Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અરવલ્લી જિલ્લાના રામપુર ગામે અનોખી રીતે નવા વર્ષની થઇ રહી છે ઉજવણી

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રામપુર ગામે પરંપરાગત પશુઓ ભડકાવી આનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષો જૂની પરંપરાને આજે પણ ગામના નાનાથી મોટા લોકો અનુસરી રહ્યા છે. આજથી શરુ થતું વિક્રમ સંવત 2080 નું વર્ષ સમગ્ર દેશમાં ઉજવાઈ...
10:15 AM Nov 14, 2023 IST | Hardik Shah

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રામપુર ગામે પરંપરાગત પશુઓ ભડકાવી આનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષો જૂની પરંપરાને આજે પણ ગામના નાનાથી મોટા લોકો અનુસરી રહ્યા છે.

આજથી શરુ થતું વિક્રમ સંવત 2080 નું વર્ષ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રામપુર ગામે ગોપાલક સમાજ દ્વારા અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. રામપુર ગામે પશુપાલકો સવારે વહેલા ઉઠી ભગવાન કૃષ્ણના મંદિરે અબાલ વૃદ્ધ સૌ એકઠા થાય છે ભગવાનની આરતી કરે છે. આરતી કર્યા બાદ ગામનું તમામ પશુધન મંદિર આગળ લાવવામાં આવે છે. નાના બાળકો દ્વારા ફટાકડા લઇ પશુઓની વચ્ચે ફોડવામાં આવે છે અને પશુઓને ભડકાવવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં પશુઓ ભડકે છે. છતાં કોઈને પણ કોઈ જાતની ઈજાઓ કે નુકસાન થતું નથી ત્યારબાદ ગામના અબાલ વૃદ્ધ સૌ એક બીજાને ભેટી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. પરંતુ કોરોના મહામારીને પગલે આ વખતે ભેટવાના બદલે માત્ર દુરથી બે હાથ જોડી જય શ્રી કૃષ્ણ કહી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

રામપુર ગામમાં પરંપરાગત પદ્ધતિથી નવા વર્ષની ઉજવણીની એવી માન્યતા રહેલી છે કે પશુઓ ભડકાવી નવા વર્ષની ઉજવણી કરવાથી ગામમાં વર્ષ દરમિયાન સુખાકારી રહે છે. ધંધા ખેતીમાં પ્રગતિ થાય છે પશુઓમાં મહામારીનો રોગ આવતો નથી. ત્યારે આજના કોમ્પ્યુટર યુગમાં પણ લોકો ધર્મ અને આસ્થા સાથે જોડાયેલી પરંપરાઓની ઉજવણી કરી તહેવારોની ઉજવણી કરે છે. અરવલ્લીના રામપુર ગામના વડીલોએ પરમ્પરા જાળવી યુવાનોને સુપ્રત કરી છે. ગામના ચોકમાં વ્યસન પણ છોડી દેવામાં આવે છે જેથી પશુઓ, ખેતી તેમજ લોકોને થતું નુકસાન અટકી જાય છે. ત્યારે હિન્દૂ સમાજ પરમ્પરા પર ટકી રહ્યો છે ત્યારે નવા વર્ષની અહીં અનોખી શરૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો - અંબાજી મંદિરમાં નવા વર્ષે માઈ ભક્તોનું ઘોડાપૂર, મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું

આ પણ વાંચો - વિક્રમ સંવત 2080ના નૂતન વર્ષનો આજથી પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનતાને પાઠવી શુભેચ્છાઓ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Aravalli districtAravalli Newsmodasanew yearRampur villagetraditional animal roasting
Next Article