PM મોદીનો વિરોધ કરનારા અમેરીકન મુસ્લિમ સાંસદની ભારતના આ નેતાએ બોલતી બંધ કરી
અમેરીકન કોંગ્રેસના સંયુક્ત સત્રમાં વડાપ્રધાન મોદીના સંબોધન પહેલા અમેરીકન ડેમોક્રેટિક પાર્ટીના બે મુસ્લિમ મહિલા સાંસદ ઈલ્હાન ઉમર અને રાશિદા તલીબે વડાપ્રધાન મોદીના સંબોધનને બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી બંને મુસ્લિમ સાંસદોએ આરોપ લગાવ્યો કે મોદી સરકારે ભારતમાં અલ્પ સંખ્યકોનું દમન કર્યું છે.
I belong from religious Minority Of India but I live freely with my religious freedom and religious identity in Prime Minister Narendra Modi's India, I have equal share in every resource here, I have the freedom to speak whatever I want in India.
I also have the freedom to write… https://t.co/Op2f7W95OS— Atif Rasheed (@AtifRasheed80) June 21, 2023
ડેમોક્રેટિક સાંસદના આ આરોપ પર ભારતના રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ આતિફ રશીદે વળતોપ્રહાર કરતા કહ્યું કે, હું ભારતના લઘુમતિ સમુદાયમાંથી આવું છું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતમાં પોતાની ધાર્મિક સ્વતંત્રતા અને ધાર્મિક ઓળખ સાથે સ્વતંત્ર રીતે રહું છું. અહીંના પ્રત્યેક સંસાધનમાં મારી સરખી ભાગીદારી છે. મને ભારતમાં તે સ્વતંત્રતા મળી છે કે હું જે બોલવા ઈચ્છું, બોલું છે. જે લખવા માંગુ છું તે લખું છું. મને તે કહેતા દુ:ખ થાય છે કે, તમે તમારા નફરતના એજન્ડા હેઠળ ભારતની ખોટી છાપ દર્શાવી રહ્યાં છો. તમે ઝેર ઓકવાનું બંધ કરો.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ જો બિડેનના આમંત્રણ પર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસના અમેરીકાના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીની આ પહેલી રાજકીય યાત્રા છે. યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદીએ અમેરીકાની સંસદના સંયુક્ત સત્રને સંબોધ્યું હતું.
આ પણ વાંચો : PM મોદીની AMERICA યાત્રાથી PAKISTAN ને અકળામણ, વિદેશમંત્રી HINA RABBANI એ કહી આ વાત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.