ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : લોધિકામાં વિદ્યાર્થીના આપઘાત મામલે આચાર્ય, બે શિક્ષકો વિરુદ્ધ મોટી કાર્યવાહી!

Rajkot માં મોટાવડા સરકારી શાળાનાં વિદ્યાર્થીનો આપધાતનો મામલો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આચાર્ય, બે શિક્ષકને સસ્પેન્ડ કરાયા આચાર્ય સચિન વ્યાસ, શિક્ષક મોસમી શાહ અને વિભૂતિ જોષીને સસ્પેન્ડ કરાયા DEO દ્વારા સમગ્ર મામલે સરકારમાં રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો રાજકોટનાં...
11:30 AM Nov 06, 2024 IST | Vipul Sen
  1. Rajkot માં મોટાવડા સરકારી શાળાનાં વિદ્યાર્થીનો આપધાતનો મામલો
  2. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આચાર્ય, બે શિક્ષકને સસ્પેન્ડ કરાયા
  3. આચાર્ય સચિન વ્યાસ, શિક્ષક મોસમી શાહ અને વિભૂતિ જોષીને સસ્પેન્ડ કરાયા
  4. DEO દ્વારા સમગ્ર મામલે સરકારમાં રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો

રાજકોટનાં (Rajkot) લોધિકામાં મોટાવડા સરકારી શાળાનાં વિદ્યાર્થીનાં આપઘાત મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ (DEO) મોટી કાર્યવાહી કરી છે. શાળાનાં આચાર્ય સહિત બે શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ DEO એ સરકારમાં રિપોર્ટ પણ કર્યો છે. વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ અને વીડિયો બનાવ્યો હતો, જેમાં શિક્ષકોનાં ત્રાસથી પગલું ભર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો - Rajkot : 'મારી સાથે આ જ સરે આવું કર્યું...', શિક્ષકના ત્રાસથી માસૂમ વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું

વિદ્યાર્થીએ આપઘાત પહેલા બનાવ્યો હતો વીડિયો

રાજકોટ જિલ્લાનાં (Rajkot) લોધિકા (Lodhika) તાલુકામાં આવેલી મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં ધો. 11 માં અભ્યાસ કરતા ધ્રુવિલ ભરતભાઈ વારું નામના વિદ્યાર્થીએ ભણતરનાં ભાર અને શિક્ષકોનાં ત્રાસથી પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. આપઘાત કરતા પહેલા વિદ્યાર્થીએ સુસાઈડ નોટ અને વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં શિક્ષકે પરીક્ષા પેપરને લઈને વિદ્યાર્થીને પોલીસની ધમકી આપી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલે હવે જિલ્લા શિક્ષણ અધિકારીએ મોટી કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો - 

DEO દ્વારા આચાર્ય, બે શિક્ષકોને સસ્પેન્ડ કરાયાં

પ્રાપ્ત માહિતી મુજબ, જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે આચાર્ય સચિન વ્યાસ, શિક્ષક મોસમી શાહ અને વિભૂતિ જોષીને સસ્પેન્ડ કર્યા છે. બીજી તરફ DEO દ્વારા સમગ્ર મામલે સરકારમાં રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. અગાઉ DEO એ આચાર્ય અને શિક્ષિકાને નોટિસ ફટકારી હતી. ઘટના બાદ શાળામાં ગેરહાજર રહેતા શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી હતી.

આ પણ વાંચો -  Surat : સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં મચ્છરોનો ત્રાસ! ગરમ દૂધમાંથી મચ્છર નીકળતા વિવાદ

 

Tags :
Breaking News In GujaratiCrime NewsDhruvil Varu CaseDistrict Education officergovernment schoolGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiLodhikaMotavada Higher Secondary Government SchoolNews In GujaratiRAJKOTStudent Suicide Case
Next Article