Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : કરોડો રૂપિયાની ઠગાઈ મામલે ફરાર 4 સ્વામીઓ પર કસાયો સકંજો, ફટકારાઈ આ નોટિસ!

જમીન-મકાનનાં (Rajkot) ધંધાર્થી સાથે રૂ. 3.04 કરોડનો ઠગાઈનો મામલો 4 સ્વામીઓ સામે લૂકઆઉટ નોટિસ ઇશ્યૂ કરવામાં આવી મંદિર અને ગૌશાળા જમીન ખરીદવા મામલે છેતરપિંડી કરી હોવાનો આરોપ રાજકોટમાં (Rajkot) જમીન-મકાનનાં ધંધાર્થી સાથે રૂપિયા 3.04 કરોડની છેતરપિંડી મામલે 4 સ્વામીઓ...
rajkot   કરોડો રૂપિયાની ઠગાઈ મામલે ફરાર 4 સ્વામીઓ પર કસાયો સકંજો  ફટકારાઈ આ નોટિસ
Advertisement
  1. જમીન-મકાનનાં (Rajkot) ધંધાર્થી સાથે રૂ. 3.04 કરોડનો ઠગાઈનો મામલો
  2. 4 સ્વામીઓ સામે લૂકઆઉટ નોટિસ ઇશ્યૂ કરવામાં આવી
  3. મંદિર અને ગૌશાળા જમીન ખરીદવા મામલે છેતરપિંડી કરી હોવાનો આરોપ

રાજકોટમાં (Rajkot) જમીન-મકાનનાં ધંધાર્થી સાથે રૂપિયા 3.04 કરોડની છેતરપિંડી મામલે 4 સ્વામીઓ સામે લૂકઆઉટ નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. ચારેય સ્વામીઓ પર આરોપ છે કે તેમણે અરવલ્લીનાં (Aravalli) બાયડ તાલુકામાં મંદિર અને ગૌશાળા જમીન ખરીદવા બહાને રાજકોટમાં જમીન-મકાનનાં ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરી હતી. આ સ્વામીઓ પર ગુજરાતમાં અલગ-અલગ પોલીસ મથકમાં 5 જેટલા ગુના નોંધાયેલા છે.

આ પણ વાંચો - Rajkot : કરોડોની છેતરપિંડી મામલે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુઓનો સાગરીત સુરતથી ઝડપાયો

Advertisement

વિદેશ ભાગી ન જાય તે માટે લૂકઆઉટ નોટિસ

અરવલ્લીનાં બાયડ (Bayad) તાલુકામાં મંદિર અને ગૌશાળા જમીન ખરીદવા બહાને સ્વામીનારાયણ સંપ્રદાયનાં માધવપ્રિય ઉર્ફે એમ.પી. સ્વામી, જયકૃષ્ણસ્વામી ઉર્ફ જે.કે. સ્વામી અને દેવપ્રકાશસ્વામી ઉર્ફે દર્શનપ્રિય સહિત ચાર સ્વામી સામે લૂકઆઉટ નોટિસ (Lookout Notice) ઇશ્યૂ કરવામાં આવી છે. હાલ, ચારેય સ્વામી પોલીસ પકડથી દૂર છે. આથી, ચારેય વિદેશ ભાગી ન જાય તે માટે આ નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. છેતરપિંડીનાં આ કેસમાં સામેલ શિક્ષક સહિત 3 લોકોની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ રિમાન્ડ પર છે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : ફેસબુક થકી પરિચયમાં આવેલા શખ્સે લગ્નની લાલચે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું

ચારેય સ્વામી હાલ પણ પોલીસ પકડથી દૂર

જણાવી દઈએ કે, વડતાલ સ્વામિનારાયણ (Vadtal Swaminarayan) સંપ્રદાયનાં સાધુઓ વિરૂદ્ધ જમીન પ્રકરણમાં રૂ. 3.04 કરોડની છેતરપિંડીની ફરિયાદ થઈ હતી. રાજકોટ પોલીસની EOW ટીમે (Rajkot Police's EOW Team) અગાઉ સ્વામીઓનાં સાગરીત લાલજી ઢોલાની સુરતથી (Surat) ઝડપી પાડ્યો હતો. જ્યારે, ફરિયાદમાં સામેલ ચારેય સ્વામી હાલ પણ પોલીસ પકડથી દૂર છે.

આ પણ વાંચો - Surat : વાલીઓ ચેતજો! જાહેર માર્ગ પર ટ્રાફિકમાં સગીર વિદ્યાર્થીએ હંકારી રિક્ષા, જુઓ વાઇરલ Video

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

એશિયાની સૌથી લાંબી Hyperloop નું રેલવે મંત્રીએ કર્યું નિરીક્ષણ,જુઓ video

featured-img
રાષ્ટ્રીય

શું તમને મોતનો ડર લાગે છે? PM મોદીએ આપ્યો મજેદાર જવાબ

featured-img
રાષ્ટ્રીય

Nagpur: નીતિન ગડકરી કેમ બોલ્યા મંત્રીપદ નહીં મળે તો મરી નહીં જઉં...?

featured-img
રાષ્ટ્રીય

વિવાદો બાદ પ્રેમચંદ અગ્રવાલે આપ્યું રાજીનામું, વિપક્ષ એટેકિંગ મોડમાં, રાજકીય તાપમાન પણ 'હાઈ

featured-img
સ્પોર્ટ્સ

Team India માં સ્થાન ન મળવા પર ચહલે તોડ્યું મૌન,કહ્યું- 'કુલદીપ..!

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને PM મોદીએ કેમ કર્યા યાદ?

×

Live Tv

Trending News

.

×