ઉસ્તાદ ઝાકિર હુસૈનની જીવનગાથા વાંચીને તમે પણ બોલશો, વાહ ઉસ્તાદ વાહ
- 12 વર્ષની ઉંમરે તેમણે અમેરિકામાં પરફોર્મ કર્યું
- Ustad Zakir Hussain ની પ્રથમ કમાણી રુ. 5 હતી
- ટૂંક સમયમાં પશ્ચિમી સંગીતને પણ સ્વીકારવાનું શરૂ કર્યું
RIP Ustad Zakir Hussain : જગવિખ્યાત tabla player Ustad Zakir Hussain નું 73 વર્ષની વયે અમેરિકામાં નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી Ustad Zakir Hussain હૃદય સંબંધિત બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. ત્યારે તેમને સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે વર્ષો પહેલા તેમને હૃદય સંબંધિત બીમારીને કારણે તેમના હૃદયમાં એક સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં સારવાર દરમિયાન પણ તેમની તબીયત ગંભીર રીતે જાણવા મળી રહી હતી. ત્યારે આજરોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે તબલાવાદક Ustad Zakir Hussain ના જીવનયાત્રા પર એક નજર કરીએ....
12 વર્ષની ઉંમરે તેમણે અમેરિકામાં પરફોર્મ કર્યું
9 માર્ચ 1951ના રોજ મુંબઈના માહિમમાં Ustad Zakir Hussain નો જન્મ થયો હતો. તેમના માતા-પિતાનું નામ તબલાવાદક અલ્લાહ રખા અને બાવી બેગમ હતું. Ustad Zakir Hussain એ નાની વયે તબલા વગાડવાનું શરૂ કર્યું હતું. Zakir Hussain જ્યારે માત્ર 3 વર્ષના હતા ત્યારે તેમના પિતા પાસેથી મૃદંગ વગાડવાનું શીખ્યા હતા. તે પછી 12 વર્ષની ઉંમરે Ustad Zakir Hussain એ અમેરિકામાં એક કોન્સર્ટમાં પરફોર્મ કરવાનું શરૂ કર્યું હતું. જોકે Zakir Hussainે મુંબઈના માહિમની સેન્ટ માઈકલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. જ્યારે તેણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તે ઉપરાંત Ustad Zakir Hussain એ વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી સંગીતમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી. જે બાદ તેઓ સિતારવાદક રવિશંકર સાથે અમેરિકા ગયા હતા.
આ પણ વાંચો: Zakir Hussain Passed Away : વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ
Ustad Zakir Hussain ની પ્રથમ કમાણી રુ. 5 હતી
ઓલ-સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા માટે Zakir Hussain ને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામાએ વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું હતું. વધુમાં તબલાવાદક હોવા ઉપરાંત ઝાકિરે ઘણી ફિલ્મો પણ કરી હતી. તેમણે 12 જેટલી ફિલ્મો કરી હતી. Zakir Hussain એ તેમની કારર્કીદિની શરૂઆતમાં પંડિત રવિશંકર, ઉસ્તાદ અલી અકબર ખાન, બિસ્મિલ્લા ખાન, પંડિત શાંતા પ્રસાદ અને પંડિત કિશન મહારાજને મળ્યા હતા. તો Zakir Hussain એ ની પ્રથમ કમાણી રુ. 5 હતી.
ટૂંક સમયમાં પશ્ચિમી સંગીતને પણ સ્વીકારવાનું શરૂ કર્યું
Zakir Hussain એ ઘણા વિદેશી પ્રખ્યાત સંગીતકારો સાથે કામ કર્યું હતું. પ્રખ્યાત પોપ બેન્ડ ધ બીટલ્સ સાથે તેમણે સ્ટેજ શેર કર્યું હતું. તેમણે 1971 માં અમેરિકન સાયકાડેલિક બેન્ડ શાંતિ સાથે પણ રેકોર્ડિંગ કર્યું હતું. તેમના અવસાનથી ભારતીય અને વૈશ્વિક સંગીત જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. Zakir Hussain એ તેમની કારકિર્દીની શરૂઆત પરંપરાગત ભારતીય શાસ્ત્રીય સંગીતથી કરી હતી, પરંતુ તેમણે ટૂંક સમયમાં પશ્ચિમી સંગીતને પણ સ્વીકારવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: ભારતીયોનો મસીહા વર્ષો બાદ સિનેમાઘરોમાં "Fateh" કરવા માટે છે તૈયાર