Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RCB vs SRH : ટ્રેવિસ હેડે ફટકારી માત્ર 39 બોલમાં Century, ફેન્સને જોવા મળ્યો ચોક્કા-છક્કાનો વરસાદ

Travis Head Century : આજે RCB અને SRH વચ્ચે બેંગલુરુંના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M.Chinnaswamy Stadium) માં મેચ રમાઈ રહી છે. આ મેચની પહેલી ઇનિંગમાં જે જોવા મળ્યું તે ક્રિકેટ ફેન્સ (Cricket Fans) ને લગભગ અત્યાર સુધી ક્યારે પણ જોવા નહીં મળ્યું...
10:05 PM Apr 15, 2024 IST | Hardik Shah
Travis Head Century

Travis Head Century : આજે RCB અને SRH વચ્ચે બેંગલુરુંના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M.Chinnaswamy Stadium) માં મેચ રમાઈ રહી છે. આ મેચની પહેલી ઇનિંગમાં જે જોવા મળ્યું તે ક્રિકેટ ફેન્સ (Cricket Fans) ને લગભગ અત્યાર સુધી ક્યારે પણ જોવા નહીં મળ્યું હોય. IPL 2024 ની 30 મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ની ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. જ્યા ટીમના બેટ્સમેન ટ્રેવિસ હેડે (Travis Head) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB vs SRH) સામે માત્ર 39 બોલમાં સદી ફટકારી હતી. આ સિઝનની અત્યાર સુધીની સૌથી ઝડપી સદી છે.

ટ્રેવિસ હેડે IPLમાં પોતાની પ્રથમ સદી ફટકારી

RCB સામે ઓપનિંગ કરતી વખતે હેડે માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી. તે અહીં જ ન અટક્યો, પરંતુ તેણે 39 બોલમાં સદી પણ ફટકારી. આ સિઝનની અત્યાર સુધીની સૌથી ઝડપી સદી છે. તેણે મેચની શરૂઆતથી જ RCB ના બોલરોનો સામનો કર્યો અને ચોક્કા અને છક્કા ફટકાર્યા હતા. હેડે 39 બોલમાં નવ ચોક્કા અને આઠ છક્કાની મદદથી IPLમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. T20 ક્રિકેટમાં આ તેની બીજી સદી છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં હેડે 11.4 ઓવરમાં વિજયકુમારના બોલ પર ચોક્કો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. તેણે અભિષેક શર્મા સાથે ઇનિંગ્સની શરૂઆત કરી અને ટીમને ખૂબ જ આક્રમક શરૂઆત અપાવી. પરિણામ એ આવ્યું કે હૈદરાબાદે માત્ર 7.1 ઓવરમાં 100 રન પૂરા કર્યા. આ પહેલા હૈદરાબાદની ટીમે માત્ર સાત ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. જણાવી દઇએ કે, 30 વર્ષનો હેડ હવે IPLમાં હૈદરાબાદ માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. હેડ SRH માટે IPLમાં સદી ફટકારનાર 5મો બેટ્સમેન છે. આ પહેલા ડેવિડ વોર્નર, જોની બેરસ્ટો, હેરી બ્રુક અને હેનરિક ક્લાસને આ સિદ્ધિ મેળવી હતી.

હેડ IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ચોથો ખેલાડી બન્યો

30 બોલ - ક્રિસ ગેલ vs પુણે વોરિયર્સ, બેંગલુરુ 2013
37 બોલ - યુસુફ પઠાણ vs મુંબઈ, બ્રેબોર્ન 2010
38 બોલ - ડેવિડ મિલર vs આરસીબી, મોહાલી 2013
39 બોલ - ટ્રેવિસ હેડ vs આરસીબી, બેંગલુરુ 2024
42 બોલ - એડમ ગિલક્રિસ્ટ vs મુંબઈ, ડીવાય પાટીલ 2008

તમામ બોલરોની કરી ધુલાઈ

ટ્રેવિસ હેડે આવતાની સાથે જ તેના ઇરાદા જાહેર કર્યા હતા. તેણે RCB ના તમામ બોલરોની સંપૂર્ણ નોંધ લીધી. હેડે વ્યષકના બોલને બાઉન્ડ્રીની બહાર મોકલીને પોતાની સદી પૂરી કરી હતી. જો કે સદી પૂરી કર્યા બાદ હેડ લાંબો સમય ટકી શક્યો નહોતો. 41 બોલમાં 102 રન બનાવ્યા બાદ તે લોકી ફર્ગ્યુસનના હાથે કેચ આઉટ થયો હતો. હેડે પોતાની ઇનિંગમાં નવ ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા. વળી તેનો સ્ટ્રાઈક રેટ 248.78 હતો.

આ પણ વાંચો - SRH એ RCB ના બોલરોની કરી ધુલાઈ, બનાવ્યો IPL નો સૌથી વિશાળ સ્કોર

આ પણ વાંચો - IPL 2024 માં ખેલાડીઓથી લઇને ફ્રેન્ચાઈઝી અને કોમેન્ટેટર્સની આ હરકતથી BCCI પરેશાન

Tags :
CenturyCricket NewsFastest 100s in IPL by balls facedFASTEST HUNDRED BY A SRH BATTERFASTEST HUNDRED IN IPLfastest ipl hundredIPLIPL 2024Ipl NewsRCB vs SRHRCB vs SRH LIVERCB vs SRH matchRCB vs SRH Match highlightsRCB vs SRH Match LIVE ScoreSRH vs RCBSRH vs RCB LIVESRH vs RCB Match LIVE Scoresunrisers hyderabad vs royal challengers bangaloretravid head ipl 2024Travis HeadTravis Head CenturyTravis Head records
Next Article