Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot: જાડેજા પરિવારના વહાલ સોયા પુત્રની અંતિમયાત્રા! સમસ્ત ગ્રામજનોની છલકાઈ આંખો

Rajkot: રાજકોટ ગેમઝોનમાં આગ લાગવાથી અનેક લોકો જીવતા ભૂંજાયા હતા. આ આગકાંડમાં 30 થી વધુ લોકો કરૂણ મોતને ભેટ્યા હતા. કોઈ પરિવારે પોતાના બાળકો તો કોઈ પરિવારે સ્વજનો ગુમાવ્યા છે. આગ એટલી બધી વિકરાળ હતી કે, ગેમઝોનની અંદર રહેલા લોકો...
02:33 PM May 27, 2024 IST | VIMAL PRAJAPATI
Rajkot Game Zone Tragedy

Rajkot: રાજકોટ ગેમઝોનમાં આગ લાગવાથી અનેક લોકો જીવતા ભૂંજાયા હતા. આ આગકાંડમાં 30 થી વધુ લોકો કરૂણ મોતને ભેટ્યા હતા. કોઈ પરિવારે પોતાના બાળકો તો કોઈ પરિવારે સ્વજનો ગુમાવ્યા છે. આગ એટલી બધી વિકરાળ હતી કે, ગેમઝોનની અંદર રહેલા લોકો બહાર ન નીકળી શકતા જીવતા ભૂંજાયા હતા. આગમાં ભડથું થયેલા લોકોની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. તમામ મૃતદેહોને સિવિલમાં ખસેડાયા બાદ ગૂમ થયેલ પરિવારના DNA પર થી ઓળખ મેળવા તજવીજ હાથ ધરાઈ હતી.

ઘરેથી ફરવા તો ગયા પણ પછી પાછા જ ન આવ્યા!

આ ગેમ જોનમાં ત્રણ મિત્રો પૃથ્વીસિંહ ઝાલા, શત્રુઘ્નસિંહ ચુડાસમા સત્યપાલસિંહ જાડેજા સાથે ફરવા ગયેલ હતા. આ આગ કાંડમાં ગોંડલના સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા અને શત્રુઘ્નસિંહ ચુડાસમા ફસાયા હતા. જ્યારે પૃથ્વીરાજસિંહ ઝાલા Rajkot ગેમઝોનના બીજા ફ્લોરેથી પતરું તોડી બહાર નીકળવામાં સફળતા મળી હતી. જ્યારે બે મિત્રો દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. પરિવારજનોના મૃતક સાથેના DNA મેચ થતા પરિવાર પર આભ ફાટ્યુ હતું અને આક્રંદ છવાયો હતો.

ગ્રામજનોએ અંતિમયાત્રામાં જોડાઈને મૃતકને શ્રદ્ધાંજલી પાઠવી

નોંધનીય છે કે, ગોંડલના યોગીનગરમાં રહેતા સત્યપાલસિંહનાં પિતા છત્રપાલસિંહ જાડેજા મૂળ ખરેડાના રહેવાસી છે. કોટડા સાંગાણીની મહારાણા પ્રતાપ વિદ્યાલયમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. સિવિલ હોસ્પિટલમાંથી મૃતદેહ મળ્યા બાદ પરિવાર દ્વારા વહેલી સવારે ભારે હૈયે વ્હાલ સોયા પુત્રની અંતિમ યાત્રા કાઢી અંતિમ સંસ્કાર કર્યા હતા. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને મૃતકને શ્રદ્ધાંજલી પાઠવી હતી. પરિવારમાં બે ભાઓ માં સત્યપાલસિહ નાના ભાઈ હતા. ડિપ્લોમા સુધીનો અભ્યાસ પુર્ણ કરી ખરેડા ખેતીકામ સંભાળતા હતા.પરંતુ અત્યારે તેઓ ભગવાનને વ્હાલા થઈ ગયા છે.  ઉલ્લેખનીય છે કે, અત્યારે પરિવાર જનોમાં ભારે શોકનો માહોલ સર્જાયો છે. આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવો સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ પરિવારે પુત્ર ખોયો છે તે પાછો નહીં આવે!

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Surat: 33 લોકો હોમાયા બાદ સુરતના તંત્રની આંખો ખુલી, 10 ગેમ ઝોનને કર્યા સીલ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડમાં IAS અને IPS અધિકારીનું કલાકો સુધી Interrogation

આ પણ વાંચો: Rajkot: હત્યાકાંડ મુદ્દે HCમાં વધુ સુનાવણી, સુઓમોટો પિટિશનમાં મંગાઇ છે વચગાળાની રાહતો

Tags :
Gujarati NewsLatest Rajkot NewsRajkot Game Zone FiteRajkot Game Zone Rajkot Game Zone TrRajkot Game Zone TragedyRajkot Game Zone Updatetrp game zone newsTRP Game Zone TragedyTRP Game zone UpdateVimal Prajapati
Next Article