ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Jaipur : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારી હત્યા

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીને આજે રાજધાની જયપુરમાં ગોળી મારી હત્યા કરાઇ હતી. સુખદેવસિંહ ગોગામેડીની શ્યામનગર વિસ્તારમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જે બાદ તેમને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા...
03:18 PM Dec 05, 2023 IST | Vipul Pandya
featuredImage featuredImage

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીને આજે રાજધાની જયપુરમાં ગોળી મારી હત્યા કરાઇ હતી. સુખદેવસિંહ ગોગામેડીની શ્યામનગર વિસ્તારમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જે બાદ તેમને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સુખવીર સિંહ પર ફાયરિંગની માહિતી મળતા જ સમગ્ર પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિક પોલીસ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.

સુખદેવ સિંહને બે ગોળી વાગી

સુખદેવ સિંહ ગોગામેડીને ક્યાં ગોળી મારવામાં આવી હતી તે હજુ સુધી બહાર આવ્યું નથી. ગોળી તેમના શ્યામ નગર સ્થિત ઘર નજીકથી ચલાવવામાં આવી હોવાનું કહેવાય છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. સુખદેવ સિંહને બે ગોળી વાગી હોવાનું કહેવાય છે. ગોળીઓ કોણે ચલાવી તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. ટુ વ્હીલર પર આવેલા શખ્સોએ ફાયરીંગ કર્યું હતું.

ગોગામેડીએ અલગ સંસ્થા બનાવી હતી

સુખદેવ સિંહ ગોગામેડી લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા હતા. થોડા સમય પહેલા કરણી સેના સંગઠનમાં વિવાદ બાદ તેમણે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામથી અલગ સંગઠન બનાવ્યું હતું. ગોગામેડી તેના પ્રમુખ છે. તે ફિલ્મ પદ્માવત અને ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટર કેસ બાદ રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શનને કારણે ચર્ચામાં આવ્યા હતા. આ મુદ્દાઓને લઈને તેમના ઘણા વીડિયો પણ વાયરલ થયા હતા.

જયપુરમાં પોલીસ પ્રશાસન હાઈ એલર્ટ

સુખદેવ સિંહને ગોળી માર્યા બાદ આ સમાચાર આખા રાજ્યમાં દાવાનળની જેમ ફેલાઈ ગયા. સ્થિતિ જોઈને પોલીસ સમગ્ર જયપુર શહેરમાં હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. સાથે જ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. હુમલાખોરો કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા તે અંગે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી. પોલીસ આરોપીની શોધ કરી રહી છે. વહીવટીતંત્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ગોગામેડી ઘણા સમયથી સુરક્ષાની માંગ કરી રહ્યા હતા.

આ પણ વાંચો---MP : ‘હું ન તો પહેલા મુખ્યમંત્રીનો દાવેદાર હતો અને ન તો આજે છું’

Tags :
DeathJaipurRajasthanRashtriya Rajput Karni SenaSukhdev Singh Gogamedi