Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RCB vs LSG : લખનૌના બોલર સામે બેંગલુરુના બેટ્સમેન Fail, KL ની ટીમે નોંધાવી શાનદાર જીત

IPL 2024 ની 15મી મેચ મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે બેંગલુરુંના ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. Chinnaswamy Stadium) માં રમાઈ હતી. ગત મેચમાં શાનદાર જીત મેળવ્યા બાદ RCB ને આજે પોતાના હોમ ગ્રાઉન્ડમાં હારનો સામનો કરવો...
11:39 PM Apr 02, 2024 IST | Hardik Shah
RCB vs LSG

IPL 2024 ની 15મી મેચ મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે બેંગલુરુંના ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. Chinnaswamy Stadium) માં રમાઈ હતી. ગત મેચમાં શાનદાર જીત મેળવ્યા બાદ RCB ને આજે પોતાના હોમ ગ્રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમાયેલી મેચમાં લખનૌનો 28 રને વિજય થયો હતો. કે.એલ. રાહુલની કપ્તાનીમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં ધમાલ મચાવી છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં ત્રણમાંથી તેની બીજી મેચ પણ જીતી છે.

LSG ના બોલર સામે RCB બેટ્સમેન Fail

પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 5 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા અને RCBને જીતવા માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં RCBની ટીમ 19.4 ઓવરમાં 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. RCB આ સિઝનમાં ઓલઆઉટ થનારી પ્રથમ ટીમ પણ બની ગઈ છે. RCB તરફથી બેટિંગ કરતા મહિપાલ લોમરોરે 13 બોલમાં સૌથી વધુ 33 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગ દરમિયાન લોમરોરે 3 ફોર અને 3 શાનદાર સિક્સર ફટકારી હતી.આ સિવાય રજત પાટીદારે 29 રન અને વિરાટ કોહલીએ 22 રન બનાવ્યા હતા. આ મેચ જીતવાની સાથે લખનૌની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. ફરી એકવાર લખનૌના સુપરફાસ્ટ ફાસ્ટ બોલર મયંક યાદવની શાનદાર બોલિંગ જોવા મળી હતી. મયંકે પોતાની ગતિથી RCB ના બેટ્સમેનોને હરાવ્યા હતા. આ મેચમાં મયંકે 4 ઓવરમાં માત્ર 14 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય નવીન ઉલ હકે 2 વિકેટ લીધી હતી.

પોઈન્ટ ટેબલમાં RCB 9 માં સ્થાને પહોંચી

આ સિઝનમાં LSG ની આ બીજી જીત છે અને તે 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. આ મેચ પહેલા તે 2 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને હતી. RCB એ અત્યાર સુધી રમાયેલી 4 મેચમાંથી માત્ર 1 જ મેચ જીતી છે અને તે 2 પોઈન્ટ સાથે 9મા સ્થાને પહોંચી ગઇ છે. તેની નીચે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છે, જે હજુ પણ પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, બેંગલુરુએ અહીં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ તે યોગ્ય સાબિત ન થયો. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આજે આ મેદાન પર પોતાની 100મી મેચ રમી રહ્યો હતો. પરંતુ આ મેચમાં તે માત્ર 22 રન જ બનાવી શક્યો હતો. તેના આઉટ થતા જ RCB ની જાણે હાર નક્કી જ થઇ ગઇ હતી.

આ પણ વાંચો - RCB Vs LSG : ધોની-સચિન ન કરી શક્યા તે વિરાટ કોહલીએ કરી બતાવ્યું

આ પણ વાંચો - હાર્દિક પંડ્યાના સુકાની પદનો આવશે અંત! આ પૂર્વ ક્રિકેટરે કર્યો દાવો

Tags :
BengaluruChinnaswamy StadiumCricket NewsGujarat FirstHardik ShahIndian Premier LeagueIPLIPL 2024lucknow super giantsm. chinnaswamy stadiumRCBRCB vs LSGRoyal Challengers BengaluruRoyal Challengers Bengaluru vs Lucknow Super GiantsSportsVirat KohliVirat Kohli created historyVirat Kohli RCB RecordVirat Kohli Record In IPLVirat Kohli Records In T20 Cricket
Next Article