Viral Wedding Card:આ અનોખી કંકોત્રી વાંચો, હસી-હસીને લોટપોટ થઈ જશો!
- Viral Wedding Card આવ્યું સામે
- સોશિયલ મીડિયા પર લગ્નની કાર્ડ વાયરલ થયું
- વર-કન્યાનો પરિચય આપ્યો છે અનોખી રીતે
Viral Wedding Card: સામાન્યરીતે લગ્ન પ્રસંગે મહેમાનોને આમંત્રિત કરવા માટે કાર્ડમાં આગ્રહ કરવામાં આવે છે. પરંતુ આ લગ્નની સિઝનમાં, સોશિયલ મીડિયા પર એક કાર્ડ વાયરલ (Viral Wedding Card)થઈ રહ્યું છે જે અનોખું છે. 'શર્માજીની દીકરી અને ગોપાલજીનો દીકરો' કાર્ડની પંચ લાઇન લોકોનું ધ્યાન ખેંચી રહી છે, જે દર્શાવે છે કે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે.
આ લગ્નનું કાર્ડ વાંચીને હસવું આવી જશે
લગ્નના કાર્ડમાં લોકોને ખૂબ આદર સાથે આમંત્રિત કરવામાં આવે છે અને વર-કન્યાને આશીર્વાદ આપવા વિનંતી કરવામાં આવે છે, પરંતુ સામાન્ય ઔપચારિકતા વિના, આ કાર્ડમાં જે લખ્યું છે તે ખરેખર હસાવે એવું છે.
The shaadi card is 🤣🤣🤣 pic.twitter.com/iHN99QXofB
— Dr. Ajayita (@DoctorAjayita) December 10, 2024
વર-કન્યાનો પરિચય આપ્યો છે અનોખી રીતે
કાર્ડમાં લખ્યું છે કે, અમારા લગ્નમાં તમારી હાજરી ખૂબ જ જરૂરી છે, કારણ કે જો તમે નહીં આવો તો અમારા લગ્નમાં ભોજનની ફરિયાદ કોણ કરશે. કાર્ડમાં શર્માજીની દીકરી એટલે કે કન્યાનો પરિચય 'અભ્યાસમાં હોશિયાર' તરીકે આપવામાં આવ્યો છે. જ્યારે 'ગોપાલજીનો દીકરો' એટલે કે વરનો પરિચય 'તે B.Tech કર્યા પછી દુકાન સંભાળે છે' એવો આપવામાં આવ્યો છે.લગ્ન સ્થળ પર લખ્યું છે . 'જ્યાં ગયા વર્ષે દુબેજીની નિવૃત્તિ થઈ હતી. દરેક જગ્યાએ સરખો દેખાતો ગેઇટ જોવા મળશે.કાર્ડના બીજા પાના પર લખેલું છે લગ્ન થઈ ગયા છે. હવે ફઈબા અને ફૂઆના કલેશ કરવાનોનો વારો છે.
આ પણ વાંચો -યુવતી બાજુમાં બેઠી હતી અને યુવાન કરવા લાગ્યો હસ્તમૈથુન પછી યુવતીએ...
રિસેપ્શનનો ડ્રામા જોવા જરૂર આવજો
25મી જાન્યુઆરીએ યોજાનારા આ લગ્નના કાર્ડમાં લખ્યું છે કે,ત્રણ પંડિતોએ આ દિવસ નક્કી કર્યો છે, આ દિવસે ટિંકુની પરીક્ષા પણ પૂરી થઈ રહી છે.રિસેપ્શન વિશે માહિતી આપતાં લખ્યું છે કે, 'લગ્નનો હેંગઓવર હજી પૂરો થયો નથી. રિસેપ્શનનો ડ્રામા જોવા જરૂર આવજો.' લગ્નની ગિફ્ટ વિશે લખવામાં આવ્યું છે કે કૃપા કરીને કોઈ ગિફ્ટ નહીં, માત્ર Google Pay અથવા રોકડ, કારણ કે દંપતીને સાત ડિનર સેટ અને 20 ફોટો ફ્રેમ્સ મળી ચૂક્યા છે.
આ પણ વાંચો -આ દેશમાં પુરુષો સૌથી વધુ હિંસા અને અત્યાચારનો શિકાર બને છે
કાર્ડમાં આપવામાં આવી છે આવી સૂચના
આ ઉપરાંત કાર્ડમાં કેટલીક માર્ગદર્શિકા પણ છે. જેમકે કૃપા કરીને તમારા બાળકોને કાબૂમાં રાખો, આટલું મોંઘું સ્ટેજ તેમનું રમતનું મેદાન નથી.' એવું પણ લખ્યું છે કે, 'જમીને જજો, પણ એક જ વાર. કેમકે થાળીનો રેટ 2000 રૂપિયા છે.દોસ્ત.'બીજી સૂચના આપવામાં આવી હતી. 'ફૂઆને જરૂર મળજો. નહીંતર તેમનો ચહેરો ગોલગપ્પાની જેમ ફૂલી જશે.