Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Reasi Accident : રિયાસીમાં વાહન ખાડામાં ખાબકી, બેનાં મોત, 11 ઘાયલ

જમ્મુ ડિવિઝનના રિયાસી જિલ્લામાં એક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે. જીલ્લાના ચાસણા તહસીલના ધામણી વિસ્તારમાં વાહન નિયંત્રણ બહાર જઈને ખાડામાં પડી ગયું હતું. જેના કારણે બે લોકોના મોત...
reasi accident   રિયાસીમાં વાહન ખાડામાં ખાબકી  બેનાં મોત  11 ઘાયલ
Advertisement

જમ્મુ ડિવિઝનના રિયાસી જિલ્લામાં એક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે. જીલ્લાના ચાસણા તહસીલના ધામણી વિસ્તારમાં વાહન નિયંત્રણ બહાર જઈને ખાડામાં પડી ગયું હતું. જેના કારણે બે લોકોના મોત થયા હતા. કારમાં સવાર અન્ય 11 લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

ચાસણા પોલીસ સ્ટેશનના પ્રભારી સુમન સિંહે જણાવ્યું કે, વાહન બાલમટકોટથી બડહાલ ગામ જઈ રહ્યું હતું. સવારે લગભગ છ વાગ્યે ધમિની પાસે વાહનને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો : Dwarka Darshan : સરકારનો મોટો પ્રોજેક્ટ, હવે ડૂબેલી દ્વારકાના પણ થશે દર્શન…

Tags :
Advertisement

Trending News

.

×