Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Modi In USA : અમેરીકામાં મોદીજીના આગમનને લઈને ઉત્સાહ, આ રેસ્ટોરન્ટે તૈયાર કરી 'મોદી થાલી'

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સોમવારે અમેરીકાના પ્રવાસે ગયા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો (Narendra Modi) અમેરીકાનો પ્રવાસ ખુબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીન 3 દિવસના અમેરીકાનના પ્રવાસમાં બંને દેશો વચ્ચે અનેક મહત્વની ડીલ થવાની છે. મોદીજીના આગમને લઈ ઉત્સાહ...
05:31 PM Jun 20, 2023 IST | Viral Joshi

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સોમવારે અમેરીકાના પ્રવાસે ગયા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો (Narendra Modi) અમેરીકાનો પ્રવાસ ખુબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીન 3 દિવસના અમેરીકાનના પ્રવાસમાં બંને દેશો વચ્ચે અનેક મહત્વની ડીલ થવાની છે.

મોદીજીના આગમને લઈ ઉત્સાહ

મોદીજીના આગમનને લઈને અમેરીકામાં વસતા ભારતીયોમાં ભારે ઉત્સાહ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અહીં ભારતીય મુળના લોકોને સંબોધિત કરવાના છે. બંને દેશોના સારા સંબંધોથી ભારતીયોને ઘણો ફાયદો થશે ત્યારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અહીં વસતા ભારતીયો આતુર છે કારણ કે વડાપ્રધાનશ્રી મોદી અહીં સ્ટેટ ગેસ્ટ બન્યા છે.

'મોદી થાલી'

ગુજરાતીઓ અને ભારતીયો મોદીજીની સ્ટેટ ગેસ્ટ વિઝિટને યાદગાર બનાવવા પ્રયાસ કરી રહ્યાં છે. લોકો ખૂબ જ ઉત્સાહિત છે. અહીંની શાકાહારી હોટેલ ચેઈન ઓનેસ્ટે ગુજરાતી થેપલા, ખમણ, ખાંડવી, ઢોકળા અને મીઠા પાન સાથે મોદી થાલી (Modi Thali) તૈયાર કરી છે. આ વિસ્તારમાં 500 ગુજરાતી પરિવારો રહે છે અને મોદી થાલીને (Modi Thali) ગુજરાતી લોકો આરોગવા આવે છે.

ન્યૂયોર્કમાં વર્ષોથી સ્થાયી થયેલા અને મોદી થાલી ટેસ્ટ કરવા આવેલા રાધિકાબેને ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીત કરતા જણાવ્યું કે, મોદીજી અહીં આવી રહ્યાં છે તો ઓનેસ્ટે મોદી થાલી તૈયાર કરી છે. અમે તેને ટેસ્ટ કરવા આવ્યા છીએ. મોદીજીને જે પસંદ છે તે આ થાળીમાં છે તેથી અમે પણ આ થાળીનો સ્વાદ માણવા આવ્યા છીએ.

PM ભારતીયો માટે ઘણું કરી રહ્યાં છે

તેમણે મોદીજી વિશે વાત કરતા જણાવ્યું કે, મોદીજી પહેલી વખત અહીં મેડીસિન્સ સ્ક્વેર ગાર્ડનમાં આવ્યા હતા ત્યારે હું ગઈ હતી. તેમને જોયા. તેમના કામ જોયા. તેઓ અમારા ઈન્સ્પિરેશન છે. તેમના કારણે અમને US સમ્માન મળે છે. તેમના કારણે અમને ભારતીય હોવાનો ગર્વ થાય છે. તેમના કારણે હવે વિશ્વમાં આપણી નોંધ લેવાય રહી છે. તેઓ આવી રહ્યાં હોવાથી અમે ખુબ ખુશ છીએ અને તેઓ ભારતીયો માટે ઘણું કરી રહ્યાં છે.

ભારતની દુનિયામાં નોંધ લેવાઈ રહી છે

તેમણે જણાવ્યું કે, તેમની આ ઐતિહાસિક મુલાકાતથી બંને દેશોના સંબંધો ખુબ વધારે મજબુત થશે. પહેલા જે ભારતની છાપ હતી તે સુધરી છે. હવે ભારત મજબુત દેશ બન્યો છે. ભારતીયોની દુનિયામાં નોંધ લેવાઈ રહી છે. ભારત શક્તિશાળી દેશ બન્યો છે.

આવનારા સમયમાં ભારત અમેરીકાની સમકક્ષ થશે?

તેમણે કહ્યું કે, ચોક્કસથી થશે કારણ કે જે અહીં આપણાં લોકો દરેક પ્રોફેશનમાં છે ત્યાંથી આપણાં લોકો અહીં આવે છે. પ્રોગ્રેસ કરે છે. જો ભારતમાં જ આવી તકો નિર્માણ પામશે તો ચોક્કસથી ત્યાં જ લોકો વધારે પ્રાધાન્ય આપશે. મોદીજી આવી રહ્યાં છે તો અમે ખુબ ખુશ છીએ. અમે વિવિધ પ્લાનિંગ કરી રહ્યાં છે. જેમ કે આ ઓનેસ્ટવાળાએ મોદી થાળી તૈયાર કરી છે, ખુબ એક્સાઈટેડ છીએ.

મોદીજીએ ભારતને સશક્ત ભારત બનાવ્યું છે?

તેમણે જણાવ્યું કે, તેમણે જે કામ કર્યું છે તે દેખાય છે અને દેશ આગળ વધી રહ્યો છે અને મજબુત બની રહ્યો છે.

અમેરીકન્સ ભારતીયો માટે શું વિચારે છે?

અમેરીકન્સ લોકો ઈન્ડિયન્સને અગાઉ કરતા વધારે રિસ્પેક્ટથી જોવે છે અને ભારતીય લોકોએ અહીં ખુબ પ્રોગ્રેસ કર્યું છે અને તે ભારતીયો પર ડિપેન્ડ પણ વધારે છે.

લોકો ખાસ મોદી થાલી માટે આવે છે: માલિક

ઓનેસ્ટના માલિકે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મોદી સાહેબ આવી રહ્યાં છે તેથી અમે વિચાર્યું કે મોદી થાલી કેમ ના બનાવવામાં આવે. આ થાલીમાં ખાંડવી, ખમણ-ઢોકળા, થેપલા, આલ્મન્ડ શ્રીખંડ, ભીંડી કઢી, પનીરની સબ્જી, બટેટાની સબ્જી, દાળ-ભાત છે. અમારા વિસ્તામાં 500 ગુજરાતી પરિવારો રહે છે જેમાંથી 300 પરિવારો તો પ્યોર ગુજરાતી છે. સૌને ખબર પડી મોદી થાળી એટલે તેઓ આ થાળી આરોગવા આવે છે. યોગા થવાના છે તે સારી વાત છે અને મોદીજી વ્હાઈટ હાઉસમાં જવાના છે એ તો સૌથી મોટી અને મહત્વની વાત છે. વડાપ્રધાનશ્રીએ જે દેશમાં નામ કર્યું છે ગર્વથી એક એક રૂવાડું ઉભું થઈ જાય છે. હું તો કહું છું, આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ. જય ભારત.

મોદી હૈ તો મુમકીન હૈ, મુમકીન સબ મોદી કરેંગે

મોદીજી વડાપ્રધાન બન્યા બાદ તમને શું લાગે છે દેશનો કેટલો વિકાસ થયો છે એ સવાલ પણ તેમણે જણાવ્યું કે, ખુબ વિકાસ થયો છે. આજે રેલવેનો કેવો વિકાસ થયો છે. ત્રણ-ચાર કલાકમાં મુંબઈથી અમદાવાદ પહોંચી જવાય છે. માત્ર રેલવે નહી હાઈ-વેનો પણ વિકાસ થયો છે. દરેક ઈચ્છે છે કે ભારતની છાપ સુધરે અને લોકોને અંદરથી બળ મળે છે કે મોદી હૈ તો મુમકીન હૈ, મુમકીન સબ મોદી કરેંગે. અમને પણ ગર્વ છે. હું 25 વર્ષથી ન્યૂયોર્કમાં છે.

અમેરીકન્સ ભારત માટે શું વિચારે છે?

અમેરીકન્સ વિચારે છે કે જે શક્તિ મોદીમાં છે તે દુનિયાના અત્યારના કોઈને નેતામાં નથી. કોઈ વડાપ્રધાનમાં આવી તાકત નથી. જો મોદીજી આગળ સુધી વડાપ્રધાન રહ્યાં તો મારા ખ્યાલથી દુનિયામાં અનેક ફેરફાર આવશે. દરેક દેશના વડાપ્રધાન ઈચ્છે છે કે મોદી રહે.

મોદી પાન પણ તૈયાર કર્યું

મોદી પાન વિશે તેમણે જણાવ્યું કે, અહીં અમે પાન શોપ ખોલી છે જેનું નામ છે 'પાનઘર' છે. આ જગ્યાએ અમે મોદીજીનું પાન આપીશું. સાદી ઈલાયચી, ઠંડક તેજ અહીં વધારે જે લોકો ખાય છે તે પણ બનાવવાના છીએ. અમે આને મોદી પાન તરીકે પ્રેઝન્ટ કરવાના છીએ. આ બધુ મોદીજી માટે કરવાના છીએ કારણ કે અહીં ગુજરાતી ઘણાં લોકો છે. આના કારણે અનેક લોકો અમારી રેસ્ટોરન્ટમાં આવે છે.

કોણે તૈયાર કરી 'મોદી થાલી'?

અહીં ઓનેસ્ટમાં નોકરી કરતા ગુજરાતના ગોજારીયાના રહેવાસી અને મોદી થાળી તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા ભરતભાઈ સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, હું અહીં સાત વર્ષથી છું અમે બધાએ સાથે મળીને આ થાળી તૈયાર કરી છે. મોદીજી આવશે એટલે અમે તેમને મળવા જોવાના છીએ.

આ પણ વાંચો : PM MODI અમેરિકા અને ઇજીપ્તની મુલાકાતે, વાંચો સમગ્ર યાત્રાનું SCHEDULED

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AmericaHonest RestaurantIndiaJoe BidenModi In USAModi ThaliModi US Visitpm narendra modi
Next Article