Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત બાદ દિલ્હી પોલીસ વિભાગમાં બદલીનો દોર જોવા મળ્યો!

EOW નુઝહત હસનને સ્પેશિયલ CP HRD બનાવવામાં આવ્યા ઓછામાં ઓછા 25 IPS અધિકારીઓની બદલી કરી હતી Commissioner of Police શાલિની સિંહને ક્રાઈમ યુનિટ સોંપ્યું Delhi Police transfer: હાલમાં, દેશમાં નવી સરકાર બનતાની સાથે સરકારી અધિકારીઓમાં બઢતી અને બદલીનો માહોલ...
ગુજરાત બાદ દિલ્હી પોલીસ વિભાગમાં બદલીનો દોર જોવા મળ્યો
  • EOW નુઝહત હસનને સ્પેશિયલ CP HRD બનાવવામાં આવ્યા

  • ઓછામાં ઓછા 25 IPS અધિકારીઓની બદલી કરી હતી

  • Commissioner of Police શાલિની સિંહને ક્રાઈમ યુનિટ સોંપ્યું

Delhi Police transfer: હાલમાં, દેશમાં નવી સરકાર બનતાની સાથે સરકારી અધિકારીઓમાં બઢતી અને બદલીનો માહોલ સર્જાયો છે. તેના કારણે એક પછી એક વિવિધ રાજ્યોમાં સરકારી અધિકારીઓની ફરજ અને પદમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોદ Delhi Police Department માં મોટો ફેરફાર કરવાનો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેના અંતર્ગત આજરોજ Delhi ના વરિષ્ઠ સાત IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

Advertisement

EOW નુઝહત હસનને સ્પેશિયલ CP HRD બનાવવામાં આવ્યા

Delhi માં એલજીએ સ્પેશિયલ કમિશનર સુધીના ઘણા અધિકારીઓની બદલી કરી છે. સ્પેશિયલ કમિશનર EOW નુઝહત હસનને સ્પેશિયલ CP HRD બનાવવામાં આવ્યા છે. તો પોલીસ અધિકારીની Transfer List અનુસાર IPS ઓફિસર નીરજ ઠાકુરને Delhi પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડના MD બનાવવામાં આવ્યા છે. દેવેશ શ્રીવાસ્તવને સ્પેશિયલ કમિશનર Crime Branch, જસપાલ સિંહને સુરક્ષા, અજય ચૌધરીને ટ્રાફિક ઝોન 2, શરદ અગ્રવાલને સ્પેશિયલ સીપી EOW અને છાયા શર્માને સ્પેશિયલ સીપી ટ્રેનિંગ ડિવિઝન બનાવવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: પટિયાલા હાઉસ કોર્ટે પૂજા ખેડકરને ફટકાર લગાવી, આગોતરા જામીન કર્યા રદ્દ!

ઓછામાં ઓછા 25 IPS અધિકારીઓની બદલી કરી હતી

આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં 11 સ્પેશિયલ Commissioner of Police અને 16 ડેપ્યુટી કમિશનરની બદલી કરવામાં આવી હતી. LG એ સ્પેશિયલ કમિશનર દીપેન્દ્ર પાઠક, HGS ધાલીવાલ, મધુપ કુમાર તિવારી અને રવિન્દ્ર સિંહ યાદવ અને બે DANIPS અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 25 IPS અધિકારીઓની બદલી કરી હતી.

Advertisement

Commissioner of Police શાલિની સિંહને ક્રાઈમ યુનિટ સોંપ્યું

તે ઉપરાંત Special Commissioner of Police રવિન્દ્ર સિંહ યાદવને લો એન્ડ ઓર્ડરના Delhi ના ઝોન 1 માટે સ્પેશિયલ Commissioner of Police, એચજીએસ ધાલીવાલને ટ્રાફિક ઝોન 2 માટે સ્પેશિયલ કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. પોલીસ કમિશ્નર એસ.એસ. યાદવને હવે EOW માં ફરજ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. Commissioner of Police શાલિની સિંહને ક્રાઈમ યુનિટમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે સ્પેશિયલ Commissioner of Police આર પી ઉપાધ્યાયને સ્પેશિયલ બ્રાન્ચની કમાન સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો: UP માં બ્રાહ્મણોના નાયકની પ્રતિમાના વિરોધમાં BJP એ JCB ફેરવ્યું!

Tags :
Advertisement

.