોલ)
6 - કોહલી vs કરિઅપ્પા, 2016 (14 બોલ)
6 - રસેલ vs બ્રાવો, 2018 (14 બોલ)
6 - પોલાર્ડ vs એસ કુરાન, 2019 (15 બોલ)
6 - ગેલ vs રશીદ, 2018 (16 બોલ)

આ સાથે જ મોહિત શર્માએ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો સ્પેલ બોલ કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. મોહિતે આ મેચમાં પોતાની 4 ઓવરના ક્વોટામાં કુલ 73 રન ખર્ચ્યા હતા. IPLના ઈતિહાસમાં આ પહેલા ક્યારેય કોઈ બોલરે એક મેચમાં આટલા રન આપ્યા નથી. આ પહેલા આ રેકોર્ડ બાસિલ થમ્પીના નામે હતો જેણે એક મેચમાં 70 રન ખર્ચ્યા હતા.

IPL મેચમાં સૌથી વધુ રન આપનાર બોલરો

0/73 - મોહિત શર્મા વિ ડીસી*
0/70 - બેસિલ થમ્પી વિ આરસીબી
0/69 - યશ દયાલ વિ કેકેઆર
1/68 - રીસ ટોપલી વિ SRH
0/66 - Kwena Mafaka vs SRH
1/66 - અર્શદીપ સિંહ વિ MI
0/66 - મુજીબ ઝદરાન વિ SRH
0/66 - ઈશાંત શર્મા વિ CSK

ઉલ્લેખનીય છે કે, ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલ્સે 4 વિકેટે 224 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. દિલ્હી તરફથી પંત અને અક્ષર પટેલે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 113 રનની સદીની ભાગીદારી કરી હતી. પટેલે 43 બોલમાં 5 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 66 રનની ઇનિંગ રમી હતી. પંતે 43 બોલમાં પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 88 રનનો તોફાની સ્કોર રમ્યો હતો. તેમના સિવાય જેક ફ્રેઝર-મેકગર્કે 23 રનની અણનમ ઇનિંગ રમી હતી અને ટ્રિસ્ટન સ્ટબ્સે 7 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 26 રનની અણનમ ઇનિંગ રમી હતી. ગુજરાત ટાઇટન્સ તરફથી સંદીપ વારિયરે ત્રણ અને નૂર અહેમદે 1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો - DC vs GT: શ્વાસ થંભાવી દેતી મેચમાં દિલ્હીનો વિજય

આ પણ વાંચો - Happy Birthday Sachin Tendulkar : મહાન સંગીતકારના નામથી મળ્યું નામ, આજે ક્રિકેટ તેના નામથી ઓળખાય છે

Tags :
Advertisement

.