Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ગ્રીન જર્સીમાં જોવા મળશે RCB ના ખેલાડીઓ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023 સીઝનની શરૂઆત જીત સાથે કરી હતી. પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું, પરંતુ તે પછી ટીમને સતત 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કોલકાતા...
08:16 AM Apr 14, 2023 IST | Hiren Dave

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023 સીઝનની શરૂઆત જીત સાથે કરી હતી. પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું, પરંતુ તે પછી ટીમને સતત 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કોલકાતા નાઈટ રાઈડર્સે હરાવ્યું હતું. આ પછી ત્રીજી મેચમાં કેએલ રાહુલની કેપ્ટનશીપમાં લખનઉ સુપર જાયન્ટ્સે છેલ્લા બોલ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતુ.

રાજસ્થાન સામે આરસીબીના ખેલાડીઓ ગ્રીન જર્સીમાં જોવા મળશે

જો કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 23 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે સંજુ સેમસનની કેપ્ટનશીપમાં ટકરાશે. આ મેચમાં ફાફ ડુપ્લેસીની ટીમનો લુક બદલાયેલો જોવા મળશે. વાસ્તવમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડીઓ નારંગીની જગ્યાએ લીલી જર્સીમાં જોવા મળશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડીઓનો ગ્રીન જર્સીમાં ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ ફોટોમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસી ઉપરાંત વિરાટ કોહલી, દિનેશ કાર્તિક અને ગ્લેન મેક્સવેલ જોવા મળે છે.

ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ચાહકોને ટીમની આ જર્સી ખૂબ જ પસંદ આવી રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. જોકે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ 23 એપ્રિલે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે.

આપણ  વાંચો- IAS વિજય નહેરાના પુત્ર આર્યનની એશિયન ગેમ્સમાં પસંદગી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
green jerseysIPL 2023oyal Challengers BangalorePlayersRajasthan RoyalsRCBRCB Green JerseyRCB vs RRWear
Next Article