Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Republic Day 2025: તાપીમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી

રાજ્યાપાલ દેવવ્રતે ધ્વજવંદન કર્યુ તેમજ પરેડ સહિત મ્યુઝિકલ બેન્ડ સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા
republic day 2025  તાપીમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી
Advertisement
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન સમારોહ યોજાયો
  • પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાજ્યાપાલ દેવવ્રતે ધ્વજવંદન કર્યુ
  • સમગ્ર વ્યારાનગર દેશભક્તિના રંગે રંગાયું છે

Republic Day 2025: તાપીમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી છે. જેમાં રાજ્યાપાલ દેવવ્રતે ધ્વજવંદન કર્યુ છે. તેમજ પરેડ સહિત મ્યુઝિકલ બેન્ડ સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી “સ્વર્ણિમ ભારત: વિરાસત ઔર વિકાસ”ની થીમ સાથે સમગ્ર ભારતવર્ષમાં થઇ રહી છે. ગુજરાતમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીના આંગણે થઈ રહી છે. એને લઇને સમગ્ર વ્યારાનગર દેશભક્તિના રંગે રંગાયું છે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન સમારોહ યોજાયો

જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તાપીમાં બાજીપુરા સુમુલ ડેરીના ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન સમારોહ યોજાયો છે. પોલીસ વિભાગ દ્વારા પરેડ તથા મ્યુઝિકલ બેન્ડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 240 કરોડનાં 61 કામનાં ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા (ઇડર) ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ (શહેરા) ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરઓના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના ધ્વજ વંદન સમારોહ યોજાયો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજવામાં આવ્યો છે.

Advertisement

રાષ્ટ્રધ્વજને સલામી આપી રાજયપાલે તેમજ ભૂપેન્દ્ર પટેલે પરેડનું નિરીક્ષણ કર્યુ

ગુજરાતના તાપી જિલ્લામાં 76મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાજયપાલ તેમજ ભૂપેન્દ્ર પટેલે પરેડનું નિરીક્ષણ કર્યુ છે. જેમાં બાજીપુરામાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે. ધ્વજવંદન બાદ પરેડનું આયોજન થતા લોકો પરેડ નિહાળવા ઉમટયા છે. જેમાં બાજીપુરામાં સુમુલ ડેરીના ગ્રાઉન્ડમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાંસ્કૃતિક ઝાંખી પણ રજૂ કરવામાં આવી છે. પરેડમાં પાઇપ બેન્ડ ડિસ્પ્લે, મહિલા કોરિયોગ્રાફી ઇવેન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેમજ મોટર સાયકલ સ્ટંટ શો અને ડોગ શો પણ પરેડમાં જોઇ લોકો આનંદિત થયા છે.

આ પણ વાંચો: Republic Day 2025 : બંધારણના અમલ માટે આ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો?

Tags :
Advertisement

Trending News

.

×