Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RCB vs CSK : આજની મેચમાં જો વરસાદ બનશે વિલન તો જાણો કોણ કરશે Playoff માં પ્રવેશ

RCB vs CSK : IPL 2024 ની હાઈ વોલ્ટેજ મેચ (High Voltage Match) આજે RCB અને CSK વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M Chinnaswamy Stadium) માં સાંજે 7.30 વાગ્યે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ નોકઆઉટ મેચ (Knockout Match) બનવા...
rcb vs csk   આજની મેચમાં જો વરસાદ બનશે વિલન તો જાણો કોણ કરશે playoff માં પ્રવેશ

RCB vs CSK : IPL 2024 ની હાઈ વોલ્ટેજ મેચ (High Voltage Match) આજે RCB અને CSK વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M Chinnaswamy Stadium) માં સાંજે 7.30 વાગ્યે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ નોકઆઉટ મેચ (Knockout Match) બનવા જઈ રહી છે. જે ટીમ આ મેચ જીતશે તે પ્લેઓફ માટે ક્વોલિફાય (qualify for the playoffs) થશે. જોકે, RCB ટીમે નેટ રન રેટ પર પણ ધ્યાન આપવું પડશે. કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ IPL Playoff માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. જો ચેન્નઈની ટીમ આજે શનિવારે વિજય નોંધાવવામાં સફળ રહેશે તો તે આગામી રાઉન્ડમાં પહોંચી જશે. તેના હાલમાં 13 મેચમાં 14 પોઈન્ટ છે. આ મેચમાં વરસાદનું વિઘ્ન પણ જોવા મળી શકે તેવી સંભાવનાઓ છે. ત્યારે જો વરસાદના કારણે મેચ ધોવાઈ જાય છે તો કોને મળશે પ્લેઓફ માટેની ટિકિટ તે જોવાનું રહેશે.

Advertisement

એક જીત અને પ્લેઓફ મળશે પ્રવેશ

ચેન્નઈ અને બેંગલુરુની આજની મેચ પ્લેઓફમાં કોણ પ્રવેશ કરશે તે નક્કી કરશે. જોકે, ક્વોલિફાય થવા માટે, RCBને માત્ર મેચ જીતવી પડશે નહીં પણ નેટ રન રેટમાં પણ CSK કરતાં વધુ સારું પ્રદર્શન કરવું પડશે. જો RCB પ્રથમ બેટિંગ કરતી વખતે 200 રન બનાવે છે, તો તેણે CSKને ઓછામાં ઓછા 18 રનથી હરાવવું પડશે. વળી, RCBએ લક્ષ્યનો પીછો કરતા 11 બોલ બાકી રહેતા મેચ જીતવી પડશે. RCB vs CSK મેચ પર વરસાદનો ખતરો પણ જોવા મળી રહ્યો છે. જો મેચ વરસાદના કારણે મેચ ધોવાઈ જશે તો બંને ટીમોને 1-1 પોઈન્ટ્સ મળી જશે. આવી સ્થિતિમાં CSK પ્લેઓફમાં પ્રવેશ કરશે. આમ થશે તો CSKના ખાતામાં 15 પોઈન્ટ હશે જ્યારે RCB માત્ર 13 પોઈન્ટ સુધી પહોંચી શકશે. CSK પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. RCB સાતમા સ્થાને છે. RCB એ તેની અગાઉની મેચોમાં જીતનો ઝંડો લહેરાવ્યો છે. તે આજની મેચમાં પણ જીત સાથે પ્લેઓફમાં પ્રવેશ કરવા મેદાને ઉતરશે.

Advertisement

જો વરસાદના કારણે મેચ ધોવાઈ ગઈ તો...

આ મેચ પર હવામાનની અસર થવાની પણ સંભાવના છે. હવામાન વિભાગે શનિવારે (18 મે) વરસાદની આગાહી કરી છે. જો મેચ નહીં થાય તો ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચી જશે. વળી, પ્લેઓફમાં પહોંચવા માટે, RCBને ઓછામાં ઓછા 18 રનથી અથવા 11 બોલ બાકી રહેતાં મેચ જીતવી પડશે. વધુ સારી નેટ-રનરેટ અને વધુ પોઈન્ટ (13 પોઈન્ટ અને 0.528 રનરેટ)ને કારણે ચેન્નઈનો દાવો મજબૂત છે. RCB ના 12 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ 0.387 છે.

વરસાદના કારણે ઓછી ઓવર થશે તો મેચનું સમીકરણ શું હશે?

જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL 2024 પ્લેઓફ માટે ક્વોલિફાય કરવા માંગે છે, તો તેણે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચ 18 રન અથવા 18.1 ઓવર એટલે કે 11 બોલમાં જીતવી પડશે. જો તે આમ કરવામાં અસમર્થ રહેશે તો ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ નેટ રન રેટના આધારે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. આવી સ્થિતિમાં, સૌથી મોટો સવાલ એ છે કે જો બેંગલુરુમાં વરસાદને કારણે ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં કેટલીક ઓવર કપાઈ જાય તો RCB માટે વિજય સમીકરણ શું હશે. જોકે, વરસાદને કારણે આ શાનદાર મેચમાં ગમે તેટલી ઓવર કાપવામાં આવે, RCB માટે જીતનું સમીકરણ એક જ રહેશે. તે સમયે પણ, તેઓએ 11 બોલ બાકી રાખીને અથવા 18 રનથી મેચ જીતવી પડશે. જો આ મેચ રદ થશે તો ચેન્નઈ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે.

Advertisement

વરસાદની સંભાવના કેટલી?

RCB અને CSK વચ્ચે રમાનારી આ મેચને લઈને મોટું સંકટ તોળાઈ રહ્યું છે. Accuweather ના રિપોર્ટ અનુસાર, 18 મેના રોજ બેંગલુરુમાં દિવસ દરમિયાન 73 ટકા સુધી વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે. ત્યારે રાત્રે વરસાદની સંભાવના 62 ટકા સુધી છે. રાત્રે વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવા ઝરમર વરસાદ ચાલુ રહેશે. વરસાદ આ મેચની મજા બગાડી શકે છે. જો મેચ રદ થશે તો બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવશે.

આ પણ વાંચો - હાર્દિક પંડ્યા પર BCCI એ લગાવ્યો પ્રતિબંધ, જાણો છેલ્લી મેચમાં શું કરી ભૂલ!

આ પણ વાંચો - RCB VS CSK : આજે IPL 2024 ની સૌથી મોટી મેચ, DHONI અને KOHLI પોતાની ટીમના અસ્તિત્વ માટે આવશે આમને સામને

Tags :
Advertisement

.