Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રવિન્દ્ર જાડેજાએ પત્ની રિવાબા જાડેજા સાથે કર્યા આશાપુરા માતાના દર્શન

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2023)ની ફાઈનલમાં હાર મળ્યા બાદ ટીમ ઈન્ડિયા (Team India) ને 1 મહિનાનો બ્રેક મળી ગયો છે. ત્યારે ખેલાડીઓ પોતાના પરિવારની સાથે સમય પસાર કરતા જોવા મળી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા...
રવિન્દ્ર જાડેજાએ પત્ની રિવાબા જાડેજા સાથે કર્યા આશાપુરા માતાના દર્શન

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2023)ની ફાઈનલમાં હાર મળ્યા બાદ ટીમ ઈન્ડિયા (Team India) ને 1 મહિનાનો બ્રેક મળી ગયો છે. ત્યારે ખેલાડીઓ પોતાના પરિવારની સાથે સમય પસાર કરતા જોવા મળી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પણ તેવા પરિવાર સાથે સમય વીતાવી રહ્યો છે. બુધવારે રવિન્દ્ર જાડેજા અને તેના પત્ની રિવાબા જાડેજા સાથે મા આશાપુરાના દર્શન કરતા જોવા મળ્યો હતો. તેમની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે.

Advertisement

રવિન્દ્ર જાડેજા અને રિવાબા જાડેજાએ મા આશાપુરાના કર્યા દર્શન

મેદાનમાં પોતાની શાનદાર ફિલ્ડીંગ, બેટિંગ અને બોલિંગના દમ પર ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા ફિક્સ કરનાર રવિન્દ્ર જાડેજા હાલમાં મીની વેકેશનનો લાભ લેતા જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે, BCCI એ થોડા દિવસ પહેલા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટેસ્ટ અને ODI ટીમની જાહેરાત કરી હતી. જેમાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું નામ પણ સામેલ છે. જાડેજા છેલ્લા ઘણા દિવસોથી પરિવાર સાથે રજાઓ માણી રહ્યો છે. આ દરમિયાન તેણે થોડો સમય તેના ફાર્મ હાઉસમાં પણ વિતાવ્યો હતો, જેની તસવીરો તે સતત સોશિયલ મીડિયા પર શેર કરે છે. તસવીરોમાં તે ઘણી વખત ઘોડા પર સવારી કરતો જોવા મળ્યો હતો. 28 જૂન બુધવારે રવિન્દ્ર જાડેજા તેમની પત્ની સાથે કચ્છના પ્રખ્યાત મા આશાપુરાના મંદિરે પહોંચ્યા હતા. દંપતીએ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ માથું ટેકવ્યું હતું. જાડેજાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મંદિરની એક તસવીર શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, મારી શ્રદ્ધા, મારી શક્તિ અને મારી માન્યતા.

Advertisement

સિક્યોરીટી વિના માતાના દર્શન કર્યા

Advertisement

મહત્વપૂર્ણ છે કે, રવિન્દ્ર જાડેજા હાલમાં તેની કારકિર્દીના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને તેણે પોતાની શાનદાર બેટિંગ અને બોલિંગને કારણે આજે પોતાને નંબર વન ઓલરાઉન્ડર તરીકે સ્થાપિત કર્યો છે. તેનો નજારો IPL 2023ની ફાઈનલમાં પણ જોવા મળ્યો જ્યારે આ ખેલાડીએ છેલ્લા બે બોલમાં 10 રન બનાવ્યા અને ચેન્નાઈને હારેલી મેચમાં જીત અપાવી. મેદાન પર તેના શાનદાર પ્રદર્શન ઉપરાંત, આ ખેલાડી હંમેશા તેના આકર્ષક વર્તન માટે ચર્ચામાં રહ્યો છે. જણાવી દઇએ કે, રવીન્દ્ર જાડેજાની તાજેતરની એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે જેમાં તે તેની પત્ની રીવાબા જાડેજા સાથે મા આશાપુરા મંદિરની મુલાકાત લેતો જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં રવિન્દ્ર જાડેજાની પત્નીએ સુંદર લાલ સલવાર કમીઝ પહેરેલ છે, જ્યારે રવિન્દ્ર જાડેજા સફેદ ટી-શર્ટમાં તેની માતાની સામે હાથ જોડીને જોવા મળે છે. રવિન્દ્ર જાડેજા અને તેના પત્નીએ કોઇ પણ પ્રકારની સિક્યોરીટી વિના માતાના દર્શન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાના મુખ્ય ખેલાડીઓની યાદીમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 65 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન જડ્ડુએ 2706 રન બનાવ્યા છે. જાડેજાએ આ ફોર્મેટમાં 3 સદી અને 18 અડધી સદી ફટકારી છે. તેણે બોલિંગમાં 268 વિકેટ પણ લીધી છે. જાડેજાએ ભારત માટે 174 વનડે રમી છે જેમાં તેણે 2526 રન બનાવ્યા છે. જેમાં 13 અર્ધસદીનો સમાવેશ થાય છે. જાડેજાના નામે વનડેમાં 191 વિકેટ છે. ટી20માં જાડેજાએ 64 મેચમાં 457 રન બનાવ્યા છે અને 51 બેટ્સમેનોનો શિકાર કર્યો છે.

આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં પ્રદર્શનકારીને ખેલાડીએ ઉચો કરી મેદાનની બહાર કાઢ્યો, Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.