ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતના માનવરૂપી હીરા માટે 11 હજાર અમેરિકન હીરાથી બનાવી તસવીર

સુરતના હીરા વ્યપારીએ 11 હજાર Diamond થી તસવીર બનાવી Ratan TATA ની શ્રદ્ધાંજલિ માટે મનમોહક તસવીર બનાવી હતી કરુણાનો સાગર રૂપિ વ્યક્તિત્વ ધરાવતા મહાન પુરુષ હતાં Ratan Tata Diamond Portrait : Ratan TATA ના નિધનના કારણે સમગ્ર દેશ શોકમગ્ન...
05:44 PM Oct 13, 2024 IST | Aviraj Bagda
Surat artist creates a diamond portrait of Ratan Tata

Ratan Tata Diamond Portrait : Ratan TATA ના નિધનના કારણે સમગ્ર દેશ શોકમગ્ન બન્યો છે. Ratan TATA એ 9 ઓક્ટોબરની રાત્રે મુંબઈમાં આવેલી બ્રીચ કોંડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતાં. ત્યારે આ ઘટના બાદ દેશના મોટાભાગના લોકોના પણ થોડી ક્ષણો માટે શ્વાસ થંભી ગયા હતાં. Ratan TATA ના સન્માનમાં સમગ્ર દેશમાં એક દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો હતો. બીજી તરફ ગુજરાત જેવા રાજ્યમાં નવરાત્રીનો માહોલ જામેલો હતો, અને મઘરાતે ખેલૈયાઓ સંગીતની ધૂન બધું ત્યજીને ધૂની બનીને ઝૂમી રહ્યા હતાં. ત્યારે આ સમાચાર આવતા સંગીત રાગ મધૂરમાંથી મરશિયામાં ફેરવાઈ ગયા હતાં.

સુરતના હીરા વ્યપારીએ 11 હજાર Diamond થી તસવીર બનાવી

Ratan TATA એ દેશના પાયાના વિકાસથી લઈને આધુનિક દુનિયાના દેશની હરોળમાં સામેલ કરવા માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે. Ratan TATA ના બલિદાનોને દેશ કયામત સુધી યાદ રાખશે. ત્યારે Ratan TATA ના નિધન ઉપર દરેક લોકોએ પોત-પોતાની યથાશક્તિ પ્રમાણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારે ગુજરાતમાં આવેલી હીર નગરીમાં એક કલાકારે અનોખી રીતે Ratan TATA ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સુરતના હીરા વ્યાપારીએ 11 હજાર અમેરિકન Diamond થી Ratan TATA ની પોટ્રેડ તસવીર તૈયાર કરી હતી.

આ પણ વાંચો: Ratan Tata: રતન ટાટાના સોશિયલ મીડિયા પર છેલ્લા શબ્દો...વાંચીને આંખો ભીની થઈ જશે

Ratan TATA ની શ્રદ્ધાંજલિ માટે મનમોહક તસવીર બનાવી હતી

Ratan TATA ને શ્રદ્ધાંજલિ પાઠવતા આ કલાકારનું નામ વિપુભાઈ જોપિવાળા છે. હીરા વ્યાપારી વિપુભાઈ જોપિવાળાએ 11 હજાર અમેરિકન Diamond ની મદદથી Ratan TATA ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. ત્યારે વિપુભાઈ જોપિવાળાએ જે રીતે Ratan TATA ની તસવીર બનાવી હતી. તેના વીડિયો સોશિયલ મીડિયા ઉપર હાલમાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે વિપુલભાઈ જોપિવાળાએ અમેરિકન Diamond ની મદદથી કેવી રીતે Ratan TATA ની મનમોહક તસવીર બનાવી હતી.

કરુણાનો સાગર રૂપિ વ્યક્તિત્વ ધરાવતા મહાન પુરુષ હતાં

Ratan TATA ની આ શાનદાર તસવીરને લઈ હીરા વ્યાપારી વિપુલભાઈ જોપિવાળાની જેટલી પણ તારીફ કરવામાં આવે, તે તેમના માટે ઓછી પડે તેમ છે. ત્યારે આ પ્રકારનીન શ્રદ્ધાંજલીથી લાગે છે કે, હવે, Ratan TATA આ દુનિયામાં નથી રહ્યા. પરંતુ તેઓ કાયામતના કાળ સુધી આપણી વચ્ચે અને આપણા હ્રદયમાં સ્થાન ધરાવે છે. Ratan TATA એ માત્ર દિગ્ગજ ઉદ્યોગપતિ ઉપરાંત એક નેકદિલ અને કરુણાનો સાગર રૂપિ વ્યક્તિત્વ ધરાવતા મહાન પુરુષ હતાં.

આ પણ વાંચો: ગુજરાતના 11 સાવજો મા દુર્ગાની આરાધનામાં કરશે આઠમના ઉપવાસ

Tags :
American Diamonddiamond merchantdiamond portraitLegacyMumbai hospitalphilanthropistRatan Tataratan tata death newsRatan Tata Diamond PortraitRatan Tata Diamond Portrait Video ViralRatan Tata newsRatan Tata portraitRatan Tata Videosurat diamond merchantSurat newstribute
Next Article