Canada પલટી ગયું, માફ કરજો અમારી પાસે કોઇ પુરાવા નથી
Government of Canada : આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલામાં ભારતીય નેતાઓની સંડોવણીનો આરોપ લગાવનારું કેનેડા હવે ફરી ગયું છે. કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે (Government of Canada) શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને કેનેડામાં કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. કેનેડાના વડા પ્રધાનના રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર સલાહકાર નથાલી જી. ડ્રોઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "કેનેડા સરકારે વડા પ્રધાન મોદી, પ્રધાન જયશંકર અથવા એનએસએ ડોભાલને કેનેડાની અંદર ગંભીર ગુનાહિત ગતિવિધીઓ સાથે જોડતા કોઈ પુરાવા આપ્યા નથી અને તેની પાસે આવી કોઇ માહિતી નથી.
કેનેડાની સરકારે પણ સ્પષ્ટતા કરી હતી કે આ આરોપો માટે કોઈ નક્કર પુરાવા નથી
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેટલાક મીડિયા રિપોર્ટ્સ અને વિપક્ષી પાર્ટીઓએ આ ભારતીય નેતાઓના નામ કેનેડામાં ગુનાહિત ગતિવિધિઓ સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. કેનેડાની સરકારે પણ સ્પષ્ટતા કરી હતી કે આ આરોપો માટે કોઈ નક્કર પુરાવા નથી અને દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ પેદા કરી શકે તેવા આક્ષેપો ટાળવા માટે આહવાન કર્યું હતું.
ભારતે ફટકાર લગાવી હતી
અગાઉ, ભારતે બુધવારે કેનેડિયન મીડિયાના અહેવાલની સખત નિંદા કરી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કથિત કાવતરાની માહિતી હતી અને તેને બદનક્ષીભર્યું અભિયાન ગણાવ્યું હતું. એક અનામી અધિકારીને ટાંકીને આ સમાચારનો સંદર્ભ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આવા 'હાસ્યાસ્પદ નિવેદનો'ને તેઓ જે રીતે લાયક છે તે રીતે નકારી કાઢવા જોઈએ.
આ પણ વાંચો---હવે Canada ના પોલીસ વિભાગમાં પણ ખાલિસ્તાનીઓનો પગપેસારો...
આવા હાસ્યાસ્પદ નિવેદનોને ફગાવી દેવા જોઈએ
તેમણે કહ્યું, “અમે સામાન્ય રીતે મીડિયાના સમાચારો પર ટિપ્પણી કરતા નથી. જો કે, કેનેડાના સરકારના સ્ત્રોત દ્વારા અખબારને આપવામાં આવેલા આવા હાસ્યાસ્પદ નિવેદનોને ફગાવી દેવા જોઈએ.'' તેમણે કહ્યું, ''આવા કલંકિત અભિયાનો આપણા પહેલાથી જ વણસેલા સંબંધોને વધુ નુકસાન પહોંચાડે છે.
સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ મંત્રીને પણ આ ષડયંત્રની જાણ હતી
તે કેનેડિયન અખબાર 'ધ ગ્લોબ એન્ડ મેલ'ના સમાચાર પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. સમાચારમાં અખબારે એક વરિષ્ઠ રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીને ટાંક્યો છે. સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ મંત્રીને પણ આ ષડયંત્રની જાણ હતી.
ગયા વર્ષે નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી
ગયા વર્ષે નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતે આ મામલે કેનેડા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે.
આ પણ વાંચો----Canada માં ખાલિસ્તાનીઓ સામે હિન્દુઓ એક થયા, વિશાળ રેલી નીકાળી અને...