ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RCB Vs LSG : ધોની-સચિન ન કરી શક્યા તે વિરાટ કોહલીએ કરી બતાવ્યું

RCB Vs LSG : IPLમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે બેંગલુરુંના ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. Chinnaswamy Stadium) માં મેચ રમી રહી છે. RCB એ અહીં ટોસ (Toss) જીતીને પ્રથમ ફિલ્ડિંગ (First Fielding) કરવાનો નિર્ણય લીધો...
08:48 PM Apr 02, 2024 IST | Hardik Shah
virat kohli in RCB vs LSG Match

RCB Vs LSG : IPLમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે બેંગલુરુંના ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. Chinnaswamy Stadium) માં મેચ રમી રહી છે. RCB એ અહીં ટોસ (Toss) જીતીને પ્રથમ ફિલ્ડિંગ (First Fielding) કરવાનો નિર્ણય લીધો છે. બેંગલુરુએ આ મેચમાં એક ફેરફાર કર્યો છે. અલઝારી જોસેફ (Alzarri Joseph) ની જગ્યાએ રીસ ટોપલી (Reece Topley) ને ટીમમાં સ્થાન આપ્યું છે. આજની મેચમાં સૌ કોઇની નજર વિરાટ કોહલી (Virat Kohli) પર રહેશે. ગઇ મેચમાં કોહલીએ શાનદાર બેટિંગ કરી પોતાનું ફોર્મ બતાવ્યું હતું. જોકે, આ મેચની વાત કરીએ તો ટોસ (Toss) થતાની સાથે જ વિરાટ કોહલીએ ઈતિહાસ રચી (History Create) દીધો છે. વિરાટે એ કર્યું જે આજ સુધી કોઈ ભારતીય બેટ્સમેન (Indian Batsman) નથી કરી શક્યો.

કોહલીએ રચ્યો ઈતિહાસ

RCB નો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી જ્યારે પણ મેદાનમાં આવે છે ત્યારે કેટલાક રેકોર્ડ બનાવે છે. IPLની 17મી સિઝનની 15મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં કોહલીએ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. T20 ક્રિકેટમાં કોહલી હવે ભારતીય ક્રિકેટનો પહેલો ખેલાડી બની ગયો છે જેણે એક ગ્રાઉન્ડ પર 100 મેચ રમી છે. આવી સ્થિતિમાં તે એક ગ્રાઉન્ડ પર 100 T20 રમનાર પ્રથમ ભારતીય બની ગયો છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ RCBનું હોમ ગ્રાઉન્ડ છે. IPL 2024માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તે હાલમાં લીગમાં સંયુક્ત રીતે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 3 મેચમાં 181 રન બનાવ્યા છે. IPL ની 17મી સિઝનમાં અત્યાર સુધી RCB એ લખનૌ સામે પ્રથમ 3 મેચ રમી છે અને પ્રથમ મેચ સિવાય બાકીની 2 મેચોમાં કોહલી સારૂ પ્રદર્શન કરતો જોવા મળ્યો છે.

વિશ્વ ક્રિકેટમાં 15મો ખેલાડી બન્યો

અત્યાર સુધી T20 ફોર્મેટમાં એવા ઘણા ઓછા ખેલાડીઓ છે જેઓ એક મેદાન પર 100 કે તેથી વધુ મેચ રમ્યા હોય. વિરાટ કોહલી આવું કરનાર વિશ્વ ક્રિકેટનો 15મો ખેલાડી બની ગયો છે, જ્યારે તે ભારતનો પ્રથમ ખેલાડી છે. બાંગ્લાદેશ પાસે T20 ફોર્મેટમાં અત્યાર સુધીમાં એક સ્ટેડિયમમાં 100 થી વધુ મેચ રમવા માટે સૌથી વધુ ખેલાડીઓ છે, જેમાં તેની પાસે 11 ખેલાડીઓ છે અને તે બધાએ ઢાકાના મીરપુર સ્ટેડિયમમાં આ સિદ્ધિ મેળવી છે. આ સિવાય ઈંગ્લેન્ડની ટીમના 3 ખેલાડી છે જેમાં એલેક્સ હેલ્સ, સમિત પટેલ અને જેમ્સ વિન્સ છે. જ્યારે વિરાટ કોહલીએ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 100 T20 મેચ રમવાની સિદ્ધિ હાંસલ કરી છે, જે તેની IPL ટીમનું હોમ ગ્રાઉન્ડ પણ છે.

એક ખાસ રેકોર્ડ પણ કોહલીના નામે

T20 ક્રિકેટમાં એક ગ્રાઉન્ડ પર સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ વિરાટ કોહલીના નામે છે, જે તેણે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બનાવ્યો છે. કોહલીએ આ મેદાન પર અત્યાર સુધીમાં 39.95ની સરેરાશથી 3276 રન બનાવ્યા છે અને તેના બેટથી 4 સદી અને 25 અડધી સદી પણ જોવા મળી છે. કોહલીએ મેદાન પર સૌથી વધુ 113 રનની ઇનિંગ્સ રમી છે, જ્યારે T20માં તેનો સ્ટ્રાઇક રેટ 141.75 રહ્યો છે.

આ પણ વાંચો - હાર્દિક પંડ્યાના સુકાની પદનો આવશે અંત! આ પૂર્વ ક્રિકેટરે કર્યો દાવો

આ પણ વાંચો - વાનખેડેમાં પણ હાર્દિક પંડ્યા થયો ટ્રોલ, દર્શકોએ રોહિત-રોહિતના લગાવ્યા નારા, Video

આ પણ વાંચો - DC vs CSK : મેચ ભલે દિલ્હી જીતી, પણ દિલ તો Dhoni જીતી ગયો

Tags :
BengaluruChinnaswamy StadiumCricket NewsGujarat FirstHardik ShahIndian Premier LeagueIPLIPL 2024lucknow super giantsm. chinnaswamy stadiumRCBRCB vs LSGRoyal Challengers BengaluruRoyal Challengers Bengaluru vs Lucknow Super GiantsSportsVirat KohliVirat Kohli created historyVirat Kohli RCB RecordVirat Kohli Record In IPLVirat Kohli Records In T20 Cricket
Next Article