ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RED ALERT : આવનારા દિવસોમાં દેખાશે વરસાદનો પ્રકોપ! જાણો કયા રાજ્યમાં કેવી રહેશે સ્થિતિ

જાણો કયા રાજ્યોમાં શું છે સ્થિતિ આગામી દિવસોમાં ભારે વરસાદ અને એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું ભારતમાં હાલ મેઘરાજા હાલમાં મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે ઘણા રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા...
08:12 AM Aug 24, 2024 IST | Harsh Bhatt

ભારતમાં હાલ મેઘરાજા હાલમાં મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે ઘણા રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગે દિલ્હીમાં વાદળછાયું આકાશ અને હળવા વરસાદની આગાહી કરી છે અને વધુમાં ગુજરાત માટે RED ALERT જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત ઉપરાંત, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, આસામ, મેઘાલય, ગોવા, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા 12 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

25 ઓગસ્ટે માટે જાહેર કરાયું RED ALERT

આવનારા દિવસોમાં મેઘરાજા આ વિસ્તારોમાં આગમન કરવાના છે. 25 ઓગસ્ટે ગુજરાત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે હવામાન વિભાગે RED ALERT જાહેર કર્યું છે. આ રાજ્યોમાં ભારે વરસાદની તીવ્ર સંભાવના છે. આ સાથે, રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, ગોવા, મહારાષ્ટ્ર, અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ઉત્તર ભારતના રાજ્યો અને કેરળ માટે પણ ભારે વરસાદની ચેતવણી આપી છે.

27 ઓગસ્ટે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ

26 ઓગસ્ટે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરાયું છે, આથી લોકોને સાવચેત રહેવું જરૂરી છે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અને ગોવામાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, અને બિહારમાં પણ ભારે વરસાદની સંભાવના છે. વધુમાં 27 તારીખના રોજ પણ મોસમના હાલ આ રીતે રહેશે. 27 ઓગસ્ટે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, ત્રિપુરા અને મિઝોરમમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે, જે અન્ય રાજ્યોના લોકો માટે તકેદારીનો સંકેત છે.

આ પણ વાંચો : Attack: કોલકાતામાં ગુંડારાજ, આ અભિનેત્રી પર કરાયો હુમલો

Tags :
Gujarat FirstMONSOON 2024RainRed AlertWeatherweather update
Next Article