Rajkumar Jat case : રાજકોટનાં ન્યૂરો સર્જને આપ્યું મોટું નિવેદન, ફોરેન્સિક રિપોર્ટમાં અનેક શંકા ઉપજે તેવા મુદ્દા
- રાજકુમાર જાટ મોત મામલો
- ન્યૂરો સર્જન ડો. હેમાંગ વસાવડાનું નિવેદન
- ફોરેન્સિક રિપોર્ટમાં અનેક શંકા ઉજવે તેવા મુદ્દા
રાજકુમાર જાટના મોત (Rajkumar Jat case) મામલે એક બાદ એક નવા ખુલાસ થઈ રહ્યા છે. ન્યૂરો સર્જન ડો. હેમાંગ વસાવડા (Neurosurgeon Dr. Hemang Vasavada) એ નિવેદન આપ્યું હતું કે, ત્રણ દાયકાની મેડિકલ કારકીર્દીમાં આવો રિપોર્ટ મે જોયેલ નથી. કોઈ વ્યક્તિને વાહન દ્વારા એક જ વાર ટક્કર વાગ્યા બાદ તેનાં શરીર પર 42 ઈજાઓ શક્ય નથી. વ્યક્તિને વાહન દ્વારા ટક્કર વાગે ત્યારે તે દૂર ફેંકાય અથવા વાહન નીચે આવી જાય છે. પહેલો પીએમ રિપોર્ટ સામે આવવો જરૂરી છે. તેમજ ગુદાના ભાગે 7 ઈંચનો ચીરો તેમજ લાકડી, પાઈપ, ઊંધી કુહાડી, ઊંધું દાંતરડું જેવા બોથડ પદાર્થ કહેવાય જેની નોંધ રિપોર્ટમાં સ્પષ્ટ છે. રિપોર્ટમાં ડોક્ટરોએ પોતાની સેઈફ સાઈડ રાખેલી છે. જેમાં સ્પષ્ટ પણે તેને લખ્યું જ નથી કે વાહન અકસ્માતને કારણે ઈજાઓ પહોંચી છે. મૃતકની ઈજાઓ તમામ ફ્રેશ ઈજાઓ હતી. ઉલ્લેખનીય છે કે મૃતક રાજકુમાર જાટ તેમજ તેના પિતાને માર મરાયાનો NC કેસ અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ દાખલ થતા ગોંડલ પોલીસની કામગીરી પર અનેક શંકાઓ સામે આવી રહી છે.
ઇજાના નિશાન 12 કલાક પહેલાના એટલે કે, તાજા હોવાનો ખુલાસો થયો
ઇજાના નિશાન 12 કલાક પહેલાના એટલે કે, તાજા હોવાનો ખુલાસો થયો છે. આવા ઇજાના નિશાન અકસ્માતના કારણે ન થઇ શકે. આ ઇજા કોઇ બોથડ પદાર્થથી માર મરાયો હોય તો જ થાય. માથા અને ચહેરા પર ગંભીર ઇજાઓ થઇ છે ખોપરી ફાટી ગઇ છે, તેમાં 39 સે.મી લાંબી-ઊંડી ઇજાઓ પણ છે તથા આંખ, નાક, હોઠ અને ગાલ પર ભારે ઇજાના નિશાન છે. ગોંડલથી રાજકોટના તરઘડિયા ગામના ઓવરબ્રિજ સુધી ચાલીને પહોંચેલા જાટ યુવાનના મૃત્યુ કેસમાં રાજકોટ પોલીસે આ ઘટના અકસ્માતની હોવાનું સ્પષ્ટ કરી દીધું છે. તેમજ યુવાનનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ હાથ આવ્યો છે તેમાં અનેક મુદ્દે શંકાઓ દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચોઃ Rajkot : શહેરમાં ફરી બની આગની ઘટના, ગોપાલ બાદ કે.બી.ઝેડ કંપનીમાં લાગી આગ
શરીર પર જેટલી ઇજાનાં નિશાન છે તે જોતા અનેક શંકાઓ
રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન વિભાગના ત્રણ નિષ્ણાત ડોક્ટર પી.આર.વરૂ, એમ.એમ. ત્રાંગડિયા અને પી.જે.મણવરે આપેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કુલ બે પાર્ટમાં ઇજા ક્યા ક્યા થઇ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પ્રથમ પાર્ટમાં કુલ 24 મુદ્દા વર્ણવવામાં આવ્યા છે જ્યારે બીજા પાર્ટમાં કુલ 31 મુદ્દામાં કેવી કેવી ઇજા થઇ છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. રાજકુમાર જાટના મૃતદેહનો કરાયેલો ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો આ રિપોર્ટ કુવાડવા પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર બી.પી.રજયાની સહી સાથે સોંપવામાં આવ્યો છે તે મળ્યા બાદ કેટલાક નિષ્ણાત તબીબો પાસે આ રિપોર્ટ શું કહેવા માગે છે તેનું અવલોકન કરાવવામાં આવ્યું હતું. નિષ્ણાત તબીબોએ જણાવ્યું હતું કે, રિપોર્ટમાં જે મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા છે અને શરીર પર જેટલી ઇજાનાં નિશાન છે તે જોતા અનેક શંકાઓ ઉપસ્થિત થાય છે.
જયરાજસિંહ જાડેજાએ પણ અરજી કરી હોવાનું સામે આવ્યું
જયરાજસિંહ જાડેજાએ પણ અરજી કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં જયરાજસિંહ જાડેજાએ રાજકુમાર જાટના પિતા સામે અરજી કરી છે. તેમાં બંગ્લામાં ગેરકાયદે પ્રવેશ કરવા મુદ્દે અરજી કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં સમગ્ર મામલે હાલ જેતપુર PI તપાસ કરી રહ્યા છે. ગોંડલ પોલીસ સામે આક્ષેપો બાદ જેતપુર પોલીસને તપાસ સોંપાઇ છે.
આ પણ વાંચોઃ Gujarat Police : અલગ અલગ રાજ્યોમાં ૩૦થી વધુ દરોડા પાડી ડ્રગ્સના મોટા જથ્થા પકડ્યા
ફોરેન્સિક PM રિપોર્ટમાં પોલીસના દાવા કરતા અલગ જ દાવો સામે આવ્યો
ફોરેન્સિક PM રિપોર્ટમાં પોલીસના દાવા કરતા અલગ જ દાવો સામે આવ્યો છે. તેમાં રાજકુમાર જાટની અકસ્માત નહીં પણ હત્યા થઇ હોવાની શંકા છે. જેમાં રાજકુમારના શરીર પર લાકડીથી મારના નિશાન મળી આવ્યા છે. લાકડીથી માર માર્યા હોવાના 4-4 સેમીના ઇજાના નિશાન મળ્યા છે. રાજકુમારના ગુદામાં 7 સેમી ઊંડો ચીરો હોવાનો પણ ખુલાસો થયો છે. આ ઇજાઓ અકસ્માત નહીં પણ હત્યા થઇ હોવાની શંકા ઉપજાવે છે. ફોરેન્સિક PMમાં પ્રથમ ભાગમાં કુલ 24 મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા છે. તથા બીજા ભાગમાં કુલ 31 મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ VADODARA : ઝડપખોરોને ડામવા માટે પોલીસે ડિજીટલ બંદુક તાકી