Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IDBI Bank વેચાઇ જશે..આ કેનેડિયન ભારતીય ખરીદી શકે બેંક...

IDBI બેંકના ખાનગીકરણનો માર્ગ સાફ RBIની મંજૂરી બાદ IDBI બેંકના ખાનગીકરણનો રસ્તો સાફ સરકાર આ નાણાકીય વર્ષમાં જ IDBI બેંક માટે નાણાંકીય બિડ આમંત્રિત કરી શકે ફેરફેક્સ ઈન્ડિયા હોલ્ડિંગ્સ સૌથી આગળ ફેરફેક્સનું નેતૃત્વ ભારતીય મૂળના કેનેડિયન અબજોપતિ પ્રેમ વત્સ...
idbi bank વેચાઇ જશે  આ કેનેડિયન ભારતીય ખરીદી શકે બેંક
  • IDBI બેંકના ખાનગીકરણનો માર્ગ સાફ
  • RBIની મંજૂરી બાદ IDBI બેંકના ખાનગીકરણનો રસ્તો સાફ
  • સરકાર આ નાણાકીય વર્ષમાં જ IDBI બેંક માટે નાણાંકીય બિડ આમંત્રિત કરી શકે
  • ફેરફેક્સ ઈન્ડિયા હોલ્ડિંગ્સ સૌથી આગળ
  • ફેરફેક્સનું નેતૃત્વ ભારતીય મૂળના કેનેડિયન અબજોપતિ પ્રેમ વત્સ કરે છે

IDBI Bank : મળી રહેલા તાજા સમાચાર મુજબ વધુ એક સરકારી બેંક વેચાવા જઈ રહી છે. IDBI બેંકના ખાનગીકરણનો માર્ગ સાફ થઈ ગયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આઈડીબીઆઈ બેંક ખરીદવા માટે બિડ કરનારા રોકાણકારોની તપાસ કર્યા બાદ 'ફીટ એન્ડ પ્રોપર' રિપોર્ટ આપ્યો છે. RBIની મંજૂરી બાદ IDBI બેંકના ખાનગીકરણનો રસ્તો સાફ થઈ ગયો છે. RBI તરફથી ક્લિયરન્સ મળ્યા બાદ હવે IDBI બેંકને ખરીદવા માટે બિડ કરતી કંપનીઓ આગળની કાર્યવાહી કરી શકે છે. આરબીઆઈની મંજૂરી બાદ હવે સરકાર આ નાણાકીય વર્ષમાં જ IDBI બેંક માટે નાણાંકીય બિડ આમંત્રિત કરી શકે છે.

Advertisement

ફેરફેક્સ ઈન્ડિયા હોલ્ડિંગ્સ સૌથી આગળ

મનીકંટ્રોલના અહેવાલ મુજબ, RBI એ IDBI બેંક માટે સંભવિત રોકાણકારોના નામોને મંજૂરી આપી દીધી છે. ફેરફેક્સ ઈન્ડિયા હોલ્ડિંગ્સ, NBD અમીરાત અને કોટક મહિન્દ્રા બેંક આ બેંકને ખરીદવાની રેસમાં છે. જેમાં ફેરફેક્સ ઈન્ડિયા હોલ્ડિંગ્સ સૌથી આગળ ચાલી રહી છે. ફેરફેક્સ ઈન્ડિયા IDBEI બેન્કમાં 60.7% હિસ્સો હસ્તગત કરવાની રેસમાં સૌથી આગળ છે. જોકે આ ડીલ ક્યારે અને કેવી રીતે થશે તે અંગેની માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ફેરફેક્સ સરકાર અને LICના કુલ હોલ્ડિંગમાંથી IDBIમાં 60.7 ટકા હિસ્સો ખરીદી શકે છે.

આ પણ વાંચો---LPG Price Hike:આજથી LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો..

Advertisement

પ્રેમ વત્સ કોણ છે?

મની કંટ્રોલ રિપોર્ટ અનુસાર, ફેરફેક્સ ઈન્ડિયા હોલ્ડિંગ્સ સિવાય બે અન્ય કંપનીઓ NBD અમીરાત અને કોટક મહિન્દ્રા બેંક IDBI બેંકને ખરીદવાની રેસમાં છે. જેમાં ફેરફેક્સ મોખરે છે રિપોર્ટ અનુસાર, ફેરફેક્સ ઈન્ડિયા હોલ્ડિંગ્સને આ ડીલ માટે રિઝર્વ બેંક તરફથી મહત્વની મંજૂરી મળી છે. તમને જણાવી દઈએ કે ફેરફેક્સનું નેતૃત્વ ભારતીય મૂળના કેનેડિયન અબજોપતિ પ્રેમ વત્સ કરે છે. ફેરફેક્સ સીએસબી બેંકના પ્રમોટર પણ છે. પ્રેમ વત્સે વર્ષ 1985માં ફેરફેક્સની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તેમની કંપનીએ માર્કલ ફાઇનાન્સિયલને પુનઃધિરાણ કર્યું હતું, કેનેડિયન વીમા કંપની, જે પછી તેનું નામ બદલીને ફેરફેક્સ ફાઇનાન્સિયલ કરવામાં આવ્યું હતું. આ પછી ફેરફેક્સે ઘણી વીમા કંપનીઓ હસ્તગત કરી. પ્રેમ વત્સ વર્ષ 2019 થી કાઉન્સિલ ઓફ હેમ્બલિન ઇન્વેસ્ટના વાઇસ ચેરમેન બન્યા. આ સિવાય તે BlackNorth Initiative ના સહ-સ્થાપક અને નિર્દેશક પણ છે.

ભારત સાથે ખાસ સંબંધ છે

પ્રેમ ભારતના હૈદરાબાદમાં જન્મેલા ભારતીય મૂળના કેનેડિયન બિઝનેસમેન છે. અભ્યાસ બાદ તે તેના ભાઈ સાથે કેનેડા ગયા હતા જ્યાંથી તેમણે MBA કર્યું. ધીમે ધીમે તેણે વીમા કંપનીઓ ખરીદવાનું શરૂ કર્યું. તેમનો બિઝનેસ આખી દુનિયામાં ફેલાયેલો છે. ફોર્બ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ $1.8 બિલિયન છે.

Advertisement

આ પણ વાંચો----Share market:નિફ્ટીએ રચ્યો ઈતિહાસ...પહેલીવાર 25000 ને પાર,આ 10 શેરો બન્યા રોકેટ

Tags :
Advertisement

.