Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પોતાને કલ્કી અવતાર ગણાવતા રાજકોટના રમેશ ફેફરે ફરી બફાટ કરતાં વિવાદ 

પોતાને કલ્કી અવતાર ગણાવતાં રમેશ ફેફરનો બફાટ ચંદ્રયાન-3ના લેન્ડિંગને ચૂંટણી પ્રચારનો ખોટો ખર્ચ ગણાવ્યો કથિત કલ્કી અવતાર રમેશ ફેફરના બેફામ નિવેદન મારું એકવાર તો મોત થઇ ચૂક્યું છેઃ રમેશ ફેફર ભગવાન પરશુરામ વિશે એલફેલ બોલ્યાં રમેશ ફેફર બ્રાહ્મણો વિશે...
01:26 PM Aug 26, 2023 IST | Vipul Pandya
પોતાને કલ્કી અવતાર ( Kalki avatar) ગણાવતા રાજકોટના રમેશ ફેફરે ફરી એક વાર વિવાદીત નિવેદન આપીને બફાટ કર્યો છે. રમેશ ફેફરે ચંદ્રયાન-3ના લેન્ડિગને ચૂંટણી પ્રચારનો ખોટોખર્ચો ગણાવ્યો છે અને બ્રાહ્મણો વિશે પણ અશોભનિય નિવેદન આપ્યું છે. રમેશ ફેફરે ભગવાન પરશુરામનું પણ અપમાન કરીને એલફેલ બોલ્યા છે.
ભગવાન પરશુમાર વિશે પણ એલફેલ બોલ્યાં
રમેશ ફેફરે ફરી એક વાર બફાટ કરતાં કહ્યું કે મારું એક વાર તો મોત થઇ ચુક્યું છે. તેમણે ભગવાન પરશુમાર વિશે પણ એલફેલ બોલીને તેમનું અપમાન કર્યું છે અને બ્રાહ્મણો વિશે પણ અશોભનિય નિવેદન આપ્યું છે.
તમામ મંદિરના પૂજારી નર્કમાં જવાના
તેમણે એમ પણ કહ્યું કે તમામ મંદિરના પૂજારી નર્કમાં જવાના છે અને મારી તપસ્યાના કારણે 65 ટકા દેવી શક્તિ સક્રિય છે. તેમણે ચંદ્રયાન-3ને ચૂંટણી પ્રચારનો ખોટો ખર્ચો ગણાવ્યો હતો અને વડાપ્રધાનનું પણ અપમાન કર્યું હતું. રમેશ ફેફરે કહ્યું કે ચંદ્રયાન-3 વડાપ્રધાનનો પબ્લિસિટી સ્ટંટ છે.  રમેશ ફેફર ભુતકાળમાં પણ વિવાદીત નિવેદનો આપી ચુક્યા છે અને ફરી એક વાર તેમણે વિવાદીત નિવેદન આપતાં વાતાવરણમાં ગરમાવો આવ્યો છે.
સંતો અને નેતાઓએ રોષ પ્રગટ કર્યો
ધડમાથા વિનાના નિવેદન આપનારા રમેશ ફેફર સામે સંતો અને નેતાઓએ રોષ પ્રગટ કર્યો છે. ભાજપના યજ્ઞેશ દવેએ કહ્યું કે ગામ હોય ત્યાં ગાંડા હોય જ..તો કોંગ્રેસના હેમાંગ રાવલે કહ્યું કે આને તબીબી સારવારની જરુર છે. સંતોએ પણ કહ્યું હતું કે આ હરકત સનાતન સંસ્કૃતિને બદનામ કરવાની છે. ભાજપ અને કોંગ્રેસે કહ્યું કે ફેફરને માનસિક સારવારની જરુર છે.
આ પણ વાંચો----CHANDRAYAAN-3 : આઘાતમાંથી બહાર આવેલા પાકિસ્તાને આખરે ચુપ્પી તોડી, જાણો શું કહ્યું
Tags :
bhagawan parshuramchandrayan-3controversyKalki avatarRamesh fefar
Next Article