Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બે રાજ્યોમાંથી ઉતારી લેવાઇ 'The Kerala Story', ભાજપે કહ્યું મોર્ડન જિન્ના છે મમતા

The Kerala Story ફિલ્મનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો.. મધ્યપ્રદેશ જેવા રાજ્યોએ ફિલ્મને કરમુક્ત કરી છે, જ્યારે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુની સરકારોએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે. વાસ્તવમાં ફિલ્મ ધ કેરળ સ્ટોરીમાં જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે છોકરીઓ...
બે રાજ્યોમાંથી ઉતારી લેવાઇ  the kerala story   ભાજપે કહ્યું મોર્ડન જિન્ના છે મમતા
Advertisement

The Kerala Story ફિલ્મનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો.. મધ્યપ્રદેશ જેવા રાજ્યોએ ફિલ્મને કરમુક્ત કરી છે, જ્યારે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુની સરકારોએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે. વાસ્તવમાં ફિલ્મ ધ કેરળ સ્ટોરીમાં જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે છોકરીઓ ધર્મ પરિવર્તન ગેંગનો શિકાર બને છે. આ ફિલ્મને લઈને અનેક પક્ષોના મંતવ્યો અલગ-અલગ છે. મમતા સરકારે પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય તમિલનાડુમાં પણ ફિલ્મના શો કેન્સલ કરવામાં આવ્યા છે.

Advertisement

શું કહ્યુ મમતા બેનર્જીએ ?

Advertisement

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું ફિલ્મ વિશે કહેવું છે કે 'ધ કાશ્મીર ફાઇલ્સ' કેમ આવી? એક વર્ગને અપમાનિત કરવા માટે, આ ઉપરાંત મમતા બેનર્જીએ કહ્યું કેરળ સ્ટોરી શું છે? આ પણ ખોટી રીતે રજૂ કરાયેલી વાર્તા છે.

Advertisement

ભાજપે જડબાતોડ જવાબ આપ્યો
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના આ નિવેદન બાદ હવે ભાજપે પણ જડબાતોડ જવાબ આપ્યો છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે મમતા બેનર્જીના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 'આધુનિક જિન્ના' છે. શા માટે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે? તે જ સમયે, મમતા બેનર્જીના આ નિવેદન બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પણ મમતા પર શાબ્દિક પ્રહારો કર્યા છે.

અનુરાગ ઠાકુરે કહ્યું કે પશ્ચિમ બંગાળ જેવા રાજ્ય ફિલ્મ પર પ્રતિબંધ મૂકીને મોટો અન્યાય કરી રહ્યું છે

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે પશ્ચિમ બંગાળ જેવા રાજ્ય ફિલ્મ પર પ્રતિબંધ મૂકીને મોટો અન્યાય કરી રહ્યું છે. એક માસૂમ બાળકી પર હમણાં જ બળાત્કાર અને હત્યા કરવામાં આવી છે. મમતા બેનર્જી આના પર કંઈ કહેતી નથી, પરંતુ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી રહી છે. આ સિવાય અનુરાગ ઠાકુરે કહ્યું કે તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિની આ રમત ભારતની દીકરીઓનું જીવન બરબાદ કરી રહી છે

Tags :
Advertisement

.

×