Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Red Alert: રાજ્યના 12 જિલ્લામાં આજે પણ છે ખતરો...

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત ગુજરાતના 12 જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ હજુ 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી 22 કલાકમાં 238 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર...
07:43 AM Aug 29, 2024 IST | Vipul Pandya
RED ALERT IN GUJARAT

Red Alert : ગુજરાતના માથે મેઘરાજાનું તાંડવ યથાવત રહી શકે છે. વીતેલા 22 કલાકમાં 238 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો જ્યારે આજે ગુરુવારે રાજ્યના 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ (Red Alert) જાહેર કરાયુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજું 6 દિવસ અતિ ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતના 12 જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ગુજરાતના 12 જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયુ છે અને હજુ 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો---Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને લઈને કુલ 28 લોકોએ જીવ ગુમાવ્યો

આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી

આજે ડીપ ડિપ્રેશનની અસરના લીધે રાજ્યના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર ,બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

22 કલાકમાં 238 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો

બીજી તરફ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયેલો છે. વીતેલા 22 કલાકમાં 238 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ
દ્વારકાના ભાણવડમાં 11 ઇંચ વરસાદ , કલ્યાણપુરમાં 10 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. દ્વારકા અને ખંભાળિયામાં 8-8 ઇંચ વરસાદ અને કચ્છના અબડાસામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. જામનગરના જામજોધપુરમાં 8 ઇંચ વરસાદ અને કચ્છના નખત્રાણામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે.

લખપત અને લાલપુરમાં સવા 7 ઇંચ

ઉપરાંત લખપત અને લાલપુરમાં સવા 7 ઇંચ વરસાદ , કાલાવડ અને ધોરાજીમાં પોણા 7 ઇંચ વરસાદ, કચ્છના માંડવી, કુતિયાણામાં સાડા 6 ઇંચ વરસાદઅને અન્ય તાલુકામાં અડધાથી સાડા 5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો--- Gujarat-રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૦૫ ટકાથી વધુ

Tags :
extremely heavy rainGujaratgujarat rainMONSOON 2024Red AlertWeather Alert
Next Article