Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ram Mandir Inauguration : ભારતીયો જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આજે આવી ગયો

Ram Mandir Inauguration : જે ક્ષણની ભારતીયો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે આજે આવી ગયો છે. ભગવાન રામ (Lord Ram) જે અયોધ્યા આવી રહ્યા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને હવે ગણતરીના કલાકો જ બાકી છે. અગાઉ, મંગળવાર 16...
07:56 AM Jan 22, 2024 IST | Hardik Shah

Ram Mandir Inauguration : જે ક્ષણની ભારતીયો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે આજે આવી ગયો છે. ભગવાન રામ (Lord Ram) જે અયોધ્યા આવી રહ્યા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને હવે ગણતરીના કલાકો જ બાકી છે. અગાઉ, મંગળવાર 16 જાન્યુઆરીએ જ શુભ વિધિ શરૂ થઈ હતી, જે રવિવાર 21 જાન્યુઆરી સુધી ચાલુ રહી હતી. જણાવી દઇએ કે, કાર્યક્રમના મુખ્ય યજમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હશે. આ સાથે 12:29:08 થી 12:30:32 (12:29:08-12:30:32) વચ્ચેનો મુહૂર્ત પ્રાણ પ્રતિષ્ઠા માટે પસંદ કરવામાં આવ્યું છે.

આધ્યાત્મિક રંગોથી રંગાઈ અયોધ્યાનગરી

અયોધ્યામાં આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા (Ram Mandir Inauguration) થવાની છે જેને લઇને સૌ કોઇ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. પછી તે સામાન્ય નાગરિક હોય, ક્રિકેટર, બોલિવૂડ સેલિબ્રિટી, ઉદ્યોગપતિઓ હોય કે પછી સંતો હોય. આજના શુભ દિવસને યાદગાર બનાવવાની તમામ તૈયારીઓ થઇ ગઇ છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઇને અયોધ્યાને આધ્યાત્મિક રંગોથી શણગારવામાં આવ્યું છે. કલ્પના કરો કે જ્યારે અયોધ્યા (Ayodhya) આટલી સજાવવામાં આવી હોય, ત્યારે ભગવાન રામનું મંદિર (Ram Mandir) કેટલું શણગારેલું હશે. આપને જણાવી દઇએ કે, પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ સમય માત્ર 84 સેકન્ડનો રહેશે.

કોને મળશે પ્રવેશ ?

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ પોસ્ટ કર્યું હતું, 'પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં આમંત્રિત મહાનુભાવો માટેની માહિતી: ભગવાન શ્રી રામલલ્લા સરકારના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં પ્રવેશ ફક્ત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા જારી કરાયેલ એડમિટ કાર્ડ દ્વારા જ શક્ય છે. ફક્ત આમંત્રણ પત્ર મુલાકાતીઓને પ્રવેશ સુનિશ્ચિત કરશે નહીં. એન્ટ્રી ગેટ પરના QR કોડ સાથે મેચ કર્યા પછી જ પરિસરમાં પ્રવેશ શક્ય બનશે. રામ નગરી તરીકે ઓળખાતા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં VVIP મહેમાનોનું આગમન રવિવારથી જ શરૂ થઈ ગયું હતું. અયોધ્યામાં આ વિશેષ સમારોહમાં લગભગ 7000 મહાનુભાવો હાજરી આપશે. અગાઉ, ટ્રસ્ટે જણાવ્યું હતું કે, 'ગભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ મહાનુભાવોને દર્શન કરાવવામાં આવશે.' ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, ત્યાં 121 આચાર્યો હશે જેઓ સમારંભની તમામ ધાર્મિક પ્રક્રિયાઓનું સંકલન, સમર્થન અને માર્ગદર્શન કરશે. શ્રી ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ તમામ પ્રક્રિયાઓનું નિરીક્ષણ, સંકલન અને માર્ગદર્શન કરશે અને કાશીના શ્રી લક્ષ્મીકાંત દીક્ષિત મુખ્ય આચાર્ય હશે.

આ પણ વાંચો - Ram Mandir Pran Pratishtha : મુકેશ અંબાણીના ઘર Antilia ને ‘Jai Shree Ram’ થી શણગારવામાં આવ્યું…Video

આ પણ વાંચો - PM Modi : ‘અમે મોદીના ચાહકો છીએ…’, અભિષેક પહેલા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના સૂર બદલાયા…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ayodhyaayodhya ka ram mandirayodhya mandirayodhya ram mandirayodhya ram mandir constructionayodhya ram mandir construction updateayodhya ram mandir inaugurationayodhya ram mandir liveayodhya ram mandir newsayodhya ram mandir pran pratishthaayodhya ram templeAyodhya Temple InaugurationAyodhya Temple Openingpm narendra modiPran Pratishtha ceremonypran-pratishtharam mandir ayodhyaram mandir inaugurationRam Mandir Inauguration Auspicious Timeram mandir pran pratishthaRam Temple Consecration
Next Article