Ratan Tata ની તબિયત લથડી! મુંબઈની હોસ્પિટલમાં દાખલ કર્યા
- Ratan Tata એ લોકોને અફવાઓ ન ફેલાવવા કરી રજૂઆત
- 21 વર્ષની ઉંમરે Tata ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા
- એક રોલ મોડેલ અને લોકો માટે પ્રેરણાના સ્ત્રોત પણ છે
Ratan Tata hospitalized : Tata Sons ના માનદ પ્રમુખ Ratan Tata ની હાલત નાજુક છે. તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલોના જણાવ્યા અનુસાર, Ratan Tata ની તબિયત ગંભીર છે. સોમવારે પણ એવા જ અહેવાલો આવ્યા હતા કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, થોડા કલાકો પછી Ratan Tata એ એક નિવેદનમાં કહ્યું કે તેમની ઉંમર અને સંબંધિત તબીબી પરિસ્થિતિઓને કારણે, તેમની નિયમિતપણે તબીબી તપાસ કરવામાં આવી રહી છે.
Ratan Tata એ લોકોને અફવાઓ ન ફેલાવવા કરી રજૂઆત
Ratan Tata એ કહ્યું હતું કે, તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી અને તેઓ વય-સંબંધિત રોગોની તપાસ ચાલી છે. મારી ઉંમરને લગતી બીમારીઓને કારણે અત્યારે મારી મેડિકલ તપાસ થઈ રહી છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. હું સંપૂર્ણ સ્વસ્થ છું. જોકે Ratan Tata એ લોકોને "ખોટી માહિતી ફેલાવવા" ટાળવા માટે પણ અપીલ કરી.
આ પણ વાંચો: છેલ્લે EVM જ હાથમાં આવ્યું! કોંગ્રેસે હરિયાણા ચૂંટણી પરિણામોની તપાસ કરાવવાની માંગ કરી
Thank you for thinking of me 🤍 pic.twitter.com/MICi6zVH99
— Ratan N. Tata (@RNTata2000) October 7, 2024
21 વર્ષની ઉંમરે Tata ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા
Ratan Tata ને 1991 માં 21 વર્ષની ઉંમરે ઓટોથી લઈને સ્ટીલ સુધીના બિઝનેસ સાથે સંકળાયેલા Tata ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતાં. ચેરમેન બન્યા બાદ Ratan Tata એ Tata ગ્રૂપને એક નવી ઉંચાઈ પર લઈ ગયા હતાં. Ratan Tata એ તમામ સમૂહની કૌશલ્યથી કમાન સંભાળી છે. જેની સ્થાપના તેમના પરદાદા દ્વારા એક સદી પહેલા કરવામાં આવી હતી. 1996 માં Tata એ ટેલિકોમ કંપની Tata ટેલિસર્વિસિસની સ્થાપના કરી અને 2004 માં Tata કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) બજારમાં સૂચિબદ્ધ થઈ હતી.
એક રોલ મોડેલ અને લોકો માટે પ્રેરણાના સ્ત્રોત પણ છે
અબજોપતિ ઉદ્યોગપતિ Ratan Tata હવે 86 વર્ષના છે. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. તેઓ 1991 થી 2012 સુધી Tata ગ્રૂપના ચેરમેન હતાં અને આ સમય દરમિયાન તેમણે બિઝનેસ સેક્ટરમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંના એક Tata ગ્રુપને ઘણી ઊંચાઈઓ પર લઈ ગયા છે. જો આપણે Ratan Tata ના વ્યક્તિત્વ પર નજર કરીએ તો, તેઓ માત્ર એક ઉદ્યોગપતિ જ નથી, પણ એક સરળ, ઉમદા અને ઉદાર વ્યક્તિ, એક રોલ મોડેલ અને લોકો માટે પ્રેરણાના સ્ત્રોત પણ છે.
આ પણ વાંચો: દિલ્હીના CM આવાસને સીલ કરી દેવામાં આવ્યું! PWD એ કરી કાર્યવાહી