Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Republic Day 2024: ભારત-ચીનની સરહદ પર તૈનાત ITBPના જવાનોએ ફરકાવ્યો તિરંગો

Republic Day 2024: દેશભરમાં અત્યારે 75માં ગણતંત્રની ઉજવણી થઈ રહીં છે. દરેક જગ્યાએ અત્યારે દેશની આન-બાન-શાન એવા તિરંગાને સલામી આપી રહ્યા છે. આ દરમિયાન ભારત અને ચીનની સરહદ પર બરફવાળા વિસ્તારમાં તૈનાત ITBPના હિમવીરોએ ત્રિરંગો ફરકાવ્યો અને દેશવાસીઓને 75માં ગણતંત્ર...
10:13 AM Jan 26, 2024 IST | VIMAL PRAJAPATI
ITBP

Republic Day 2024: દેશભરમાં અત્યારે 75માં ગણતંત્રની ઉજવણી થઈ રહીં છે. દરેક જગ્યાએ અત્યારે દેશની આન-બાન-શાન એવા તિરંગાને સલામી આપી રહ્યા છે. આ દરમિયાન ભારત અને ચીનની સરહદ પર બરફવાળા વિસ્તારમાં તૈનાત ITBPના હિમવીરોએ ત્રિરંગો ફરકાવ્યો અને દેશવાસીઓને 75માં ગણતંત્ર દિવસ (Republic Day 2024)ની શુભેચ્છા પાઠવી છે. વીડિયોમાં દેશના હિમવીરોની ખુશી દેખાઈ રહી છે. ITBPના હિમવીરો બરફવાળી જગ્યાએ તિંરંગો ફરકાવીને ઉત્સાહ માનવી રહ્યા છે.

જવાનોએ ‘ભારત માતા કી જય’ ના નારા લગાવ્યા

વીડિયોમાં જોઈ શકાય છે કે, ITBPના જવાનો હાથમાં તિરંગો લઈને ‘ભારત માતા કી જય’ ના નારા લગાવી રહ્યા છે. તેમની ચારેય બાજુ માત્ર બરફ જ દેખાય છે અને ત્યા દેશના જાબાજવીરો મા ભારતની રક્ષા કરી રહ્યા છે. અહીં કેટલાક જવાનોએ એકથા થઈને તિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ITBPના જવાનો આટલી ઠંડીમાં પણ સરહદ પર તૈનાત છે અને ભારતની રક્ષા કરી રહ્યા છે.

આ વીડિયોને ટ્વીટ કરતા ITBP એ લખ્યું છે કે, ‘સમસ્ત દેશવાસીઓને સરહદના વીરો તરફથી 75માં ગણતંત્ર દિવસ (Republic Day 2024) ની ખુબ ખુબ શુભેચ્છાઓ!’

ITBP એ ભારતનું મુખ્ય કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ

અત્યારે દેશભરના લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. ITBP ના જવાનોના સાહસ અને દેશભક્તિની લોકો ભારે સરાહના પણ કરી રહ્યા છે. કારણ કે, આટલી ઠંડીમાં પણ બર્ફિલા વિસ્તારમાં રહીને દેશની રક્ષા કરાવી એ ખુબ જ સાહસનું કામ છે. ઉલ્લેખનીય છે કે, ITBP એ ભારતનું મુખ્ય કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે.જે દળની સ્થાપના 1962માં ભારત અને ચીનના યુદ્ધ બાદ કરવામાં આવી હતી. આ દળની મુખ્ય જવાબદારી ચીનથી ભારતની સીમાનું રક્ષણ કરવાની છે. અત્યારે ભારતના જવાનો દેશની સરહદ પર તૈનાત રહીને દેશની સેવા કરી રહ્યા છે. જેનાં માટે સમગ્ર દેશવાસીનો ગર્વ કરી રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
26 january 26 januaryR26 JANUARY GANTANTRA DIWASIndia Republic DayIndian Army jawanITBPITBP jawanITBPJawanREPUBLIC DAY 2024Republic Day 2024 chief guestRepublic Day 2024 paradeRepublic Day AwardsRepublic Day bhashan
Next Article