ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ratan Tata Successor: કોણ બનશે રતન ટાટાનો ઉત્તરાધિકારી? 3800 કરોડની મિલકત કોની પાસે જશે?

કોણ સંભાળશે Tata Groupની કમાન? ટાટાની કુલ સંપત્તિ હાલ 3800 કરોડ રૂપિયા છે. માયા ટાટાનું નામ સૌથી આગળ   Ratan Tata Successor:ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન અને વડા રતન ટાટા(Ratan Tata Death)નું 9 ઓક્ટોબરે મોડી રાત્રે નિધન થયું હતું. રતન...
10:58 AM Oct 10, 2024 IST | Hiren Dave
Ratan Tata Successo

 

Ratan Tata Successor:ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન અને વડા રતન ટાટા(Ratan Tata Death)નું 9 ઓક્ટોબરે મોડી રાત્રે નિધન થયું હતું. રતન ટાટા ન માત્ર તેમના બિઝનેસ માટે પરંતુ તેમની દાનવીરતાને લઇને પણ હેડલાઇન્સમાં રહ્યા હતા. એક ઉદ્યોગપતિ અને ટાટા ગ્રૂપના વડા હોવા ઉપરાંત, તેમની બીજી ઓળખ છે - એક સામાજિક કાર્યકર તરીકેની હતી. ટાટા ગ્રૂપ( Tata Group)ના સામ્રાજ્યને દિવસે બમણું કરવામાં તેમની ભૂમિકા મોટી હતી. તેમના નેતૃત્વ હેઠળ, ટાટા સન્સે નવી ઊંચાઈઓને સ્પર્શી અને સમગ્ર દેશમાં અને વિશ્વમાં ઝડપથી તેનો વ્યાપાર વિસ્તાર્યો. આજીવન લગ્ન ન કરનાર રતન ટાટાની કુલ સંપત્તિ હાલ 3800 કરોડ રૂપિયા છે. હવે સવાલ એ છે કે રતન ટાટા પછી ટાટા ગ્રુપની બાગડોર કોણ સંભાળશે?

ટાટાના અનુગામી કોણ છે?

86 વર્ષના રતન ટાટાના કોઈ સંતાન નથી. તેથી તેમનું 3800 કરોડનું સામ્રાજ્ય કોણ (Ratan Tata Successo)સંભાળશે તેને લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં એન ચંદ્રશેખરન 2017 થી ટાટા સન્સના ચેરમેન પદ પર છે. આ સિવાય ટાટા ગ્રૂપની અલગ-અલગ હોલ્ડિંગ કંપનીઓમાં પરિવારના અન્ય સભ્યો છે જેઓ ભવિષ્યમાં ટાટા ગ્રૂપમાં વિવિધ જવાબદારીઓ નિભાવી શકે છે.

નોએલ ટાટાનું નામ સૌથી આગળ

ટાટા ગ્રુપના સંભવિત લીડર્સમાં સૌથી મજબૂત દાવેદાર નોએલ ટાટા છે. રતન ટાટાના પિતા નવલ ટાટાના બીજા લગ્ન સિમોન સાથે થયા હતા. અને તે રતન ટાટાના સાવકા ભાઈ છે. આ પારિવારિક જોડાણને કારણે, નોએલ ટાટા જૂથનો વારસો સંભાળનારા નામોમાં સૌથી આગળ છે.

 

ટાટા ગ્રુપના આ છે વારસદારો

નોએલ ટાટાના ત્રણ બાળકો છે, માયા, નેવિલ અને લેહ ટાટા, જેઓ ટાટાના સંભવિત વારસદાર છે.

માયા ટાટાનું નામ સૌથી આગળ

આ પણ  વાંચો - Ratan Tata:'તમે હંમેશા મારા દિલમાં રહેશો' રતન ટાટાના નિધન પર મુકેશ અંબાણીએ કરી ભાવાત્મક પોસ્ટ

કોણ છે નેવિલ ટાટા ?

આ પણ  વાંચો -Ratan Tata એ ફોર્ડ મોટરના માલિકને બતાવી દીધી હતી ઔકાત....

લીહ ટાટા કોણ છે ?

 

મહત્વનું છે કે રતન ટાટા ટાટા ગ્રૂપ દ્વારા કરવામાં આવી રહેલી સમાજસેવાનું કામ અને બિઝનેસની રણનીતિઓને આકાર આપવામાં મદદ કરતા હતા. પરંતુ તેમના ઉત્તરાધિકારી કોણ તે સવાલ તો ચર્ચામાં છે જ. નોએલ ટાટા અને તેમના બાળકોના નામ આ લિસ્ટમાં સૌથી આગળ છે. ટાટા ગ્રુપના ફ્યૂચર લીડર્સને ઇનોવેશન, ઇન્ટિગ્રિટી અને સામાજિક પ્રભાવ જેવી મોટી જવાબદારીઓ નિભાવવાની છે.

Tags :
Does Ratan Tata have a sonnews about Ratan TataRatan TataRatan Tata newsratan tata successorRatan Tata's successorTata Groupwho is Ratan Tata's heirwho is Ratan Tata's successorwho will take over Ratan Tata's businesswho will take over the Tata Group now
Next Article