Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : શ્રોફ પેઢીમાં EOW વિભાગનો સપાટો! કરોડોની રોકડ કરી જપ્ત, 2 ની અટકાયત

રાજકોટમાં (Rajkot) પોલીસનાં EOW વિભાગ મોટો સપાટો બોલાવ્યો છે. બ્લેકનાં વાઇટ (White Money) કરી આપતી એક શ્રોફ પેઢીમાં દરોડા પાડીને રૂ. 2.14 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. માહિતી મુજબ, નાનામૌવા રોડ (Nanamauwa Road,) પરની 9 સ્કવેર બિલ્ડિંગમાં આવેલ શ્રૌફ...
rajkot   શ્રોફ પેઢીમાં eow વિભાગનો સપાટો  કરોડોની રોકડ કરી જપ્ત  2 ની અટકાયત

રાજકોટમાં (Rajkot) પોલીસનાં EOW વિભાગ મોટો સપાટો બોલાવ્યો છે. બ્લેકનાં વાઇટ (White Money) કરી આપતી એક શ્રોફ પેઢીમાં દરોડા પાડીને રૂ. 2.14 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. માહિતી મુજબ, નાનામૌવા રોડ (Nanamauwa Road,) પરની 9 સ્કવેર બિલ્ડિંગમાં આવેલ શ્રૌફ પેઢીમાં દરોડા પાડી આ રોકડ જપ્ત કરવામાં આવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

પોલીસના EOW વિભાગના શ્રોફ પેઢીમાં દરોડા

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ (Rajkot) પોલીસના EOW (Economic Offences Wing) વિભાગને બાતમી મળી હતી કે, નાનામૌવા રોડ પરની 9 સ્કવેર બિલ્ડિંગમાં આવેલ શ્રોફ પેઢીમાં (Shrauf Firm) ટેક્સ ચોરી માટે બ્લેક મનીને (Black Money) વ્હાઇટ મનીમાં ટ્રાન્સફર કરવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસના EOW વિભાગની ટીમ દ્વારા બાતમી સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન, EOW ટીમે રૂ. 2.14 કરોડની રોકડ રકમ જપ્ત કરી હતી. માહિતી મુજબ, આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા પેઢીનાં બે અલગ-અલગ સ્થળો પરથી આ રકમ કબ્જે કરવામાં આવી હતી.

કારમાંથી 90 લાખ, ઓફિસમાંથી 1.24 કરોડ રૂપિયા કબ્જે

પ્રાપ્ત માહિતી મુજબ, બેડી ચોકડીથી બેડી તરફથી કારમાંથી 90 લાખ રૂપિયા રોકડા અને 9 સ્કવેર બિલ્ડિંગનાં (9 Square Building) છઠ્ઠા માળે આવેલી ઓફિસમાંથી 1.24 કરોડ રૂપિયા કબ્જે કરાયાં હતા. આ કાર્યવાહી દરમિયાન, પોલીસે નિલેશ ભાલોડી અને જયસુખ ફેફર નામનાં 2 શખ્સોની અટકાયત કરી હતી અને પૂછપરછ હાથ ધરી હતી. આ મામલે હાલ જાણવા જોગ ફરિયાદનાં આધારે પોલીસે વધુ તપાસ આદરી છે.

Advertisement

આ પણ વાંચો - Chandipura Virus : રાજ્યમાં મૃત્યુઆંક 20 એ પહોંચ્યો, CM ની બેઠક, કોંગ્રેસ નેતાનો મુખ્યમંત્રીને પત્ર

Advertisement

આ પણ વાંચો - DAHOD : દેવગઢબારિયામાં વનવિભાગના વધુ એક કર્મચારીએ જીવન ટુંકાવતા ચકચાર

આ પણ વાંચો - VADODARA : MSU માં વિદ્યાર્થી જૂથની માંગ પૂર્ણ નહી થતા ડીન પર બંગડીઓ ફેંકાઇ

Tags :
Advertisement

.