Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Republic Day : ગણતંત્ર દિવસ નિમિત્તે રાજ્યના 17 સહિત 1132 જવાનો મેડલથી કરવામાં આવશે સન્માનિત

Republic Day : આવતી કાલે શુક્રવારના રોજ ભારતીયો ગણતંત્ર દિવસ (Republic Day) ની ઉજવણી કરશે. ત્યારે આ ખાસ દિવસ નિમિત્તે ગુજરાતના 17 જવાનોને રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવશે. ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર, 2...
11:53 AM Jan 25, 2024 IST | Hardik Shah

Republic Day : આવતી કાલે શુક્રવારના રોજ ભારતીયો ગણતંત્ર દિવસ (Republic Day) ની ઉજવણી કરશે. ત્યારે આ ખાસ દિવસ નિમિત્તે ગુજરાતના 17 જવાનોને રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવશે. ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર, 2 પોલીસ અધિકારીઓ (Police Officers) ને પ્રેસિડેન્ટ મેડલ અને 15 પોલીસકર્મીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે.

ગણતંત્ર દિવસ નિમિત્તે ગુજરાતના જવાનોને કરાશે સન્માનિત

75 માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસના 5 IAS ઓફિસર સહિત ઘણા પોલીસકર્મીઓને મેડલ જાહેર કરાયા છે. PM મોદીની સલામતી વ્યવસ્થા સંભાળતા SPG માં ફરજ બજવતા ગુજરાતના IPS અધિકારી રાજીવ રંજન ભગતને પ્રેસિડેન્ટ મેડલ જાહેર કરાયો છે. બીજી તરફ અમદાવાદ રેન્જના IG પ્રેમવીર સિંઘ, અમદાવાદ સિટી ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિશનર (ACP) નરેન્દ્ર ચૌધરી, BSF ના DIG મનીંદર પવાર અને CBI માંથી ડેપ્યુટેશન પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સને પણ પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરાશે.

કયા રાજ્યને કેટલા વીરતા પુરસ્કારો મળશે ?

275 વીરતા પુરસ્કારોમાંથી, મહત્તમ 72 વીરતા પુરસ્કારો જમ્મુ અને કાશ્મીર પોલીસ કર્મચારીઓને આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ પછી બીજા નંબરે છત્તીસગઢ છે જ્યાં 26 જવાનોને આ સન્માન મળશે. આ પછી, ઝારખંડના 23, મહારાષ્ટ્રના 18, ઓડિશાના 15, દિલ્હીના 8, CRPFના 65 અને SSB-CAPF અને અન્ય રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશ સેવાઓના 21 જવાનોને વીરતા પુરસ્કાર આપવામાં આવશે.

વિશિષ્ટ સેવા બદલ 102 મેડલ આપવામાં આવશે

આ વીરતા પુરસ્કારો ઉપરાંત રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ટ સેવા બદલ 102 મેડલ આપવામાં આવશે. જેમાં પોલીસ સેવાને ચાર, ફાયર સર્વિસને ચાર, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ સેવાને 94 મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિના વિશેષ સેવા પુરસ્કારો ઉપરાંત 753 પુરસ્કારો પણ શ્રેષ્ઠ સેવા માટે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 667 પોલીસ સેવા, 32 ફાયર સર્વિસ, 27 સિવિલ ડિફેન્સ-હોમગાર્ડ સર્વિસ અને 27 સુધારાત્મક સેવા કર્મચારીઓને આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો - હરણી બોટ દુર્ઘટનાનો મુખ્ય આરોપી Paresh Shah પોલીસ સમક્ષ થયો હાજર

આ પણ વાંચો - Surendranagar: કોલસાની ખાણમાં ભેખડ ધસી પડતાં 3 શ્રમિક અને 1 સ્થાનિકનું મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Droupadi MurmuGallantry AwardsGallantry awards 2024Gallantry Awards Republic DayGujarat FirstGujarati NewsGujarati SamacharGujarati UpdateLeft Wing ExtremismPolice Medals For Gallantry Moroccan Rapid Deployment BattalionRepubli DayRepublic DayREPUBLIC DAY 2024Republic Day 2024 AwardsRepublic Day 2024 Gallantry awards ListRepublic Day AwardsRepublic Day Newsગણતંત્ર દિવસગુજરાત પોલીસગુજરાતી અપડેટગુજરાતી ન્યૂઝગુજરાતી સમાચારપ્રજાસત્તાક દિવસપ્રેસિડેન્ટ મેડલમેડલ એનાયતરાષ્ટ્રપતિ મેડલ જાહેર
Next Article