Rajkot Game Zone Tragedy: રાજકોટમાં ભડકે બળ્યા 25 બાળકો, રસ્તા પર પરિવારજનોનું હૈયાફાટ રૂદન
Rajkot Game Zone Tragedy: ગુજરાતમાં બાળકોનો જીવ જોખમમાં હોય તેવી ઘટનાઓ બની રહીં છે. થોડા સમય પહેલા જ વડોદરા હરણી હત્યાકાંડ થયા હતો. તેના ઘા તો હજી રૂંઝાયા પણ નથી અને અત્યારે ફરી એક બીજો હત્યાકાંડ સામે આવ્યો છે. ક્રમશઃ વાત કરવામાં આવે તો ગુજરાતમાં સુરત, અમદાવાદ, મોરબી, વડોદરા અને હવે રાજકોટમાં બાળકોનો જીવ લેવાઈ રહ્યા છે. તો શું આના માટે કોઈ જવાબદાર છે કે નહીં? શું આવી રીતે જ બાળકોના જીવ હોમાતા રહેશે? આખરે કેમ તંત્ર કોઈ નક્કર પગલા નથી લઈ રહ્યું? કેમ મોટા માથાઓને બચાવી લેવામાં આવે છે. બાળકોનો જીવ તંત્ર માટે મહત્વનો નથી એમ?
બાળકો મર્યા નથી પણ તેમની સામુહિક હત્યા કરવામાં આવી છે?
રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગે 25 બાળકોનો જીવ લીધો છે. બાળકોના પરિવારજનો અત્યારે રસ્તા બેસીને આક્રંદ કરી રહ્યા છે. આખરો પોતાના ફુલ જેવા બાળકો ગુમાવ્યાનું દુઃખ ક્યા મા-બાપને ના હોય? અહીં તો બાળકો કમોતે માર્યા છે. આમ તો માર્યા નથી પણ બાળકોની સામુહિક હત્યા કરવામાં આવી છે. કારણ કે, આવું રાજ્યમાં કઈ પહેલીવાર નથી બન્યું. આ પહેલા પણ રાજ્યમાં અનેક આવી ઘટનાઓ બની છે, જેમાં બાળકોનો ભોગ લેવાયો છે. રાજકોટમાં લાગેલી આગનું ચોક્કસ કારણ તો સામે નથી આવ્યું પરંતુ એવી વિગતો મળી રહી છે કે, અહીં સમારકારની કામગીરી ચાલી રહીં હતી.
શું બાળકો ગેમઝોનમાં રમવા માટે આવ્યા તે જ તેમની ભૂલ હતી?
અહીં સવાલ એ થાય છે કે, સમારકામ ચાલું હોવા છતાં પણ ગેમઝોન કેમ ચાલું રાખવામાં આવ્યો? શું બાળકોના જીવ કરતા પૈસા વધારે મહત્વના છે? શું હવે આ પૈસા બાળકોને પાછા લાવી શકશે? નોંધનીય છે કે, આકંડો સતત વધી રહ્યો છે. આ સાથે બાળકોના પરિવારજનો પણ આક્રંદ સાથે રડી રહ્યા છે. રાજકોટ ગેમઝોનના દ્રશ્યો જોઈને પથ્થર દિલ માણસનું હ્રદય પણ કંપી ઉઠે! આખરે બાળકોનું વાંક શું હતો? શું બાળકો ગેમઝોનમાં રમવા માટે આવ્યા તે જ તેમની ભૂલ હતી? રાજ્યમાં આટલી ઘટનાઓ બનાવા છતાં પણ તંત્ર કેમ પોતાની આંખો નથી ખોલી રહ્યું છે. કેમ સરકારી બાબુઓ મોટામાથાઓને સવારી રહીં છે.