Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot: હત્યાકાંડ મુદ્દે HCમાં વધુ સુનાવણી, સુઓમોટો પિટિશનમાં મંગાઇ છે વચગાળાની રાહતો

Rajkot: રાજકોટ અગ્નિકાંડ મામલે અત્યારે કાર્યવાહીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મળતી જાણકારી પ્રમાણે અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા છે. જોકે, આ લોકોની ઓળખ કરવી પણ ખુબ જ મુશ્કેલ થઈ ગઈ હતી. તેના માટે થઈને મૃતકોની બોડી અને તેમના...
rajkot  હત્યાકાંડ મુદ્દે hcમાં વધુ સુનાવણી  સુઓમોટો પિટિશનમાં મંગાઇ છે વચગાળાની રાહતો

Rajkot: રાજકોટ અગ્નિકાંડ મામલે અત્યારે કાર્યવાહીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મળતી જાણકારી પ્રમાણે અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા છે. જોકે, આ લોકોની ઓળખ કરવી પણ ખુબ જ મુશ્કેલ થઈ ગઈ હતી. તેના માટે થઈને મૃતકોની બોડી અને તેમના પરિવારજનોનો ડીએનએ ટેસ્ટ શરૂ કરવામાં આવશે. પરંતુ અત્યારે મહત્વની વાત એ છે કે, રાજકોટ (Rajkot) હત્યાકાંડ મુદ્દે HC વધુ સુનાવણી હાથ ધરાવામાં આવશે. નોંધનીય છે કે, સુઓમોટો પિટિશનમાં વચગાળાની રાહતો મંગાવાઈ છે. આ સાથે મૃતકોના પરિવારને વળતરમાં વધારો કરી ચૂકવવા માગણી કરવામાં આવી છે.

Advertisement

આરોપીઓની મિલકત વેચી વળતર ચૂકવવા માગણી

તમને જણાવી દઇએ કે, આરોપીની સ્થાવર મિલકત ટાંચમાં લેવાની માગણી કરવામાં આવી છે. આ સાથે આરોપીઓની મિલકત વેચી વળતર ચૂકવવા માગણી કરવામાં આવી છે. નોંધનીય છે કે, તમામ મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટરોને રોજગાળાના જરૂરી હુકમો કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે. અરજીમાં કાયમી રાહતના સ્વરૂપમાં મંગાયેલી દાદ પ્રમાણે તમામ જવાબદાર વૈધાનિક સત્તા મંડળ અને સરકાર ની જવાબ દેહી નક્કી કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માગણી કરાઈ છે.

Advertisement

જવાબદાર આરોપીઓ અને સરકારી અધિકારીઓ સામે કાર્યવાહીની માગ

નોંધનીય છે કે, જમીન પર ઉભા થતાં સ્થાયી અને હંગામી બાંધકામો માટે સરકાર યોગ્ય નિયમો બનાવે તેવી પણ માગણી થઈ છે. એટલું જ નહીં પરંતુ આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહીની માગણી કરવામાં આવી છે. આ પ્રકારે ગેમ ઝોન ચાલુ કરવા માટે સંકળાયેલા જવાબદાર આરોપીઓ અને સરકારી અધિકારીઓ સામે કાર્યવાહીની માગણી કરાઈ છે. મળતી જાણકારી પ્રમાણે કેસની તપાસનો સમયાંતરે અહેવાલ રજૂ કરવાની માંગણી થઈ છે. અદાલતને યથા યોગ્ય લાગે તેવા જરૂરી વચગાળાના અને અંતિમ હુકમ કરવા પણ માગણી થઈ છે. Rajkot બાદ રાજ્યમાં અનેક જગ્યાએ કાર્યવાહી શરૂ થઈ છે.

આ પણ વાંચો: Rajkot: વેપારીઓ બંધ પાળશે, બાર એસોશિયનના વકીલો કોર્ટ કાર્યવાહીથી રહેશે અળગા

આ પણ વાંચો: Rajkot TRP Game Zone : અત્યાર સુધી શું થયું તે જાણો એક ક્લિક પર…!

આ પણ વાંચો: Ahmedabad: રાજ્યમાં હજી બે દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં રહેશે ઓરેન્જ એલર્ટ

Advertisement
Tags :
Advertisement

.