Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RBI: બે હજારની 98 ટકા નોટ બેન્કોમાં પરત, 7409કરોડની નોટ બાકી!

RBI દ્વારા હજુ પણ બે હજારની નોટ પરત લેવાઇ રહી છે બે હજારની દિવસનો કારોબાર બંધ થવા પર 3.56 લાખ કરોડ લોકો પાસે 7,409 કરોડ રૂપિયા પરત લેવાના બાકી RBI: 2000 રૂપિયાની લગભગ 98 ટકા (97.92%) નોટ બેન્કિંગ સિસ્ટમમાં...
rbi  બે હજારની 98 ટકા નોટ બેન્કોમાં પરત  7409કરોડની નોટ બાકી
  1. RBI દ્વારા હજુ પણ બે હજારની નોટ પરત લેવાઇ રહી છે
  2. બે હજારની દિવસનો કારોબાર બંધ થવા પર 3.56 લાખ કરોડ
  3. લોકો પાસે 7,409 કરોડ રૂપિયા પરત લેવાના બાકી

RBI: 2000 રૂપિયાની લગભગ 98 ટકા (97.92%) નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ગઇ છે. જોકે, હજું પણ 7,409 કરોડ રૂપિયાની ચલણી નોટો માર્કેટમાં છે.ભારતીય રિઝર્વ બેન્કે (Reserve Bank of India)ગુરુવારે જણાવ્યું હતું કે બે હજાર રૂપિયાની 97.92 ટકા નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત ફરી છે અને પરત લેવાયેલી નોટોમાથી માત્ર 7,409 કરોડ રૂપિયા જ જનતા વચ્ચે બચી છે.

Advertisement

આ પણ  વાંચો -Bank Holiday: ઓગસ્ટમાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, જુઓ લિસ્ટ

Advertisement

97.92 ટકા નોટો પરત આવી

19 મે, 2023ના રોજ ભારતીય રિઝર્વ બેન્કએ 2000 રૂપિયાની બેન્કનોટોને ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરી હતી. તે દિવસે ચલણમાં રહેલી બે હજારની નોટોનું મૂલ્ય દિવસનો કારોબાર બંધ થવા પર 3.56 લાખ કરોડ રૂપિયા હતું. 31 જુલાઇ 2024ના રોજ કારોબાર બંધ થવા પર તે ઘટીને 7,409 કરોડ રૂપિયા થઇ ગયું હતું. 2000 રૂપિયાની બેન્કનોટોને જમા કરવા અને અથવા બદલવાની સુવિધા 7 ઓક્ટોબર, 2023 સુધી દેશની તમામ બેન્ક શાખાઓમાં ઉપલબ્ધ હતી.

Advertisement

આ પણ  વાંચો -Share market: શેરબજાર ઓલટાઈ હાઈ,સેન્સેક્સ126 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

થાપણો હજુ પણ કરી શકાય છે

7 ઓક્ટોબર, 2023 સુધી દેશની તમામ બેંક શાખાઓમાં રૂ. 2,000ની બેંક નોટ જમા કરાવવા અથવા બદલવાની સુવિધા ઉપલબ્ધ હતી. 19 મે, 2023 થી રિઝર્વ બેંકની 19 ઈસ્યુ ઓફિસમાં ડિમોનેટાઈઝ્ડ રૂ. 2,000ની બેંક નોટ બદલવાની સુવિધા ઉપલબ્ધ છે. RBI ઈશ્યુ ઓફિસો પણ 9 ઓક્ટોબર, 2023થી બેંક ખાતામાં જમા કરાવવા માટે રૂ. 2,000ની બેંક નોટ સ્વીકારી રહી છે. આ ઉપરાંત, લોકો દેશની અંદર ભારતીય પોસ્ટ દ્વારા આરબીઆઈની કોઈપણ ઇશ્યુ ઓફિસમાં 2,000 રૂપિયાની નોટો પણ મોકલી રહ્યા છે. આ પૈસા તેમના બેંક ખાતામાં જમા છે.

આ પણ  વાંચો -FASTag Rules: આજથી નિયમોમાં ફેરબદલ કરાયો, ટોલ પર આ ભૂલ ભારે પડશે

આરબીઆઈની 19 ઓફિસો સક્રિય છે

અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ ખાતે 19 RBI કચેરીઓ બેંક નોટો જમા-એક્સચેન્જ ઓફર કરે છે. છે.

Tags :
Advertisement

.