Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત, સુસાઈડ નોટમાં કહી આ વાત

મૃતક માહીનાં મૃતદેહ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.
rajkot   ધો 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત  સુસાઈડ નોટમાં કહી આ વાત
Advertisement
  1. Rajkot માં ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત
  2. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
  3. વિદ્યાર્થિનાં મૃતદેહ પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી

રાજકોટમાં (Rajkot) ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યાની ચકચારી ઘટના બની છે. ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને પરીક્ષામાં નાપાસ થવાનો ડર સતાવી રહ્યો હોવાથી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાના હાલ પ્રાથમિક અહેવાલ છે. મૃતક વિદ્યાર્થિની પાસેથી સુસાઇડ નોટ (Suicide Note) પણ મળી આવી છે, જેમાં તેણીએ લખ્યું હતું કે, માફ કરજો મમ્મી ડોક્ટર બનવાનું સપનું પૂરું ન કરી શકી. આ મામલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad : શા માટે સ્પીડમાં ચલાવે છે ? કહેતા કારચાલકે વિદ્યાર્થીને જાહેરમાં ચપ્પાનાં ઘા ઝીંક્યા, થયું મોત

Advertisement

ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત

રાજકોટમાં (Rajkot) યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૃતક વિદ્યાર્થિનીનું નામ માહી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, માહીના મૃતદેહ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. માહીને પરીક્ષામાં નાપાસ થવાનો ડર સતાવી રહ્યો હોવાથી તેણીએ ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હોવાના હાલ અનુમાન છે.

Advertisement

આ પણ વાંચો - દિવાળી ગઈ, છતાં અમદાવાદ Police ના હજારો જવાનોનો મહિનાઓનો રજા પગાર ના આવ્યો

'માફ કરજો મમ્મી ડોક્ટર બનવાનું સપનું પૂરું ન કરી શકી'

માહીએ તેની સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, માફ કરજો મમ્મી ડોક્ટર બનવાનું સપનું પૂરું ન કરી શકી. આ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે (University Police Station) સુસાઈડ નોટ કબજે કરીને મૃતદેહ પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે માહીનાં મોતથી તેનાં પરિવારજનોનો ભારે શોકમાં ગરકાવ થયો છે.

આ પણ વાંચો - Sabarkantha : વિજયનગર પોલો પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, બે આશાસ્પદ યુવકોના મોત

Tags :
Advertisement

.

×