Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Republic Day : ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આજે આવશે ભારત

Republic Day : ભારત આવતી કાલે 75 માં ગણતંત્ર દિવસ (Republic Day) ની ઉજવણી કરશે. આ ખાસ દિવસના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (French President Emmanuel Macron) આજે જયપુરથી તેમની બે દિવસીય ભારત મુલાકાતની શરૂઆત કરશે. ખાસ વાત એ...
republic day   ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આજે આવશે ભારત

Republic Day : ભારત આવતી કાલે 75 માં ગણતંત્ર દિવસ (Republic Day) ની ઉજવણી કરશે. આ ખાસ દિવસના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (French President Emmanuel Macron) આજે જયપુરથી તેમની બે દિવસીય ભારત મુલાકાતની શરૂઆત કરશે. ખાસ વાત એ છે કે તેઓ આ કાર્યક્રમમાં ભાગ લેનારા ફ્રાન્સના છઠ્ઠા નેતા છે. બે દિવસની મુલાકાત દરમિયાન તેઓ કેટલાક ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે અને જયપુરમાં રોડ શો (Road Show) પણ કરશે. આ રોડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ ભાગ લેશે.

Advertisement

75 માં ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ બનશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ

ભારતના 75 માં ગણતંત્ર દિવસના મહેમાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (French President Emmanuel Macron) છે, પરંતુ તેમના એક દિવસ પહેલા આજે મેક્રોન જયપુર પહોંચી રહ્યા છે. ઇમેન્યુઅલ મેક્રોન પિંક સિટી તરીકે ઓળખાતા જયપુરમાં આમેર ફોર્ટ, હવા મહેલ અને ખગોળશાસ્ત્રીય વેધશાળા 'જંતર મંતર'ની મુલાકાત લેશે. મેક્રોન 26 જાન્યુઆરીએ દિલ્હીમાં આયોજિત 75 માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હશે. આ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપનાર તેઓ ફ્રાન્સના છઠ્ઠા નેતા હશે. નિષ્ણાતોના મતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (French President Emmanuel Macron) ની આ ભારત મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે કેન્દ્ર સરકાર અને ફ્રાંસ સરકાર વચ્ચે ફાઈટર પ્લેન અને સબમરીન માટે વાતચીત ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત ટૂંક સમયમાં આ ડીલને ફાઈનલ કરવા જઈ રહ્યું છે, જેના કારણે દેશના ફાઈટર એરક્રાફ્ટ ફ્લીટમાં ઘણા નવા એરક્રાફ્ટ જોડાઈ શકે છે.

Advertisement

રાજસ્થાની શૈલીમાં સ્વાગત, બંને દોસ્ત ચાય પર કરશે ચર્ચા

જંતર-મંતર પર ફ્રાન્સના રાષ્ટ્રપતિનું રાજસ્થાની શૈલીમાં સ્વાગત કરવામાં આવશે. આ દરમિયાન રાજસ્થાની સંગીતના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જંતર મંતરથી નીકળ્યા બાદ PM મોદી અને ઈમેન્યુઅલ મેક્રોન હવા મહેલ (Hawa Mahal) જશે જ્યાં વડાપ્રધાન મોદી (PM Modi) અને મેક્રોન સેલ્ફી લેશે. આ દરમિયાન બંને નેતા હવા મહેલની સામે ચા પણ પીશે. તમે હેન્ડીક્રાફ્ટની દુકાનોમાંથી પણ ખરીદી કરી શકો છો. હવા મહેલથી નીકળ્યા બાદ બંને નેતાઓ હોટલ રામબાગ પેલેસ (Rambagh Palace) જશે જ્યાં મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટરના પ્રોજેક્ટ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો - Ayodhya : રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM ની પ્રથમ રેલી,જાણો સમગ્ર કાર્યક્રમ

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.