Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RAJKOT : આ મુસ્લિમ ભક્ત 33 વર્ષથી કરે છે ભગવાન શિવની આરાધના, 11 કિમી ચાલીને જાય છે મંદિર

આ મુસ્લિમ શિવભક્ત છેલ્લા 33 વર્ષથી કરે છે આરાધના તેઓ દર વર્ષે આખો શ્રાવણ માસ કરે છે ભગવાન શિવની પૂજા ભગવાન શિવને તેઓ હિન્દુ - મુસ્લિમ એકતાની પ્રાથના કરે છે RAJKOT : ભગવાન શિવની આરાધના, ભક્તિ અને મહાત્મ્ય એક...
08:02 AM Aug 19, 2024 IST | Harsh Bhatt

RAJKOT : ભગવાન શિવની આરાધના, ભક્તિ અને મહાત્મ્ય એક ધર્મ, પંથ કે સંસ્થા સાથે સંકળાયેલી નથી.ભગવાન શિવ સર્વત્ર છે. ભગવાન શિવના ભક્તો દરેક ધર્મ, જાતિ અને સમુદાયમાં જોવા મળે છે.રાજકોટમાંથી એક એવું જ ભક્તિમય ઉદાહરણ સામે આવ્યું છે. રાજકોટના (RAJKOT) એક મુસ્લિમ શિવ ભક્ત છે કે જેઓ શ્રાવણ મહિનામાં રોજ ભગવાન શિવની આરાધના કરવા માટે મંદિરમાં જાય છે. ખરેખર આ કોમી એકતા અને આસ્થા -ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓ ભગવાન શિવની ભક્તિ કરવા માટે 11 કિલો મીટર દરરોજ પગપાળા શિવ મંદિર સુધી જઈને ભગવાનની પૂજા કરે છે અને હિન્દુ - મુસ્લિમ એકતાની પ્રાથના કરે છે.ચાલો જાણીએ કોણ છે આ મુસ્લિમ શિવ ભક્ત અને કેવી રીતે કરે છે તેઓ ભગવાન શિવની ભક્તિ.

આ મુસ્લિમ ભક્ત છેલ્લા 33 વર્ષથી કરે છે શિવ ભક્તિ

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિ કરવાનો મહિમા છે. ભક્તો આ મહિનામાં ભાગવાન શિવની પૂજા, આરાધના કરે છે. શ્રાવણ મહિનામાં શિવ મંદિરો જય ભોલેનાથ અને હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠે છે.આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તો ભગવાન શિવની પૂજા આરાધના કરી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં એક મુસ્લિમ વ્યક્તિ દ્વારા ભગવાન શિવની પૂજા આરાધના કરવામાં આવી રહી છે.

અહેસાન ચૌહાણ નામના મુસ્લિમ વ્યક્તિ દ્વારા છેલ્લા 33 વર્ષ જેટલા સમયથી દર વર્ષે આખો શ્રાવણ માસ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે.આ વ્યક્તિ આખો મહિનો 11 કિલોમીટર સુધી ચાલીને શિવ મંદિર જાય છે. રાજકોટ શહેરના જાગનાથ વિસ્તારમા આ એહસાન નામના વ્યક્તિ રહે છે. શ્રાવણ માસ દરમિયાન તે પોતાના ઘરેથી રાજકોટ (RAJKOT) શહેરની થોડા દૂર આવેલા ઈશ્વરીય ગામમાં જાય છે. તેઓ પગપાળા ચાલીને ઈશ્વરીયા ગામના સૂર્ય મહાદેવના મંદિરે દર્શન અને પૂજા પ્રાર્થના કરે છે.

કેમ કરે છે ભગવાન શિવમાં આસ્થા

એહસાન ચૌહાણ નામના આ વ્યક્તિ 11 કિલોમીટર ચાલીને ભગવાન શિવની ભક્તિ કરવા માટે જાય છે. ભગવાન શિવની આટલી આસ્થા હોવાનું કારણ તેમણે જણાવ્યું હતું.તેમનું કહેવું છે કે તેમને ભગવાન શિવ પર અનેક શ્રદ્ધા છે તેઓ સ્કૂલમાં હતા તે સમય થી જ ભગવાન શિવની પૂજા પ્રાર્થના કરે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે હિંદુ મુસ્લિમ એક છે અનેક એવી દરગાહ આવેલી છે કે જ્યાં હિંદુ લોકો પણ જતા હોય છે તો કેટલાક મંદિરોમાં મુસ્લિમ વ્યક્તિઓ પણ જોતા હોય છે ભગવાન બધાના એક છે.

આ પણ વાંચો : નારણપુરા વિધાનસભાના કાર્યકર્તા સંમેલનને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સંબોધ્યું

Tags :
ahesaan chauhanGujarat FirstHOLY MONTHLORD SHIVmuslim shiv bhaktRAJKOTshravan maas
Next Article