Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : મવડી બ્રિજ પાસે મળ્યો મહિલાનો મૃતદેહ, મોત પાછળ ચોંકાવનારું પ્રથમિક તારણ!

રાજકોટમાંથી (Rajkot) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મવડી બ્રિજ પાસે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં માલવિયાનગર પોલીસ (Malvianagar Police) ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાનો મૃતદેહ પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી....
rajkot   મવડી બ્રિજ પાસે મળ્યો મહિલાનો મૃતદેહ  મોત પાછળ ચોંકાવનારું પ્રથમિક તારણ

રાજકોટમાંથી (Rajkot) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મવડી બ્રિજ પાસે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં માલવિયાનગર પોલીસ (Malvianagar Police) ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાનો મૃતદેહ પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક મહિલાની ઓળખ સવિતાબેન ભટ્ટ તરીકે થઈ છે. સવિતાબેન કોઈ વાહન નીચે આવી જતાં તેમનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણ છે.

Advertisement

મવડી બ્રિજ પાસે મહિલાનો મૃતદેહ મળ્યો

મળતી માહિતી મુજબ, રાજકોટનાં (Rajkot) મવડી બ્રિજ (Mawdi Bridge) પાસે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હોવાની માલવિયાનગર પોલીસને જાણ થઈ હતી. આથી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક મહિલાનું નામ સવિતાબેન ભટ્ટી હતું. સવિતાબેન રાત્રિ દરમિયાન ઘરમાંથી બહાર નીકળ્યા હતા અને ઘણો સમય વીતી ગયા પછી પણ તેઓ પરત ઘરે આવ્યા નહોતા. આથી તેમનો પરિવાર સવિતાબેનને શોધવા માટે નીકળ્યો હતો. દરમિયાન, પરિવારજનોને સવિતાબેનનાં મોતનાં સમાચાર મળ્યા હતા.

સવિતાબેનનું મોત કયાં કારણોસર થયું તે અંગે પોલીસે તપાસ આદરી છે.

Advertisement

વાહન નીચે આવી જત મોત થયું હોવાનું પ્રાથમિક તારણ

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, સવિતાબેનનું મોત કોઈ વાહન નીચે બેઠાં હસે ત્યારે વાહનચાલકે રિવર્સ લેતા દરમિયાન ટાયર સવિતાબેન પર ફરી વળ્યું હોવાનું પ્રાથમિક તારણ મનાઈ રહ્યું છે. જો કે, આ મામલે માલવિયાનગર પોલીસે ( Malvianagar Police) હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વાહનચાલક ફરાર છે. સવિતાબેનનું મોત કયાં કારણોસર થયું તે અંગે પોલીસે તપાસ આદરી છે. સવિતાબેનનાં મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.

Advertisement

આ પણ વાંચો - મેક્સિકો બોર્ડરથી America માં ગેરકાયદે પ્રવેશવા જતાં 150 થી વધુ ઝડપાયા, મોટાભાગનાં ગુજરાતીઓ!

આ પણ વાંચો - BJP ના પ્રચાર માટે 45 કાર ભાડે મેળવી વેચી દેનારો નેતા પુત્ર ઝડપાયો

આ પણ વાંચો - VADODARA : તસ્કરોના નાઇટ પેટ્રોલીંગને પગલે લોકોમાં ફફડાટ

Tags :
Advertisement

.