Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PAK મૂળના જાણીતા લેખક તારિક ફતેહનું નિધન

પાકિસ્તાની મૂળના કેનેડિયન લેખક અને કટાર લેખક તારિક ફતેહનું સોમવારે નિધન થયું છે. તેઓ 73 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમની પુત્રી નતાશાએ તારિકના મૃત્યુની પુષ્ટિ કરી છે. તારિક ફતેહની પુત્રીએ કર્યું ટ્વિટ તારિકની પુત્રી...
pak મૂળના જાણીતા લેખક તારિક ફતેહનું નિધન
પાકિસ્તાની મૂળના કેનેડિયન લેખક અને કટાર લેખક તારિક ફતેહનું સોમવારે નિધન થયું છે. તેઓ 73 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમની પુત્રી નતાશાએ તારિકના મૃત્યુની પુષ્ટિ કરી છે.
તારિક ફતેહની પુત્રીએ કર્યું ટ્વિટ
તારિકની પુત્રી નતાશાએ ટ્વિટ કર્યું કે પંજાબનો સિંહ, હિન્દુસ્તાનનો પુત્ર. કેનેડિયન પ્રેમી,સત્યના હિમાયતી. ન્યાય માટે લડવૈયા, દલિત અને પીડિતોનો અવાજ. તેમની ક્રાંતિ તે બધા સાથે જીવશે જેઓ તેને જાણતા અને પ્રેમ કરતા હતા.
પાકિસ્તાનમાં પત્રકારત્વ કર્યું હતું
1970 માં તેમણે પાકિસ્તાની ટીવી ચેનલમાં ખોજી પત્રકારત્વ કરતા પહેલા કરાચી સન અખબારમાં રિપોર્ટિંગ કર્યું. તેમને બે વખત જેલ પણ જવું પડ્યું હતું. બાદમાં તે પાકિસ્તાન છોડીને સાઉદી અરેબિયામાં સ્થાયી થયા હતા. ફતેહ 1987માં કેનેડા આવ્યા હતા.

Advertisement

 તેમનો પરિવાર મુળ મુંબઇનો હતો
તારિક ફતેહનો જન્મ 20 નવેમ્બર 1949ના રોજ કરાચીમાં થયો હતો. તેમનો પરિવાર બોમ્બે (હવે મુંબઈ) નો રહેવાસી હતો, પરંતુ ભાગલા પછી તેઓ કરાચીમાં રહેવા ગયા હતા. તેમણે કરાચી યુનિવર્સિટીમાંથી બાયોકેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યો હતો, પરંતુ બાદમાં પત્રકારત્વમાં જોડાયા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.