Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RCB VS PBKS : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શાનદાર જીત, IPL 2024માં જીતનું ખાતું ખોલ્યું

RCB VS PBKS : આજે IPL 2024 સીઝનની છઠ્ઠી મેચમાં RCBની 4 વિકેટથી શાનદાર જીત થઈ છે. પંજાબ કિંગ્સે 177નો ટાર્ગેટ આપ્યો હતો. જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે માત્ર 19.2 ઓવરમાં આ સ્કોર હાંસલ કરીને આજની મેચ પોતાને નામ કરી દીધી....
rcb vs pbks   રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શાનદાર જીત  ipl 2024માં જીતનું ખાતું ખોલ્યું

RCB VS PBKS : આજે IPL 2024 સીઝનની છઠ્ઠી મેચમાં RCBની 4 વિકેટથી શાનદાર જીત થઈ છે. પંજાબ કિંગ્સે 177નો ટાર્ગેટ આપ્યો હતો. જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે માત્ર 19.2 ઓવરમાં આ સ્કોર હાંસલ કરીને આજની મેચ પોતાને નામ કરી દીધી. વિરાટ કોહલી આજે તેના 'રન મશીન' ના રૂપમા જોવા મળ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતના દ્વાર સુધી લઈ જવા માટે વિરાટ કોહલીએ શાનદાર પારી ખેલી હતી. 49 બોલ માં 77 રન બનાવ્યા હતાં. આ મેચમાં મહિપાલ લોમરોર પણ પોતાના આક્રમ અંદાજમાં રન બન્યા હતાં. આ સાથે દિનેશ કાર્તિકે પણ આક્રમક પારી ખેલી હતી.

Advertisement

છઠ્ઠી મેચ બેંગલુરુના મેદાન પર રમાઈ

ઉલ્લેખીય છે કે, આજે IPL 2024 સીઝનની છઠ્ઠી મેચ બેંગલુરુના મેદાન પર રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગબ્બર શિખર ધવનની પંજાબ કિંગ્સ (PBKS) ની ટીમો સામસામે જોરદાર ટક્કર સર્જાઈ હતી. પંજાબની કેપ્ટનશીપ ગબ્બર નામથી પ્રખ્યાત શિખર ધવનના હાથમાં છે, ત્યારે RCBના સુકાની ફેફ ડુ પ્લેસીસ છે. RCB આજે આ મેચ જીતીને પોતાની જીતનું ખાતું ખોલી દીધું છે. આ સિઝનમાં બંને ટીમોની આ બીજી મેચ છે. જેમાં RCBએ જીત મેળવીને પોતાનું ખાતું ખોલી દીધું છે.

Advertisement

પોતાના ઘરેલું મેદાનમાં RCB પલડું ભારે જોવા મળ્યું

આ પહેલાની વાત કરવામાં આવે તો IPL 2024 ની પ્રથમ મેચમાં CSK અને RCB સામે સામે આવ્યા હતા ત્યારે તે મેચમાં ધોનીના CSK સામે RCB ની હાર થઈ હતી. જ્યારે PBKS તેમની પ્રથમ મેચ જીતવામાં સફળ રહી હતી. PBKS તેમની પ્રથમ જીત બાદ ઉત્સાહમાં જોવા મળી હતીં. પરંતુ આ મેચ RCB ના હોમ ગ્રાઉંડ ઉપર રમાઈ હતી જેથી RCB પલડું ભારે જોવા મળ્યું અને જીત RCBએ પોતાના નામે કરી દીધી હતીં.

PBKS એ 176 રન બનાવ્યા હતાં

PBKS ની વાત કરવામાં આવે તો તેમણે 6 વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતાં. જેમાં શિખર ધવને 37 બોલમાં 45 રન બનાવ્યા હતા. આ સાથે Jitesh Sharma એ 17, Prabhsimran Singh એ 25 અને sam Curran ને 23 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શાનદાર પારી ખેલીને પંજાબ કિંગ્સે હરાવ્યું હતું. IPL 2024 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ પહેલી જીત મેળવી છે.

Advertisement

આ પણ વાંચો: MI vs GT : રોમાંચક મેચમાં ગુજરાતની શાનદાર જીત, મુંબઈને 6 રને હરાવ્યું

આ પણ વાંચો: IPL Points Table : રાજસ્થાને એક જીત સાથે મેળવ્યું પ્રથમ સ્થાન, આ ટીમો ટોપ-4 માં

આ પણ વાંચો: IPL Update : IPLશિડ્યૂલમાં થયો મોટો ફેરફાર,આ શહેરમાં રમાશે ફાઇનલ

Tags :
Advertisement

.